________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૨૩
રાગકાવ્ય' જ છે. આ ઉપરૂપક જ છે અને આચાર્ય અભિનવગુપ્ત આને માટે રાગદર્શનીય' શબ્દ પણ પ્રયોજે છે.પ૯ એમણે રાધવવિનય અને મરીવવા વગેરે “રાગકાવ્યો' હોવાનું ત્યાં જ કહ્યું છે. શૃંગાપ્રકાશમાં ધારા-નરેશ ભોજદેવે બંને કાવ્યોમાંથી ઉદ્ધરણ લીધાં છે તે ‘આર્યા' છંદનાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં છે. આ ગેય અભિનેય નૃત્તકોટિનો ઉપરૂપક-પ્રકાર જ છે, પરંતુ ધારાનરેશ ભોજ “કાવ્યના વિષયમાં વધુ ઊંડે પણ ઊતરે છે. એ કાવ્ય' અને ચિત્રકાવ્ય' એવા પાછા બે ભેદ કરે છે. શારદાતાયે ભાવપ્રકાશનમાં એને જ “રાસક' મથાળે આપી ગૂંચવાડો ઊભો કર્યો છે. હકીકતે તો ભિન્નભિન્ન રસો અને પ્રસંગોનાં સ્થાનોમાં ભિન્નભિન્ન રાગો અને તાલો પ્રયોજવામાં આવતા હોવાને કારણે, કાવ્ય માત્ર એક રાગનું હોઈ, આ ચિત્રકાવ્ય અનેક રાગોવાળું એટલો ભેદ ભોજને અભીષ્ટ લાગે છે. આ વસ્તુ લક્ષ્યમાં રાખીને જ ડો. રાઘવને “ગીતગોવિંદને ચિત્રકાવ્ય' ઉપરૂપક કહ્યું છે. જયદેવે અભિનયના હેતુથી જ એની રચના કરી હતી અને જનશ્રુતિ પ્રમાણે એની પત્ની પદ્માવતીએ એનો અભિનય પણ કર્યો હતો. આ જ પ્રકારનાં “રાગકાવ્યો સંસ્કૃતમાં રચાયાં પણ છે. સોમનાથની “કૃષ્ણગીતિ' આવો જયદેવના ગીતગોવિંદ' પછીનો પ્રયત્ન છે. એવો જ એક “ગીતગિરીશ' નામનો પ્રબંધ પણ જાણવામાં આવ્યો છે. ગુજરાતી ભાષાની આ પ્રકારની રચના કેટલેક અંશે નરસિંહ મહેતાની ચાતુરીઓ'ની કહી શકાય. ડૉ. રાઘવને સ્વતંત્ર રીતે બીજી પણ આ પ્રકારની મોડેની સં. રચનાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તે “શુદ્ધ પ્રબંધ’ અને ‘સૂત્રપ્રબંધ' એવા બે પ્રકાર નોંધે છે.
આ રીતે વિચારતાં અપભ્રંશ ભાષામાં રચાયેલાં હરિવંશ' “મહાપુરાણ' કરકંડુચરિય” “ભવિસ્મત્તકહા' વગેરે સંધિકાવ્યોને પણ “રાગકાવ્ય' નીચે મૂકી શકાય, પરંતુ જ્યારે આપણે “રાસ' શીર્ષક નીચે રચાયેલાં કાવ્ય જોઈએ છીએ ત્યારે એની ગેયતાના વિષયમાં તો શંકા રહેતી જ નથી. એમાં મૃત્તક્ષમતા વિશે જ શંકા રહે. આપણને વારસામાં મળેલા “ભરતેશ્વર-બાહુબલિરાસ' જેવા રાસોમાં નાના-નાના એકમ જોવા મળે છે. “ભ. બા. રાસમાં આવા એકમને “ઠવણ' (સં. સ્થાપન) કહેલ છે. કેટલાક રાસો અને ફાગુઓમાં “ભાસ' (સં. ભાષ) નામ પણ મળે છે, તો રેવંતગિરિરાસુમાં “કડવક' શબ્દ યોજાયો છે. આ બધા જ એકમો કોઈ અને કોઈ રાગમાં ગાવામાં આવતા હતા, સમૂહનૃત્તમાં, જ્યારે ભાલણથી તો જેનો સિદ્ધવત્ આરંભ થઈ ચૂક્યો હતો તેવાં ભિન્નભિન્ન રાગોમાં ગવાતાં કડવાબદ્ધ આખ્યાનોમાં, પ્રત્યેક કડવાને મથાળે કર્તાને હાથે યા ગાયક કે લહિયાને હાથે કોઈ અને કોઈ રાગ' નોંધવામાં આવતો જ હતો. “રાસયુગના આરંભ સમયમાં છેક ઓરિસ્સામાં રચાયેલા સંસ્કૃત ‘ગીતગોવિંદ'માં પ્રત્યેક પ્રબંધ' કિંવા “અષ્ટપદી' ઉપર “રાગ' અને