________________
૧૨૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
છંદ, અને મિશ્રિત – આ પ્રમાણે ભિન્નભિન્ન રાગોમાં અને તાલોમાં ગવાતી જોવામાં આવે છે. વિષય તરીકે કૃષ્ણનો રાધા સાથેનો વિહાર રજૂ થયો છે. કવિએ એને ૧૨ સર્ગોનું એક હૃદયંગમ ખંડકાવ્ય બનાવી લીધું છે. એમાં કથાની સળંગસૂત્રતા છતાં એની મોટા ભાગની અષ્ટપદીઓ ગેય ઊર્મિકવિતાના રૂપમાં અનુભવાય છે. સંદેશક-રાસક' તો દૂતકાવ્ય છે. એમાં વિરહિણી દૂર દેશાવરમાં રહેતા પ્રિયતમને સંદેશો મોકલે છે, પરંતુ કવિએ છ ઋતુઓનું કમનીય વર્ણન વચ્ચે આપીને અને કાવ્યાંતે પ્રિયની પ્રત્યક્ષતા સાધી આપીને કાવ્યને પ્રાચીન પરિપાટીની દૃષ્ટિએ સાચું કાવ્ય બનાવી આપ્યું છે. ઉપરનાં બંને કાવ્યો શૃંગારરસની ભિન્નભિન્ન કોટિઓને સાચવી રાખનારાં કાવ્ય છે ત્યારે “ભરતેશ્વર-બાહુબલિરાસ વીરરસને મૂર્ત કરી આપતું નિર્વેદાંત કાવ્ય છે અને ઉત્તરકાલીન રાસકાવ્યોમાંના કથાત્મક કાવ્યતત્ત્વનું પ્રતિનિધિત્વ આપે છે. આ છેલ્લું ભિન્નભિન્ન ગેય દેશીઓમાં છે; બેશક, વચ્ચેવચ્ચે વસ્તુ' છંદનો પ્રયોગ પણ કરી લીધો છે. કવિએ ૧૫ “દોઢી'માત્રા ૧૬+૧૬+૧૩)નો પ્રયોગ કર્યો છે, જે આ પૂર્વેની વજસેનસૂરિના “ભરતેશ્વર બાહુબલિ-ઘોર (આરંભની ૧૦ કડીઓ)માં છે તેવા પ્રકારની છે. આ બે કૃતિઓની પૂર્વે આવી કોઈ દોઢી' જાણવામાં આવી નથી. “ભ. બા. રાસમાં આ પછી “વસ્તુછંદની બે કડી આપી ૧૪ ઇવણિ' (સં. સ્થાપના)ઓમાં વચ્ચે “વસ્તુ' છંદ પ્રયોજી કાવ્ય બાંધ્યું છે. ‘ઠવણિઓ’ સ્પષ્ટપણે ગેય રચનાઓ છે. પહેલી “ઠવણિ (કડી ૧૯-૪૨) પ્રત્યેક અર્ધને અંતે તું ગેયતાપૂરક સાથે દોહરામાં છે. અહીં એ નોંધવું જોઈએ કે “સંદેશકરાસકમાં દોહા ઠીકઠીક છે, પણ એને ગેયતાનો ઘાટ અપાયો જોવા મળતો નથી. કાલિદાસના વિક્રમોર્વશીય' (અંક ૪થા)માં “દોહા'ની ધ્રુવાઓ (૭મી વગેરે) મળે જ છે. “ઠવણિ’ બીજી કાંઈક અનિયમિતતાથી પ્રત્યે અર્ધને અંત પ ગેયતાપૂરક સાથે (કડી ૪૩-૭૬) સોરઠાની છે. છેલ્લી ઠવણ ૧૪મી પણ “સોરઠાની છે, પણ એમાં પ્રથમ અધત “', તો એ ઉપરાંત પ્રત્યેક અર્ધના આરંભના શબ્દ પછી રેવંતગિરિરાસુના ૪થા કડવાની જેમ જ ' ઉમેરાયો છે. આ પૂર્વે ભ. બા. ઘોર' માં (કડી ૧૨થી છેલ્લી ૪૮ સુધી) સોરઠો” પ્રયોજાયો છે. આ બેઉ સ્થળોનો પ્રયોગ ગેયતાની દષ્ટિએ થયો છે. ભ. બા. રાસમાં “ચરણાકુળ-ચોપાઈના મિશ્રણવાળી, આરંભમાં ધુવા-કડી સાચવતી ‘ઠવણિઓ’ ૩,૪,૫,૭,૯ છે, અને ધુવા'ની કડી ન હોય તેવી ૬,૮,૧૩ એ “ઠવણિઓ' છે. આ પણ સ્પષ્ટ રીતે આમ ગેય છે. ઇવણિ ૧૦-૧૧ “કાવ્ય' કિંવા રોળા' છંદની છે. આ છંદ પણ ગેય છે. આ પૂર્વેની કોઈ ગેય કૃતિઓમાં આ છંદ જોવા મળ્યો નથી. ધ્યાન ખેંચે તે “ભ. બા. રાસ'ની ૧૨મી વણિ' છે. ‘હિવે સરસ્વતી થડન' એવે મથાળે ૧૪૪, ૧૪૬, ૧૪૮, ૧૫૦, ૧૫ર એ પાંચ કડી પ્રત્યેક ચરણ ચોપાઈ+દોહરાનું