________________
૧૬ ૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
કરુણ ગીત “રાગ દેવસાખીમાં મુકાયું છે :
રાગ દેવરાજ વલહ-વિરહિ વિયાકુલિ વિરહણિ વારોવારા થોડઈ જલિ જિમ માછલી દેહ દહઈ અપાર INCOI
સાર કરયો સઈ ધણી, ત— વિણ રમણ ન જાઈત વિહાલાના વિયોગથી વ્યાકુલ થયેલીનો થોડા પાણીમાં રહેલી માછલીની જેમ દેહ જાળજાળ બળી રહ્યો છે. હું મારા પતિ, મને સાર કરજો. તમારા વિના રાત્રિ પસાર થતી નથી....]
આવાં વધુ ઉદાહરણ આલંકારિક સ્વરૂપનાં પણ છે. આ રીતે માત્ર સાદી કથા ન કહેતાં કથાને કાવ્યનો ઓપ આપ્યો છે.
ચૌદમી શતાબ્દીના અંતભાગમાં આગમગચ્છના હેમવિમલસૂરિ-લાવણ્યરત્નના શિષ્ય વિજયભદ્રનો રચેલો કમલારાસ જાણવામાં આવ્યો છે. માત્ર ૪૫ કડીઓની આ નાની રચના છે અને ગેયતાના વૈવિધ્યવાળી સાત ‘ઢાલમાં ફંટાયેલી છે. દોહરા અને સવૈયાના રાહની દેશના તૂટક પ્રકારમાં છૂટી પડતી કડીનાં છેલ્લાં ચરણોને પછીની કડીઓમાં સાંકળીબંધથી સાંકળવામાં આવેલાં પકડાય છે. ભરતેશ્વરબાહુબલિરાસમાં “તૂટકોમાં આવો સાંકળી-પ્રકાર અનુભવાયો છે જ. આ કારણે ૪પને બદલે ૯૦ કડી થવા જાય છે.
આમ બંધની દૃષ્ટિએ આ નાની કૃતિ ધ્યાન ખેંચે છે. ભરતક્ષેત્રમાં ભરૂચ નગરમાં મેઘરથ નામના રાજાને કમલા કુંવરી હતી તે સોપારા પાટણના રાજા રતિવલ્લભને પરણાવી હતી. એકવાર સમુદ્રને પેલે પાર આવેલા ગિરિવરમાં આવેલી ધનનગરીનો રાજા કીર્તિવર્ધન યાત્રા કરતો કરતો સોપારા પાટણ આવ્યો. તેણે આદિનાથનું પૂજન કર્યું ને નગરમાંથી પસાર થતો હતો ત્યાં મહેલના ગોખમાં બેઠેલી કમલા રાણી જોવામાં આવી. એ એના ઉપર ખુબ જ મુગ્ધ થયો. નિત્ય ઘેર જઈ આકર્ષણ-વિદ્યાથી રાણીને હાથ કરી. રાણીને સમજાવતાં રાણીએ આ રાજાને જુદાંજુદાં દૃષ્ટાંત આપી પાપકર્મથી દૂર કરવા શિખામણ આપી, પણ અસર થઈ નહિ. રાણીએ કીર્તિવર્ધનને પોતાના પિતા દરજે કહી પોતાના શીલના રક્ષણ માટે મક્કમતા બતાવી, તેથી રાજા એને અનેક પ્રકારની મારપીટ કરવા લાગ્યો. જેમ મારપીટ થતી ગઈ તેમ તેમ સતીના કર્મદોષ ઓછા થતા ચાલ્યા. સતી પોતાનાં કર્મોને જ દોષ દેતી રહી. બીજી બાજુ રાજા રતિવલ્લભ ગૂમ થયેલી કમલારાણીને શોધવા ખૂબ પ્રયત્ન કરતો હતો ત્યાં કર્મયોગે કોઈ માણસ એની પાસે આવી લાગ્યો. એણે રાજા કીર્તિવર્ધન આકર્ષણવિદ્યાથી કેવી રીતે રાણીને ખેંચી ગયો અને એના તરફથી રાણી ઉપર કેવો સિતમ ગુજારવામાં આવે છે એનો ખ્યાલ આપ્યો, અને પૂર્વના ભવની વાત કરી