________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૭૯
બંધ છે; અને શરૂના ફાગુઓમાં ‘દોહરા' બંધથી જ વિકાસ અનુભવાય છે. અત્યાર સુધીમાં જાણવામાં આવેલા ઈ.૧૨૮૫ લગભગ રચાયેલા, અજ્ઞાત કવિ (કોઈ જિનચંદ્રસૂરિશિષ્ય)ના ‘જિનચંદ્રસૂરિફાગુ'માં દોહરાનો બંધ મળે છે, પણ ‘ફાગુ’ ગેય હોવાને કારણે દરેક અર્ધની પૂર્વે અરે ગેયતાપૂરક ઉમેરાયેલો છે.૧૭૫ આ સાદી પદ્ધતિના સમુધ૨-કૃત ‘નેમિનાથફાગુ’ (ઈ.૧૩૮૧ પહેલાં), સમરકૃત નેમિનાથ ફાગુ’ (ઈ.૧૫મી સદી અનુમાને), પઉમ-કૃત ‘નેમિનાથ ફાગુ'(ઈ. ૧૩૦૨ સુધીમાં. – આમાં અરે નથી). ગુણચંદ્રસૂરિકૃત ‘વસંતફાગુ’(ઈ.૧૪-૧૫મી સદી. દોહરાના પહેલા અર્ધની આગળ અદ્દે ગેયતાપૂરક), અજ્ઞાત કવિકૃત મોહિનીફાગુ'(ઈ.૧૫-૧૬મી સદી), અને એવા જ અજ્ઞાત કવિનો ‘ફાગુ’ (ઈ.૧૫-૧૬મી સદી – ગેયતા માટે અહીંતહીં ચરણાંતે રેનો પ્રયોગ.).
૨. બીજા પ્રકારમાં દોહરાની કડીનો મુખબંધ અને પછી ૩-૪ રોળાની કડીઓ, એ પ્રમાણેના ટુકડા માસ મથાળે પડતા જોવામાં આવે છે. જિનપદ્મસૂરિષ્કૃત ‘સ્થૂલિભદ્રફાગુ’(ઈ.૧૩૪૪ લગભગ), રાજશેખરસૂરિષ્કૃત નેમિનાથફાગુ’(ઈ.૧૩૪૯ આસપાસ), કૃષ્ણવર્ષીય જયસિંહસૂરિષ્કૃત પ્રથમ નેમિનાથફાગુ' (ઈ. ૧૩૬૬ લગભગ), અજ્ઞાત કવિનો ‘પુરુષોત્તમ પંચ પંડવ-ફાગ’(ઈ.૧૪-૧૫મી સદી) વગેરે આવા ‘રાસ’ પદ્ધતિના માસથી ખંડ પાડતા ‘ફાગુ' છે.
૧૭૬
૩. ત્રીજો 'દોહરા બંધનો જ પ્રકાર છે. આની વિશેષતા એ છે કે વિષમ ચરણમાં છેલ્લી બે માત્રા લઘુ યા એક ગુરુના રૂપમાં દોહરામાં હોય છે તેને સ્થાને એક લઘુ જ રહે છે અને આમ તેરને બદલે બાર માત્રા હોય છે, પણ આ વિષમ ચરણની છેલ્લી ત્રણ-ચાર કે ક્વચિત્ પાંચ માત્રાઓ સ્વરની દૃષ્ટિએ - શબ્દ હોય તો છેલ્લા બે વર્ણ સમપદને આરંભે આવર્તન પામી સાંકળી-બંધનો યમક ઊભો કરે છે. આમ એમાં રાગની સાથોસાથ એક પ્રકારનો લય પણ સુમધુર રીતે પ્રાણરૂપ બની રહે છે. ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ની સર્વોત્તમ ગણાતી આવી કૃતિ તે અજ્ઞાત કવિનો ‘વસંતવિલાસ’ ફાગુ છે. આ પ્રકારની કૃષ્ણવર્ષીય જ્યસિંહસૂકૃિત ‘દ્વિતીય નેમિનાથફાગુ'(ઈ.૧૩૬૬ આસપાસ), અજ્ઞાત કવિનો ‘જંબુસ્વામિફાગુ’(ઈ.૧૩૭૪), મેરુનંદનકૃત ‘જીરાપલ્લી-પાર્શ્વનાથ-ફાગુ'(ઈ.૧૩૭૬), જ્યશેખરસૂરિના બંને નેમિનાથફાગુ’ (ઈ.૧૪-૧૫મી સદી), અજ્ઞાતકવિ-કૃત હેમરત્નસૂરિફાગુ'(ઈ.૧૪૬૯ આસપાસ), એનો જ લગભગ સમકાલીન અજ્ઞાતકર્તૃક ‘અમ૨૨ત્નસૂરિફાગુ’, રત્નમંડનગણિકૃત ‘નારીનિરાસફાગ’ વગેરે કૃતિઓમાં સુશ્લિષ્ટ સ્વરૂપે જોવા મળે છે. પછી એવું પણ બન્યું છે કે કોઈકોઈ પંક્તિઓમાં આ પ્રકારનો સાંકળી-યમક હોય અને કોઈમાં ન પણ હોય. યશેખરસૂરિ-કૃત પ્રથમ નેમિનાથફાગુ'ની બધી જ ૧૧૪ કડી અને ‘દ્વિતીય નેમિનાથફાગુ’માં તો પ્રથમના ૨૪ દોહરા સાંકળી બંધના છે. આ પાછલી