________________
૧૧૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
બંને રૂપ ધરાવનારાં વૃત્ત પણ વપરાયાં છે. માત્રામેળ છંદો ગેય કોટિના કહી શકાય. વિરહાંકે એના “વૃત્તજાતિસમુચ્ચય' નામના છંદોગ્રંથમાં બે પ્રકારના રાસ છંદ આપ્યા છે તેમાં પહેલા પ્રકારમાં એ કોઈ શુદ્ધ છંદ નથી, પરંતુ વિસ્તારિતક' અથવા તો દ્વિપદી' છંદ હોય અને અંતે વિચારી-સંજ્ઞક ધ્રુવકા' આવી હોય તેવી રચના. આના કોઈ નમૂના આપણી પાસે નથી. બીજા પ્રકારમાં તો અડિલા' દ્વિપથગ' માત્રા રથ્યા' ‘ઢોસા' એ છંદોની સંખ્યાબંધ રચના હોય તે “રાસક' છે. આમ “રાસક છંદ નહિ રહેતાં અનેક છંદોથી સમૃદ્ધ રચના હોવાનું જાણી શકાય છે. સ્વયંભૂ આ “રાસક'નું લગભગ આવું જ લક્ષણ આપી “સાહિત્યપ્રકાર' તરીકે બતાવ્યા પછી ૨૧ માત્રાના બરાસક'(“આભાણક')નું લક્ષણ પણ આપે છે.
આ મહત્ત્વનાં લક્ષણ સાચવતો કોઈ પણ રાસ’ જાણવામાં આવ્યો હોય તો એ એક માત્ર “સંદેશક-રાક છે. ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભૂમિકાથી લઈ છેક અર્વાચીન ભૂમિકા સુધી સેંકડોની સંખ્યામાં રચાયેલા રાસ જાણવામાં આવ્યા છે, પરંતુ વિરહાક અને સ્વયંભૂએ લક્ષિત કરેલા અને અબ્દુ રહેમાને રચ્યા પ્રકારના રાસ તો નથી જ મળતા. “સંદેશક-રાસક' કાવ્યગુણોથી સમૃદ્ધ એવી સૂચક રાસરચના છે અને એના મોટા ભાગના છંદ ગેય કોટિના છે. આપણે જ્યારે “ભરતેશ્વરબાહુબલિરાસને જોઈએ છીએ ત્યારે એના રચયિતા શાલિભદ્રસૂરિએ પણ છંદોની દષ્ટિએ વૈવિધ્ય જરૂર સાધ્યું છે, પણ એ “સંદેશક-રાસક'ના પ્રકારનું સવશે નથી. રાહ છંદિહિ કહીને કર્તાનો આશય “રાસને અનુકૂળ છંદોમાં પોતાની કૃતિ વિસ્તારવાનો છે
રાસ' નૃપ્રકાર અને સાહિત્યપ્રકારનો સંબંધ આમ “રાસ’ કે ‘રાસક' એક વૃત્તપ્રકાર તરીકે તેમજ એક સાહિત્યપ્રકાર તરીકે આપણી સામે રજૂ થતાં મૂંઝવનારો પ્રશ્ન તો એ છે કે બંને વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે. “રાસ' વૃત્તપ્રકાર હતો અને રાસયુગની રચનાઓ અસ્તિત્વમાં આવી એ વચ્ચે સેંકડો વર્ષોનો ગાળો છે. માત્ર દેશાભાષામાં રચનાઓ થવા લાગી હતી કે સંસ્કૃત-પ્રાકૃતમાં પણ રચનાઓ થઈ હતી? નાટ્યશાસ્ત્રમાં આપેલી જાતિરાગોમાં કામ આવતી ગેય ધ્રુવાઓને અને કાલિદાસના વિક્રમોર્વશીય'ના ચોથા અંકમાં આવતી અપભ્રંશ ગેય ધ્રુવાઓને જોતાં, વળી “હરિવંશ'ના “છાલિક્ય' ગેય અને માલવિકાગ્નિમિત્ર' નાટકના “છલિતક ગેયને નૃત્તપ્રકાર સાથે સંબંધ ધરાવતા જોતાં અને “કુવલયમાલા'ની “ચર્ચરી (રાસ-નર્તન માટેની) જોતાં ગેયતાથી સમૃદ્ધ નૃત્તપ્રકારોને નકારી શકવાની સ્થિતિમાં આપણે નથી જ. અને જ્યારે જયદેવના ગીતગોવિંદનાં દર્શન થાય છે ત્યારે જરા જેટલી પણ શંકા રહેતી નથી કે