________________
૧૨૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
વસ્તુપાળ-તેજપાળના ગુરુ વિજ્યસેનસૂરિના ‘રેવંતગિરિરાસુ' (ઈ.૧૨૩૨ આસપાસ)માં, અત્યાર સુધીની પ્રાપ્ય કૃતિઓમાં, પ્રથમવા૨ ડવ શબ્દનો ટળ કે માસને સ્થાને પ્રયોગ મળે છે. આ પારિભાષિક શબ્દ મૂળમાં એક વિશિષ્ટ પરંપરાનો ખ્યાલ આપે છે. આનું મૂળ શોધવા આપણે સાહિત્યિક અપભ્રંશની રચનાઓ સુધી જવું પડે છે. અપભ્રંશમાં ચતુર્મુખ સ્વયંભૂએ ‘હિરવંશ’ અને ‘પઉમચરઉ' એ બે મોટાં કાવ્યોની રચના કરેલી મળે છે. વિશાળકાય આ કાવ્યો અપભ્રંશની પરિભાષા પ્રમાણે ‘સંધિકાવ્યો’ કહેવાતાં, અને એના સંધિ અનેક ‘કડવકો'માં વિભક્ત થતા. આ કડવકોનો મુખ્ય છંદ ‘પદ્મડી’ હતો અને જુદાજુદા ગ્રંથકર્તાઓએ કડવકમાં કડીની સંખ્યા વધતીઓછી પણ કરી છે. આવા એકમ’ને અંતે ધત્તા' આવતી તેના છંદમાં પણ વૈવિધ્ય જોવા મળે જ છે. એક સંધિમાં કેટલાં કડવક લેવાં અને સમગ્ર કાવ્યમાં કેટલા સંધિ લેવા એ ગ્રંથકારની મુનસફી ઉપર જ આધાર રાખતું હતું. તુલના કરીએ તો આ સંધિકાવ્યો તુલસીદાસના અવધી ભાષાના ‘રામચિરતમાનસ'ને મળતાં આવે. ‘રામચિરતમાનસ’ આવા જ પ્રકારનો ઉત્તર વિકાસ છે, જેમાં ચોપાઈઓ એ સોળ માત્રાનો મુખ્યત્વે ‘ચરણાકુળ' છંદ છે (જૂનો ‘પદ્ધડી’ પણ ૧૬ માત્રાનો જ છંદ છે) અને એવી ચારપાંચ ચોપાઈ પૂરી થતાં બરોબર ધત્તા'ની જેમ દોહરો’ આવે છે. આ પ્રકારનાં જૂનાં અપભ્રંશ કાવ્યો ગેય પ્રકારનાં હોવાં સંભવિત લાગતાં નથી, પરંતુ ‘રેવંતગિરિરાસુ’ને જોઈએ છીએ ત્યારે એનાં કડવાં પદ્ધડી’નાં નથી કે દરેક કડવાને અંતે કોઈ ધત્તા’ નથી. એનું પહેલું કડવું ૨૦ દોહરા'નું, ત્રીજું ૨૨ અર્ધ‘રોળા’નું, અને ચોથું દરેક અર્ધના પહેલા શબ્દ પછી તેમજ પહેલા અર્ધને અંતે ને ગેયતાપૂરક સાચવતું ૨૦ ‘સોરઠા'નું મળે છે; બીજું ષટ્પદી ૧૦ કડીઓનું કડવું છે, જેમાં પહેલાં બે ચરણ થોડી અનિયમિતતા બતાવે છે, પરંતુ આમ બાકીનાં ચારે ચરણો સહિત એ ‘કામિનીમોહન’ છંદનાં સમજાય છે. રાસક'ને અભિપ્રેત એવા છંદ ગેય સ્વરૂપમાં આ રાસ આમ આપે છે. આ પ્રકાર હવે એ પણ વસ્તુ બતાવે છે કે ‘રાસક'ની સાથે એક વિશિષ્ટ કાવ્યપ્રકાર પણ ગૂંથાઈ ગયો છે. ગેય નૃત્તાત્મક ઉપરૂપકોમાં ઉમેરા થતા રહ્યા છે તેવો એક ઉમેરો આચાર્ય હેમચંદ્રે ‘કાવ્યાનુશાસન'માં ઉમેર્યો છે તે ‘રાવ્ય 'નો
અહીં ધ્યાન દોરવું ઠીક થઈ પડશે કે ધનંજ્યના દર્શરૂપક'ની સં. ટીકાના લેખક, એના નાના ભાઈ ધનિકે ‘રૂપકાંતરો’માંના એક તરીકે ‘કાવ્ય’ને પણ ગણાવ્યું છે, જે ‘રાસક'ની સમાંતર જ સમજાય છે. આનાં મૂળ તો ખૂબ ઊંડે જાય છે. ‘ઉપરૂપકો'ની વાત કરતાં જ આચાર્ય અભિનવગુપ્તે પ્રાચીન એક નાટ્યશાસ્ત્રકાર ‘કાહલ'નો નામોલ્લેખ કરી ઉતારેલી કારિકામાં ‘કાવ્ય’ની વ્યાખ્યા આપી છે. આમાં લય, રાગો, અનેક રસો અને ઠીકઠીક ચાલે તેટલી કથા પણ હોય છે. એટલે આ
૫૮