________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૪૧
અનેક પર સંઘો બોલાવ્યા હતા.
આ પૂર્વે ગુર્જર દેશમાં કુમારપાળ રાજા થયેલો તેણે સૌરાષ્ટ્રના દંડાધિપતિ તરીકે શ્રીમાળી કુળના અંબની નિમણૂક કરી હતી, જેણે ગિરનાર પર ચડવાની પાજ બંધાવી હતી. એમાં ઠેરઠેર પરબ બેસાડી હતી. આ ઈ.૧૧૬૪માં થયેલું. અહીં દક્ષિણ દિશામાં લાખારામનું સ્થાન. આ પૂર્વે શ્રી જયસિંહદેવ રાજા થયો હતો, જેણે રાઉ ખેંગારને મારી સજ્જન મંત્રીને સૌરાષ્ટ્રના દંડાધિપતિ દરજે નીમ્યો હતો. એ સજ્જને નેમિજિનેંદ્રનું નવું મંદિર બનાવડાવ્યું હતું. ત્યાં માળવાના ભાવડશાહે સોનાનું નગારખાનું બનાવડાવી આપ્યું હતું.
એકવાર કાશમીર દેશથી સંઘ આવ્યો હતો તેના આજિઉ અને રતન વગેરે શ્રાવકોએ શ્રી નેમિનાથને અત્યંગ સ્નાન કરાવતાં નેમિ બિંબ ગળી ગયું હતું, તેથી સંઘાધિપતિએ પશ્ચાત્તાપપૂર્વક ૨૧ ઉપવાસ કર્યા ત્યારે અંબિકાદેવી પ્રસન્ન થયાં, અને બીજા બિંબની મંદરિમાં પ્રતિષ્ઠા કરાવવામાં આવી. આગળ જતાં ત્યાં વસ્તુપાલે ઋષભદેવ મંદિર અને તેજપાલે નેમિનાથ મંદિર બંધાવ્યું. દેપાલ મંત્રીએ વિશાલ ઈંદ્રમંડપનો સમુદ્ધાર કર્યો. છેલ્લા કડવામાં કવિ મધુર શબ્દોમાં અંબિકામાતાના રમ્ય દેવાલયનો ખ્યાલ આપે છે. ત્યાં યાત્રીઓ કેવો આનંદ લે છે, ભિન્નભિન્ન દેરાસરમાં જઈ દર્શનથી કેવી તૃપ્તિ અનુભવે છે, વગેરે ગીતના રૂપમાં રજૂ કરે છે. ગ્રંથકારનો ભાષા ઉપર તો કાબૂ છે જ, ઉપરાંત વર્ણનોમાં પણ સાદા અલંકારો પ્રસંગવશાત્ રજૂ કરી આપે છે :
જિમ જિમ ચડઇ તડિ કડણિ ગિરિનારહા તિમ તિમ ઉડઈ જણ ભવણ સંસારહા જિમ જિમ સેઉજલું અગ્નિ પાલાએ તિમ તિમ કલિમલુ સહેલું ઓટ્ટએ ||રા જિમ જિમ વાયઈ વાઉ તિહ નિર્ઝાર-સાયલા તિમ તિમ ભવદુહદાહો તફખણિ તુટ્ટ) Nali° જાઈ કુંદુ વિહસતો જે સુસુમિતિ સંકુલ
દિસઈ દસ દિસિ દિવસો કિરિ તારામંડલું પાત્ર જેિમજેમ મનુષ્ય ગિરનારની કરાડો ઉપર ચડતો જાય છે તેમતેમ સંસારમાંની એની લૌકિક સ્થિતિ દૂર થતી જાય છે, જેમજેમ આગળ જતાં પરસેવો થવા લાગે છે તેમતેમ બધો કલિમલ દૂર થતો જાય છે. જેમજેમ ઝરણાંઓથી શીતળ થયેલો પવન વાય છે, તેમતેમ સંસારનાં દુઃખોની આગ એ જ સમયે તૂટી જાય છે. ફૂલોથી ભરેલાં ભાઈ અને મોગરા હસતાં દેખાય છે, તે જાણે દસે દિશાએ તારામંડલ દિવસે ન દેખાતું હોય!