________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૫૫
સમુદ્રનાં દર્શન કર્યા; અને પછી ચંદ્રપ્રભના દેરાસરમાં આવી નમન કર્યું, સોમનાથને ધ્વજા ચડાવી અને ત્યાંથી દીવ તરફ સંઘ ચાલ્યો. કોડીનારની દેવી અંબિકાનાં અંબારામાં દર્શન કરી દીવ નજીક દરિયાકાંઠે આવ્યા ત્યાં સંઘનો સત્કાર કરવા દીવનરેશ આવ્યો. ત્યાંથી વિમાન જેવા વહાણોમાં બેસી સંઘ દીવમાં ગયો. ત્યાં કુમારવિહારમાં તીર્થકરોનાં દર્શન કર્યા, વેણી-વચ્છરાજનાં દર્શન કર્યા. ત્યાંથી સંઘ પાછો ફરી શત્રુંજય આવી પહોંચ્યો એ હકીકત તેરમી ભાસમાં મળે છે. આ ભાસ પણ દોહરાની ગેય દેશીનો સુંદર નમૂનો છે. ત્યાંથી સમરસિંહ સંઘને લઈ ગુજરાતમાં પ્રવેશ કરતાં પિપલાલી અને લોલિયાણે થઈ રાણપુર વઢવાણ કરીરગામ અને માંડલની યાત્રા કરી સંખેસર તીર્થમાં આવ્યો. ત્યાં ખૂબ સત્કાર પામી સમરસિંહ અણહિલપુર પાટણ આવી પહોંચ્યો. કવિની શબ્દાવલિ જેમ મધુર છે તેમ યથાસ્થાન યથાપ્રસંગ પ્રયોજાયેલા ઉપમા જેવા અર્થાલંકાર પણ મધુર છે. વિશેષમાં એ ગુજરાતસૌરાષ્ટ્રની થોડી ભૂગોળ અને સમકાલીન ઇતિહાસનાં પ્રસિદ્ધ પાત્રો, સમકાલીન શ્રેષ્ઠીઓ આદિને નોંધી આપે છે, એટલું જ નહિ, પ્રસંગવશાત્ અરબી-ફારસી શબ્દોનો પણ ઉપયોગ કરી લે છે. ૨૮ આ રાસમાં લકુટારસનો પણ ઉલ્લેખ છે,૧૨૯ તો એક મહત્ત્વનો ઉલ્લેખ “દામોદર હરિ પંચમઉનો છે. આ પૂર્વે “રેવંતગિરિરાસુમાં પણ જૂનાગઢના દામોદર કુંડ ઉપરના દામોદરરાય વિષ્ણુનો ઉલ્લેખ થયેલો છે.
આ બંને જૈન ઉલ્લેખો નોંધપાત્ર એ માટે છે કે બદરીનાથ જગન્નાથ પાંડુરંગવિઠ્ઠલનાથ અને દ્વારકાધીશ – આ ચાર વૈષ્ણવતીર્થોના ચાર વિષ્ણુઓના જેટલું જ માહાસ્ય જૂનાગઢના દામોદરકુંડ ઉપરના “દામોદર'નું છે, જેને પેલા ચાર હરિ ઉપરાંતના પાંચમાં હરિ તરીકે કહ્યા છે. ૩૦
લગભગ ‘સમરારાસુના પ્રકારનો કહી શકાય તેવો એક પેથડરાસ જાણવામાં આવ્યો છે, જે અપૂર્ણ હોઈ ક્યારે રચાયો અને કોણે ક્યાં છે એ જાણી શકાતું નથી. આમાં પાટણ નજીક સંડેરના પોરવાડ પેથડશાહની સંઘયાત્રાનું વર્ણન આપવામાં આવ્યું છે. કાવ્યબંધની દૃષ્ટિએ આમાં પણ કેટલુંક નાવીન્ય મળે છે. પહેલો ખંડ ૨૩ કડીઓનો પ્રાસ્તાવિક રૂપનો છે. તેમાં અનેક પ્રકારના છંદ પ્રયોજાયેલા છે. પહેલી કડી રોળાની, રથી ૭ “દોહરાની', ૧૧૧ ચોપાઈ, ૧૨મી પદ્ધડી, ૧૩થી ૧૫ ત્રીસો સવૈયો, ૧૬-૧૭ આ પૂર્વે જાણીતા ૧૬+૧૬-૧૩ની દોઢી, રરમી પણ એવી જ; આ સિવાયની કડીઓનાં માપ ભિન્નભિન્ન છે. નાનાનાના છંદોમાં આ કડીઓ રચાયેલી છે. ગાવાની દૃષ્ટિએ કોઈ વિશિષ્ટ વૈવિધ્ય સાચવવા કદાચ આ પ્રયોગ હોય. ૨૪મી કડીના આરંભમાં લઢણ' શબ્દ છે તે પૂર્વના ખંડથી ગેયતાની દૃષ્ટિએ ભિન્નતા બતાવવા હોવાની સંભાવના છે. ૨૪થી ૪૧નો બીજો ખંડ સંઘની યાત્રાનાં સ્થાનોનો ખ્યાલ આપે છે. તે “સોરઠાના માપની કડીઓ કોઈકોઈ અર્ધને અંતે