________________
રાસ અને ક્ષગુ સાહિત્ય ૧૪૩
શંકા રહે છે કે પાછલા બે છપ્પા ચંદના નહિ હોય. આ રાસાનું પ્રાચીન સ્વરૂપ ઉપલબ્ધ નથી. એ મળે તો એક નમૂનેદાર ઐતિહાસિક કાવ્ય મળી રહે; ભાષાની દૃષ્ટિએ પણ એ ખૂબ જ ઉપયોગી થઈ પડે, એ પુરાતન-પ્રબંધસંગ્રહ'માંના નમૂનાઓથી પણ સમજી શકાય એમ છે. આમ છતાં આ રાસો પૃથુરાજના સમયમાં રચાયો હશે એમ કહી ન શકાય.
ઈ. ૧૨૪૪ આસપાસ રચાયેલો કોઈ ઠેલ્હણ-કૃત ‘ગજ-સુકુમાલરાસ' કોઈ દેવેંદ્રસૂરિના કહેવાથી રચવામાં આવ્યો હતો. ૩૪ કડીના આ નાના ગેય રાસમાં ગજસુકુમાલનું સંક્ષિપ્ત ચરિતમાત્ર બાંધવામાં આવ્યું છે. છંદોની દૃષ્ટિએ જોતાં એકી કડીઓ ૨૪ માત્રાની દ્વિપદીની અને બેકી કડીઓ ચરણાકુલનાં ૪-૪ ચ૨ણોની છે. કથાવસ્તુ આવું છે : દ્વારકામાં શંખ-ચક્ર-ગદા-પદ્મધારી કૃષ્ણ દેવેંદ્રની જેમ પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. એમનાં માતા-પિતા વસુદેવ-દેવકીને ત્યાં જુગલિયા ત્રણ મુનિઓ આવતા. તેમને જોઈ દેવકી વિચારતાં કે આવા પુત્ર હોય તે માતા ખરેખર ધન્ય છે. એના મનમાં એમ પણ આવે છે કે મારા છ પુત્રોને કંસે મારી નાખ્યા છે તેથી તો આ છ મુનિઓ તરફ મારું ખેંચાણ નહિ થતું હોય ને! આ છ મુનિઓ દ૨૨ોજ પોતાને ત્યાં આવતા હોઈ દેવકી નેમિકુમારને પૂછે છે તો જવાબ મળે છે કે એકસરખા રૂપવાળા એ છયે ભાઈઓ છે. દેવકીને થયું કે આવો પુત્ર મને થાય તો સારું. એ માટે નેમિકુમાર પાસે વ્રત લીધું ને કામના પૂર્ણ થઈ. જન્મેલા કુમારનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. પૂર્વ ભવના સંસ્કારે કુમારને નાની ઉંમરે જ વિરક્તિ હતી અને પરણવાની એણે ઇચ્છા બતાવી નહોતી, છતાં યુવાનવયે એનાં લગ્ન થયાં અને દેવકીના મનોરથ પૂરા થયા. પરંતુ પછી મોહ ઉપર વિજય મેળવી કુમારે નેમિનાથ પાસે જઈ પ્રવ્રજ્યા લીધી અને દ્વારકા નજીકના સ્મશાનમાં જઈ તપશ્ચર્યા આદરી માથા ઉપર સળગતા અંગારા મૂકી આકરી તપશ્ચર્યા કરી અને અંતે મોક્ષ પામ્યા. ગ્રંથકારે છેલ્લી બે કડીમાં દેવેંદ્રસૂરિની પ્રેરણા નોંધીને અને કથાની ફલશ્રુતિ આપી પદ્મગ્રંથ પૂરો કર્યો છે. ગ્રંથકાર ક્વચિત્ ઉપમા જેવા અલંકારને નિરૂપી લે છે :
નરિહિ રજ્જુ કરેઇ કન્તુ નિરંદૂ નરવઇ મંતિ સણાહો જિવ સુરગણિ ઈંદૂ પા તાસુ જણ વસુદેવો વર રૂવનિહાણૂ। મહિયલિ પયડ-પયાવો રિઉ-ભડ-તમ-ભાગૢ ||||૧૦૩
[જે પ્રમાણે દેવોના ગણમાં ઇંદ્ર છે તે પ્રમાણે રાજવીઓ અને મંત્રીઓથી સનાથ કૃષ્ણ રાજા ત્યાં દ્વારકામાં રાજ્ય કરે છે. એના ૫૨મ રૂપવાન, પિતા વસુદેવ શત્રુ યોદ્ધાઓરૂપી અંધકાર તરફ સૂર્ય જેવા પ્રગટ પ્રભાવવાળા હતા.