________________
૧૮૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
કૃતિમાં ત્યાંથી શરૂ કરીને ૬ માસ આપી છે તેમાંની પ્રત્યેક પહેલી કડી (૨૫મી, ૨૯મી, ૩૩મી, ૩૮મી, ૪રમી, ૪૫મી) સાદા દોહરાની અને પછીની “રોળાની છે. અજ્ઞાતકૃત નેમિનાથ ફાગ' (ઈ.૧૫-૧૬મી સદી)માં માત્ર બે જ અર્ધ (કડી ૧૪ અને ૧૬ના પૂર્વાર્ધ) સાંકળી-ચમકના છે.
અહીં નોંધપાત્ર તો એ છે કે આવા સાંકળી-બંધના “દોહરા' પાછળથી “ફાગુ' એવી સંજ્ઞાને પામીને પછીના કેટલાયે ફાગુઓમાં પ્રયોજાયા છે.
૪. ફાગુઓની કમનીયતાએ એના કવિઓને છંદોના વૈવિધ્ય તરફ પણ ખેંચી જવાનું કર્યું છે. આનો સૌથી જૂનો નમૂનો રત્નમંડનસૂરિનો “રંગસાગરનેમિનાથ ફાગુ' (ઈ.૧૪૬ ૧ આસપાસ) મળે છે. [બીજા નમૂના – ધનદેવગણિકૃત “સુરંગાભિધનેમિફાગ (ઈ.૧૪૪૬), અજ્ઞાત કવિનો “સુમતિસુંદરસૂરિફાગુ' (ઈ.૧૪મી સદીનો ઉત્તરાર્ધ) વગેરે “રાસયુગના અંત નજીક નરસિંહ મહેતાના સમયના છે. એના ઉત્તરકાલની કહી શકાય તેવી રચનાઓ આગમમાણિજ્યકૃત “જિનહંસગુરુનવરંગફાગ (ઈ.૧૫મી સદીનો પૂર્વાર્ધ), અજ્ઞાતકવિકૃત “રાણપુરમંડન ચતુર્મુખ આદિનાથ ફાગ ( ઈ. ૧૫૦૧ પહેલાં) છે.]૭૮
આ પ્રકારની રચનાઓમાં સાંકળીબંધના દોહરાઓને “ફાગ' સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરાંત સુરંગાભિધનેમિનાથ ફાગુ' માં “રાસક મથાળે સવૈયાની દેશી, આંદોલ’ ‘અઢયા-બેઉ ગેયપ્રકારની દેશીઓ જ છે તે, અને ખાસ ધ્યાન ખેંચે છે તે અક્ષરમેળ શાર્દૂલવિક્રીડિત વૃત્ત મોટે ભાગે ત્રેિ મથાળે. “સુમતિસુંદરસૂરિફાગુ'માં પણ શ્રાવ્ય મથાળે શાર્દૂલવિક્રીડિત વૃત્ત પ્રયોજવામાં આવ્યું છે. સં. ભાષામાં બીજા છંદ પણ પ્રયોજાયેલા છે. બંનેમાં “આંદોલ' અંતે લઘુ અક્ષર સાચવતાં દોહરાના સમચરણના પૂર્વાર્ધનાં બે ચરણ જ છે. પહેલા ફાગુમાં “અઢઈઆ’ એ ભરતેશ્વરબાહુબલિરાસના આરંભની (૧૬+૧૬+૧૩ માત્રાનાં ચરણોની કડીના રૂપની) રચના જેવી ‘રાસક' મથાળે રચના છે, ત્યારે પાછલા ફાગુમાં એ સવૈયાની દેશી' જ છે આવી વિવિધતાવાળા પછી રચાયેલા ફાગુઓમાં વધુ મિશ્રણો પણ મળે * છે, પણ એ બધાં ગેયતાતત્ત્વ તો મોટે ભાગે સાચવી રાખે છે.૧૭૯
ગુસાહિત્ય અને એનો વિસ્તાર આપણી મર્યાદા અહીં નરસિંહ મહેતાના આરંભકાળને સ્પર્શ કરતા રાસયુગ પૂરતી હોવા છતાં લાક્ષણિકતા તારવવા માટે “રાસયુગ' પછી પણ જોવું પડશે. આપણે જોયું કે ફાગુસાહિત્યનો વિષય તો, એકાદ અપવાદે વસંતવિહાર જ છે. આ વસંતવિહારને સામાન્ય રીતે કેંદ્રમાં રાખી અનેક ફાગુઓની રચના થઈ છે. આમાં વસંતવિલાસ' (ઈ.૧૪મી શતાબ્દી પૂર્વાર્ધ), ‘વિરહદેસાઉરિ ફાગુ (ઈ.૧૫-૧૬મી