________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૫૭
થઈ ‘વિસમ ગિરિ’ વટાવ્યો, અને તેજલપુર(જૂનાગઢ પાસે) આવ્યાં, જ્યાં સોરઠ દેશના રાજવી મંડલિકે વાસ કર્યો છે. અહીં ગરવા ગિરનારનાં દર્શન થયાં; ત્યાં જ દામોદ૨ દેવ અને સુવર્ણરેખા નદી પણ કાલમેઘ ક્ષેત્રપાલના દર્શન કરી મંત્રી બાહડે કરાવેલી પાપગથી)થી ડુંગર ઉપર ચડી નેમિનાથનાં દર્શન કર્યાં. અહીં મહાપૂજા વગરે સાધવામાં આવ્યાં. અહીં અંબાજીએ આશા પૂરી. ત્યાંથી જગન્નાથનાં દર્શન કરી, સોમનાથ પાટણમાં સોમનાથ અને ચંદ્રપ્રભ તીર્થંકરનાં દર્શન કરી જૂનાગઢ પાછા આવ્યા ત્યારે રા'માંડલિકે કહ્યું કે હવે તમે જાઓ, રહેશો નહિ...' અહીં રાસ તૂટે છે. પેથડશાહ કર્ણ વાઘેલા અને એક માંડલિકનો સમકાલીન હતો૩૫ એટલું આ રાસથી સ્પષ્ટ થાય છે, અને તેથી સંઘયાત્રાનો સમય પણ સં.૧૩૫૬ (ઈ.૧૩૦૦)નાં બે વર્ષ પૂર્વનો જ દેખાય છે. પરંતુ રાસ'માં પ્રયોજાયેલા ઢાળોના વૈવિધ્યથી એમ લાગે છે કે ‘સમરારાસુ'ના રચનાસમયની આસપાસ, બહુ તો પાંચ-સાત વર્ષમાં જ, આ રાસ રચાયો હોય. ભાષાની દૃષ્ટિએ આ રાસ એ રીતે ધ્યાન ખેંચે છે કે એમાં મરાઠી પ્રકારનાં રૂપ ગ્રંથકારે પ્રયોજ્યાં છે.૧૩૬ કવિ પાસે શબ્દાવલી ઉપરાંત ઉપમા જેવા સાદા અલંકાર છે.
‘સમરારાસુ’ અને પેથડરાસ' સંઘપતિઓની સંઘયાત્રાના હતા, આ રીતે આચાર્યોના પટ્ટાભિષેકને પણ કેંદ્રમાં રાખી ‘રાસ' રચાયા છે. આવો એક રાસ ઈ.ની ૧૩મી શતાબ્દીની બીજી પચીશીમાં થયો હતો તેવો જિનચંદ્રસૂરિના શિષ્ય ધર્મકુશલ નામના સાધુનો રચેલો જિનકુશલસૂરિ-પટ્ટાભિષેકાસ' છે. કવિના આ ગુરુભાઈ થતા લાગે છે. આરંભમાં તે જિનચંદ્રસૂરિને નમે છે.૧૩૭ આડત્રીસ કડીઓના આ નાના રાસમાં કડીઓ ૭, ૨૨, ૩૧ એ ત્રણ ‘ધાત’(પ્રા. ધૃત્તા ) મથાળે શુદ્ધ ‘વસ્તુ છંદ’ની છે, જ્યારે ૧ થી ૭ રોળા’ની, ૮થી ૨૧ દોહરા'ની મોટે ભાગે દરેક અર્ધના આરંભે તે ગેયતાવાચક ધરાવતી; ૨૩ થી ૩૦ (સંખ્યાની દૃષ્ટિએ તો ચોખ્ખી ૧૧ છે, જેમાં દરેક અર્ધના પ્રથમ શબ્દ પછી ૬ ગેયતાવાચક અને પ્રાસ બેકી ચરણોના; કડી ૩૨ થી ૩૮ સોરઠો જ, પરંતુ આના પણ પ્રાસ બેકી ચરણોના; આ જાતની માંડણી છે. કથાવસ્તુ માત્ર ચંદ્રગચ્છના શ્રીજિનકુશલસૂરિને આચાર્યપદે બેસાડ્યાના ઉત્સવનું છે. પહેલા ખંડમાં જિનકુશલસૂરિની ગુરુ પેઢી ગણાવવામાં આવી છે. મુખ્ય પુરુષ તે જિનેશ્વરસૂરિ, જે પાટણમાં હતા અને ચૌલુક્ય દુર્લભરાજને પોતાના પ્રભાવે પ્રસન્ન કર્યા હતા; એમના પછી એક પછી એક ` જિનચંદ્રસૂરિ, અભયદેવસૂરિ, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબોધસૂરિ અને જિનચંદ્રસૂરિ થયા. આ જિનચંદ્રસૂરિએ દિલ્હીના સુલતાન કુતુબુદ્દિનની પ્રસન્નતા૧૬૯ મેળવી હતી. બીજા ખંડમાં જણાવ્યા પ્રમાણે જિનચંદ્રસૂરિ સ્વર્ગે સીધાવ્યાં તે પૂર્વે દિલ્હી (હિત્ત્તિય)માં એમણે જયવલ્લભગણિને તેડાવ્યા અને
૧૩૮