________________
રાસ અને શગુ સાહિત્ય ૧૮૧
શતાબ્દી), “ચુપઈ ફાગુ' (ઈ.૧૪-૧૫મી શતાબ્દી), “કામિનીજનવિલાસતરંગગીત' (ઈ. ૧૪-૧પમી સદી), ‘મોહિની ફાગુ' (ઈ.૧૪-૧૫મી શતાબ્દી), “ફાગુ' (ઈ.૧૪૧૫મી શતાબ્દી), ગુણચંદ્રસૂરિનો ‘વસંતફાગુ (ઈ.૧૫મી શતાબ્દી) એ માત્ર રસકોટિની રચનાઓ છે. આ શુદ્ધ ફાગુકાવ્યો જ છે. આ ઉપરાંત પૌરાણિક-ધાર્મિક ચરિત્રોને સાથે રાખી રચવામાં આવેલા ફાગુઓમાં ‘નારાયણફાગુ' (ઈ. ૧૪-૧૫ મી શતાબ્દી), ચતુર્ભુજની “ભ્રમરગીત (ઈ. ૧પ૨૦), “હરિવિલાસ' (ઈ. ૧૫મી શતાબ્દી), અને કેશવ હૃદેરામના કૃષ્ણક્રીડાકાવ્ય (ઈ.૧૫૩૬)માંના ‘વસંતવિલાસ' જેવામાં શ્રીકૃષ્ણની વ્રજલીલાનાં વર્ણન સંકળાયેલાં છે, તો જૂના સમયથી રચાયે જતાં જૈન ફાગુઓમાંનાં નેમિનાથ સ્થૂલિભદ્ર અને જંબુસ્વામી જેવાનાં ચરિત્રોનું નિરૂપણ આપતા ફાગુઓમાં શૃંગારનું નિરૂપણ કરીને પણ અંતે તો શીલના વિજય સાથે સાંસારિક વિષયભોગના ત્યાગને જ લક્ષ્ય કરવામાં આવ્યો છે. આમ ફાગુઓને પણ બીજા સાહિત્યપ્રકારોની જેમ જૈન સાહિત્યકારોએ ધર્મોપદેશનાં પ્રતીક બનાવી લીધા છે. આ રચનાઓએ વસંતવિહાર-વસંતવર્ણન સફળતાથી રજૂ કરી આપ્યાં છે.
જેમ તીર્થંકરાદિકના વિષયના ફાગ રચાયા છે તેમ કેટલાક જૈન સાધુઓ આચાર્યો વગેરેના વિષયના પણ ફાગ રચાયા છે. આમાં એવા આચાર્યોની દીક્ષાના કે સૂરિપદની પ્રાપ્તિના સમયને લક્ષ્યમાં રાખી રચનાઓ થઈ છે, જેમાં તે તે નાયકની વિરક્તિની મહત્તા મૂર્ત કરવામાં પણ આવી હોય. જેમાં પ્રસંગ પ્રાપ્ત વસંતવર્ણન કવિઓને અભીષ્ટ હોય છે. આ કોટિમાં હેમરત્નસૂરિફાગ' (ઈ.૧૪-૧૫મી શતાબ્દી), જિનહંસગુરુનવરંગ-ફાગ (ઈ.૧૪-૧૫મી શતાબ્દી), “ધર્મમૂર્તિસૂરિફાગુ' (ઈ.૧૫-૧૬મી શતાબ્દી), જિનચંદ્રસૂરિફાગુ (ઈ.૧૨૮૫), ‘અમરરત્નસૂરિફાગ (ઈ.૧૪૧૫મી શતાબ્દી), દેવરત્નસૂરિ ફાગુ (ઈ.૧૪૪૩) અને કીર્તિરત્નસૂરિફાગ (ઈ.૧૫૧૬મી શતાબ્દી) વગેરેને મૂકી શકાય.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિપાટીએ આ ગણ્ય કોટિની કવિતા આપે છે કે નહિ એ રીતે વિચારીએ તો પ્રાયઃઅલંકારોથી સમૃદ્ધ હોઈ કેટલીક ફાગુ રચનાઓને મમ્મટની પરિભાષામાં અવર' કોટિમાં મૂકી શકાય. એ રીતે પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એ ભૂષણરૂપ થઈ પડે છે.
ફગુકાવ્યોના કર્તાઓ અને એમની સાહિત્યોપાસના અત્યારસુધીમાં મળી આવેલી ફાગુ-કૃતિઓમાં સૌથી જૂની જિનચંદ્રસૂરિફાગુ (ઈ.૧૨૮૫ પછી તરતમાં) જાણવામાં આવી છે. પચીસેક કડીઓની છેલ્લે થોડા એકવડા અને પછી બેવડા – દોહરાથી બદ્ધ આ નાની રચના વચ્ચે ૬ થી ૨૦ કડી ગુમાવી બેઠી છે. એનો કર્તા ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિના શિષ્યોમાંનો