________________
રાસ અને શગુ સાહિત્ય ૧૩૯
સંઘો યાત્રા કરવા આવે છે ત્યાં બીજું નેમિનાથનું દેવાલય છે. ગુજરાતની ધુરાનો સમુદ્ધાર કરનાર લવણપ્રસાદ કરીને રાજવી છે, જેણે સુલતાનને હંફાવ્યો હતો, એને વિરધવલ નામનો પ્રતાપી પુત્ર છે.
સોલંકિ કુલ-સંભમિઉ સૂરઉ જગ જસુ વાઉ! ગૂજરાત-ધુર-સમુદ્ધરણું રાણઉ લૂણપસાઉ ||૧૧|| પરિબળુ દલ જો ઓડવએ જિણિ પેલિઉ સુરતાણા રાજ કરઈ અન્નય તણઓ જાસુ અંગજિઉ માણું ||૧૨ા લુણસા-પત્ત જુ વિરધવલો રાણી અરડક-મલ્લા
ચોર ચરાડિહિ આગલઓ રિપુરાયહ ઉર સલ્લુ /૧વાર એને વસ્તુપાળ નામનો મંત્રી હતો. એનો ભાઈ તેજપાળ. એ બંનેએ નવું દેવાલય કરાવ્યું અને અનેક સ્થળે તીર્થકરોનાં બિંબ પધરાવ્યાં. એણે પૃથ્વી ઉપર મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો; નવાણ અને સદાવ્રતો બંધાવ્યાં. શેત્રુંજા પર્વત ઉપર તળાવ ખોદાવ્યું. વાઘેલા રાજા એમને બહુ માન આપે છે. એક વાર મહેતા તેજપાલે વિચાર્યું કે આબુ ઉપર તીર્થ કરી ત્યાં જિનમંદિર કરાવું. એ માટે ઉદલ નામના ઠાકોરને ચંદ્રાવતીના રાજા સોમની પાસે મોકલ્યો. રાજાએ આજ્ઞા આપી અને આબુ ઉપર મોટો મેળો ભરાયો. મહાજનની સાથે ઉદલ આબુ ઉપર દેલવાડા ગયો અને ત્યાં જમીન પસંદ કરી. હવે શોભનદેવ નામના સૂત્રધારને તેજપાલે આજ્ઞા આપી અને વિમલશાના મંદિરની ઉત્તર બાજુ મંદિરનું કામ શરૂ કરાવવામાં આવ્યું. રૂપાની ભારોભાર આરસ મંગાવી એનો મંદરિમાં ઉપયોગ કરવામાં આવ્યો. સરોવરના કાંઠે આમ જિનમંદિર ઊભું કરવામાં આવ્યું. જિનબિંબ ખંભાતમાં બનાવડાવવામાં આવ્યું તે ત્યાંથી તેજપાલ છઠે દિવસે દેલવાડે લઈ આવ્યો. જોશીને બોલાવી, ઉત્તમ મુહૂર્ત જોઈ બિંબની પ્રતિષ્ઠા કરાવી. એ વખતે પાટણનો સંઘ પણ હાજર હતો. ઇ.૧૨૩૦(સં.૧૨૮૬)ની ચૈત્ર કૃષ્ણ ત્રીજને દિવસે પ્રતિષ્ઠા થઈ. ત્યાં અનેક ઉત્સવ થયા. ત્યાં મંદિરમાં પિતા આસરાજ અને માતા કુમારદેવીની મૂર્તિઓ પણ મૂકવામાં આવી. અનેક ધનિકોએ અનેક ભેટો આપી.
આમ એક ઐતિહાસિક પ્રસંગને સાદી ભાષામાં કવિએ મૂર્તિ કર્યો છે. ઈ.૧૨૩૦માં આ પ્રસંગ બન્યો હોઈ એના પછી તરતમાં જ આ “રાસની રચના થઈ સ્વીકારવામાં બાધ નથી. આ રાસથી એક વાત સ્પષ્ટ થાય છે કે “ગૂર દેશ' અને ગુજરાતની હવે આ સંજ્ઞાઓ ઉત્તર ગુજરાતના “સારસ્વત મંડલને માટે રૂઢ થઈ ચૂકી હતી. આવો જ બીજો ઐતિહાસિક મૂલ્ય ધરાવતો રેવંતગિરિરાસુ (ઈ.૧૨૩૨ આસપાસ) છે. જેની રચના કાવ્યાંતે જણાવ્યા પ્રમાણે વસ્તુપાળ-તેજપાળના સમકાલીન