________________
૧૪૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
વિજયસેનસૂરિએ કરી છે. કર્તા જણાવે છે તે પ્રમાણે સમૂહમાં રમવાને માટે એક નૃત્ત પ્રકારની ગેય રચના તરીકે) આ “રાસની રચના કરવામાં આવી છે. કવિ ચાર કડવ' (અનુક્રમે ૨૦, ૫૦, ૩૨, ૨૦ કડીઓ)માં કાવ્ય વિસ્તારે છે. આમાં પહેલું કડવ' દોહરામાં, ત્રીજું “કડવ” “રોળા’નાં અડધિયામાં કડીઓના આંક આપી, ચોથું કડવું મોટે ભાગે બેઉ અડધિયામાં પ્રથમના શબ્દ પછી અને દરેક અડધિયાને અંતે પણ ગેયતા માટે કાર ધરાવતા સોરઠાઓમાં, જ્યારે બીજું કડવું જરા વિચિત્ર છે. કોઈ ખાસ પ્રકારનો ઢાળ બદલતા છંદે ચોક્કસ પ્રકારના પલટા લેતો હોય તેવો જણાય છે, બધી જ કડીઓ દસે દસ એકસરખી નથી. સંભવ છે કે પાઠમાં ભ્રષ્ટતા પણ દાખલ થઈ ગઈ હોય, અને તેથી દરેક કડીના આરંભમાં બાવીસ માત્રામાં બબ્બે ચરણ આવે છે, જે દસમી કડીમાં છેલ્લાં બે ચરણોના રૂપમાં દેખાય છે. પછીનાં ચારચાર ચરણ ઝૂલણા'ના પ્રથમ વીસ માત્રાના ટુકડાનું રૂપ આપે છે. જેમ પૂર્વેનો આબુરાસ આબુ ઉપરના જિનમંદિરની સ્થાપનાને લક્ષ્ય કરી તેજપાળની પ્રશસ્તિનો છે તેવી જ રીતે આ “રેવંતગિરિ રાસુ રેવતક(=ગિરનાર)જ ઉપરનાં તેજપાળ વગેરેનાં કાર્યોને બિરદાવવા રચાયેલો છે. ગ્રંથકાર કાવ્યના આરંભમાં સૌરાષ્ટ્ર દેશની પ્રશસ્તિ કરતાં જણાવે છે કે –
ગામાગરપુરવણગહણસરિ સરવરિ સુપએસ
દેવભૂમિ દિસિ પચ્છિમહ મણહરુ સોરઠ દેસુ રા" ગામો, ખાણો, પુરો, વનો, ગહન નદીઓ અને સરોવરોથી શોભી ઊઠતા
પ્રદેશોવાળો દેવભૂમિરૂપ મનોહર સોરઠદેશ પશ્ચિમ દિશામાં આવેલો છે.) અહીં રેવંતગિરિ અને એની પર નેમિકુમારનું દેવાલય આવેલું છે. દેશદેશાંતરમાંથી સંઘ યાત્રા માટે અહીં આવે છે. પોરવાડના કુળની શોભારૂપ, આસારામનો પુત્ર વસ્તુપાલ ઉત્તમ મંત્રી છે અને એનો ભાઈ તેજપાલ છે. એ સમયે ધોળકામાં ગુર્જરધરાના અગ્ર ભાગમાં વરધવલદેવ રાજા હતો. બંને ભાઈઓએ વિષમ પ્રદેશને સમ કરી નાખ્યો હતો. નાયલગચ્છના વિજયસેનસૂરિના ઉપદેશથી બંને ભાઈઓએ ધર્મમાં દઢ ભાવ ધારણ કર્યો હતો. તેજપાલે ગિરનારની તળેટીમાં ગઢ મઢ અને પરનોવાળું તેજલપુર નામનું ગામ વસાવ્યું હતું. ત્યાં આસારાય-વિહારમાં પાર્શ્વનાથનું મંદિર અને પોતાની માતાના નામ ઉપરથી કુમારસરોવર બનાવ્યું હતું. તેજલપુરની પૂર્વ દિશામાં ઉગ્રસેનગઢ દુર્ગમાં ઋષભદેવ વગેરેનાં મંદિરો બનાવ્યાં હતાં. બીજાં કાર્ય કરાવ્યાં હતાં. અહીં યાત્રીઓ ગિરિદ્વારે આવતાં હતાં, જ્યાં સુવર્ણરેખા નદીના કાંઠા ઉપર પાંચમા હરિ દામોદરનું ભવ્ય મંદિર હતું. ઉજિજલ (=ઉર્જયંત) પર્વતની તળેટીમાં ધાર્મિક જનોનો ઉત્સાહ માતો નહોતો. કાલમેઘાંતરના માર્ગ ઉપર વસ્તુપાળે