________________
૮૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
અલબીરુનીએ જેને ગુજરાતી કહેલો તે પ્રદેશ તો જયપુરથી લઈને પશ્ચિમ મારવાડનો હતો ને એનું કેંદ્રસ્થાન ભિન્નમાળ હતું. મૂળરાજનો પિતા રાજિ મારવાડ ઉપર પણ જેનું શાસન હતું તેવા કલ્યાણીના પ્રતીહાર રાજવંશના પ્રતિનિધિ તરીકે ભિન્નમાળમાં સામંત કોટિનો શાસક હતો. મૂળરાજે મામાને વારસે ચાવડા વંશના અંત સાથે સારસ્વત-મંડળ(ઉત્તર ગુજરાત)ની સત્તા હાથમાં લીધી, એ પછી, ગુર્જર દેશ-પશ્ચિમ મારવાડના સત્યપુર-મંડળનો પણ, પૈતૃક વારસે, એ શાસક બન્યો અને એ રીતે ગુર્જરેશ્વર' થયો; એ કારણે સારસ્વત-મંડલના પ્રદેશનો સમાવેશ પણ ગુર્જર રાજ્યમાં સ્વતઃ થયો, જે આગળ ચાલતાં પશ્ચિમ મારવાડ માટે વપરાતો બંધ થયો અને સારસ્વત-મંડળથી આગળ વધી દક્ષિણ તરફના લાટ પ્રદેશ સુધી પણ જઇ પહોંચ્યો. બેશક, સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણના સમયમાં લાટમંડલ'નું અસ્તિત્વ જોવા મળે છે ખરું." સિદ્ધરાજ જયસિંહના સમયમાં તો હવે સ્પષ્ટ રીતે ઉત્તર ગુજરાતનો પ્રદેશ ગુર્જર-મંડલ’ કે ‘ગુર્જરદેશ' બની રહે છે અને રાજવંશ અને પ્રજાને માટે પણ “ગુર્જર' શબ્દ પ્રચલિત થાય છે. સોલંકીઓના શત્રુ, માલવ પ્રદેશના સુપ્રસિદ્ધ રાજવી અને સંસ્કૃત ભાષાના ઉચ્ચ કક્ષાના વિદ્વાન તરીકે ખ્યાતનામ પરમારવંશના ભોજદેવે પોતાના ‘સરસ્વતીકંઠાભરણ' નામના સાહિત્યશાસ્ત્રના ગ્રંથમાં ટકોર કરતાં આવું જ નિર્દોરવું છે, જેમકે –
शृण्वन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः।
अपभ्रंशेन तुष्यन्ति स्वेन, नान्येन गौर्जराः ।। (સંસ્કૃતનો દ્વેષ કરનાર લાટદેશવાસીઓ સુંદર પ્રાકૃત સાંભળ્યા કરે છે, અને ગૌરી તો એવા છે કે એમને પોતાના, નહિ કે બીજાના, અપભ્રંશથી સંતોષ થાય છે.].
આચાર્ય હેમચંદ્રનો અપભ્રંશ “ગૌર્જર અપભ્રંશ હતો કે નહીં એનો ખ્યાલ કરવા ન રોકાઇએ તોપણ તેટલું તો સ્પષ્ટ છે કે એ યુગમાં તળ-ગુજરાતની ભૂમિ માટે ‘ગૌર્જર અપભ્રંશનો વિકાસ સુલભ હતો. એ સમયે માત્ર ઉત્તર ગુજરાતમાં નહિ, સમગ્ર રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશ તેમજ નિમાડ સુધી આ એક અપભ્રંશનું સામ્રાજ્ય પ્રવર્તતું હતું, જેમાં સંસ્કૃતના પક્ષપાતી ભોજદેવનો માલવપ્રદેશ પણ અપવાદમાં ન હતો. શુદ્ધ ગુજરાતી લાક્ષણિકતા સ્પષ્ટ સ્વરૂપમાં પંદરમી સદીમાં સ્થાપિત થઈ ત્યાં સુધી આ પ્રદેશોની - મુખ્યત્વે જૈન સાહિત્યકારોની રચનાઓ જ લભ્ય હોઈ – ભાષા કે બોલીઓમાં આ તત્વ ઊપસી આવે છે. અર્થાત્ જેને ‘રાસયુગ' એવી ગુજરાતી સાહિત્યના ઇતિહાસ માટે સુયોગ્ય સંજ્ઞા મળી છે તે યુગના સમગ્ર સાહિત્યને મારવાડી-મેવાડી, ટૂંઢાળી (જયપુરી), મેવાતી, હાડૌતી, માળવી અને નિમાડી સાથોસાથ ગુજરાતી સાહિત્યની સહિયારી મૂડી તરીકે જ જોવાનું રહે