________________
૧૭૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
કવિ આ જિનોદયસૂરિનો જ શિષ્ય છે૫૯ એટલે એનો કવનકાળ ઈ. ૧૩૬ ૯ પછી તરતનો જ કહી શકાય.
૨. ફુગુ સાહિત્ય પ્રાસ્તાવિક સમાવવો હોય તો રાસ પ્રકારમાં જ સમાવી શકાય, છતાં એની એક આગવી વિલક્ષણતાને લઈને અલગ રીતે ફાગુ-સાહિત્ય-પ્રકાર પોતાનું સ્થાન સાચવી રહ્યો છે. વિપ્રલંભ અને સંભોગ શૃંગારને મૂર્ત કરી આપતું એ ઋતુમૂલક સર્જન છે અને તેથી કથાત્મક સ્વરૂપનો અંશમાત્ર જાળવી એ ઊર્મિમય કાવ્યરચના બની રહે છે. સંસ્કૃત સાહિત્યમાં ઋતુસંહારને અપવાદે સર્વાશે ઋતુકાવ્ય તરીકે કોઈ કૃતિ જાણીતી નથી ત્યારે ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ના સમયમાં એટલે કે “રાસયુગમાં એ પોતાની આગવી રીતે ખીલી સાહિત્યપ્રકાર તરીકે સ્થાન લે છે. આ જ યુગમાં ક્વચિત્ “બારમાસી’ પણ સ્વતંત્ર રૂપમાં પ્રસિદ્ધિમાં આવી છે, પણ એમાં તો વર્ષના બાર માસના સંક્ષિપ્ત વર્ણનના રૂપમાં વિપ્રલંભ શૃંગાર નિરૂપાયો હોય છે એને અંતે એ સંયોગમાં પલટો લઈ મધુરતાથી સમાપ્ત થાય છે, જ્યારે ફાગુઓમાં તો, સ્વલ્પ જ અપવાદે, માત્ર વસંતવિહાર ઉદ્દિષ્ટ રહ્યો છે.
ફાગુ' એક સાહિત્યપ્રકાર તરીકે ઉત્તર ગૌર્જર અપભ્રંશ-યુગમાં અસ્તિત્વમાં આવ્યો તે પૂર્વે એ શું સૂચવતો હતો એ થોડા સંશોધનનો વિષય છે.
ફાગુ' શબ્દનું મૂળ સં. શબ્દકોશોમાં પત્ન] શબ્દ જોવા મળે છે, જેનો એક અર્થ ‘વસંતોત્સવ' પણ થાય છે. આ શબ્દને પાણિનિના ૩દ્રિ સૂત્રોમાં સિદ્ધ કરવામાં આવ્યો છે.19 આનાથી એટલું સિદ્ધ થઈ શકે કે પાણિનિના સમયમાં એ સંસ્કૃત ભાષામાં તને! તરીકે સ્વીકારાઈ ચૂક્યો હતો જ. મહાભારત તેમજ હરિવંશમાં નદીના એક વિશેષ નામ તરીકે તો એ સૂચિત થયેલો જ છે. વળી શબ્દકોશોમાં પૂર્વ અને ઉત્તરા ફાલ્ગની નક્ષત્રોને માટે પણ એ નોંધાયેલો છે : જ્યોતિષગ્રંથોમાં એ – એમ દ્વિવચને છે. પાછળથી આ શબ્દનો અર્થ “સુંદર મનોહર' એવો પણ વિકસ્યો છે, જેનો વિકાસ વસંતઋતુવાચક | શબ્દ કહી શકાય. ઇસવી પહેલી સદીના સાતવાહન હાલની ‘ગાથાસપ્તશતી'માં “વસંતઋતુનો ઉત્સવ' એ અર્થ એ પ્રાકૃત સ્વરૂપમાં આપે છે.૧૭૧ એ જરાય ઓછો સંભવ નથી કે ભારતવર્ષમાં વૈદિકી ભાષાનો વ્યાપક પ્રસાર હતો ત્યારે જે અનેક પ્રાંતીય શબ્દો ઉત્તરોત્તર આર્ય ભાષામાં ઉમેરાતા