________________
૧૪૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
આવાં કેટલાંય સ્થાન જોવા મળે છે. ચોથું કડવું એનું સારું ઉદાહરણ પૂરું પાડે છે.
આ વિજયસેનસૂરિ નાયલાના–દ્ર) ગચ્છના અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય હતા અને વસ્તુપાળ-તેજપાળના માર્ગદર્શક ગુરુ હતા. ઈ.૧૨૩રમાં ગિરનાર ઉપરનું નેમિનાથ મંદિર બંધાવવાનો એમણે તેજપાલને ઉપદેશ આપ્યો હતો એટલે એ પછી તરતમાં આ રાસની રચના એમણે કરી સમજાય છે. ૯
ચંદ બરદાઈને નામે ઉલ્લિખિત થયેલો પ્રથીરાજરાસો'પૃથુરાજરાસો) તો લગભગ મહાભારતની શ્લોકસંખ્યાને પહોંચી જાય તેવી મહાન રચના છે. આ સમગ્ર પાઠ જૂનો નથી, પરંતુ પાંચેક હજાર કડીઓની એક લઘુ વાચનામાં કેટલુંક જુનવાણી તત્ત્વ જળવાઈ રહ્યું છે. આ નાની રચના પણ ખરેખર પૃથુરાજ ચૌહાણના સમકાલીન કહેવાતા ચંદ બરદાઈની છે કે પાછળથી આ નામ જોડી દેવામાં આવ્યું છે એ સિદ્ધ કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. ભાટ-ચારણોએ રાજાઓની બિરદાવળીઓ ગાવા પ્રાકૃત-અપભ્રંશનો ભાસ કરાવે તેવી ઊભી કરેલી કૃત્રિમ ભાષાનો – જે પાછળથી ડિંગળ'ના નામે પ્રસિદ્ધ થઈ છે તેનો એક સબળ નમૂનો પૃથુરાજરાસો' છે. આની લઘુવાચના પણ જો ખરેખર પૃથુરાજ ચૌહાણના સમય પછી નજીકમાં જ સધાઈ હોય તો આ કાવ્ય ડિંગળનો સૌથી જૂનો નમૂનો કહી શકાય. પૃથુરાજ ચૌહાણનું મૃત્યુ અંદાજે ઈ. ૧૧૯૩માં થયું તે સમય પછી કોઈએ આ કાવ્યની રચના કરી છે.)
જે સમયે ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશમાં મારવાડ અને ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર સાહિત્ય રચાયે જતું હતું તે સમયે ડિંગળમાં આ રચના થઈ હોય તો એ અસંભવિત નથી. અનેક ભિન્નભિન્ન માત્રામેળ છંદોમાં આ ઐતિહ્યમૂલક કાવ્ય રસ અને અલંકારોથી પણ સમૃદ્ધ બની રહ્યું છે. ચંદબલિદ્દ ભટ્ટના કહેલા ચાર છપ્પા સ્વતંત્ર રીતે જાણવામાં આવ્યા છે, જેમાંના બે પૃથુરાજને ઉદ્દેશીને અને બે જયચંદ્ર રાઠોડને ઉદ્દેશીને છે, એ ઉપરથી એટલું સ્પષ્ટ છે કે જૂના(સંસ્કૃત) પ્રબંધલેખકોને પૃથુરાજ જયચંદ્ર-ચંદની સમકાલીનતા અભિપ્રેત છે. આ ચારે છપ્પા એની પ્રથીરાજરાસો' નામની રચનામાં હોવાની શક્યતાને ટાળી શકાય નહિ. પુરાતનપ્રબંધસંગ્રહમાં સંગૃહિત પૃથ્વીરાજપ્રબંધમાં, પૃથુરાજનો મંત્રી બકઈબાસ' દગો ખેલી રહ્યો છે એવું જાણતાં એની હત્યા કરવાનો પૃથુરાજે હુકમ કર્યો, પણ એ બચી જતાં એ વિશે ચંદ બે છપ્પા કહે છે. છપ્પાઓની ભાષા કેટલેક સ્થળે અસ્પષ્ટ છે
આ છપ્પાઓમાં ચંદ બલિદ્દિઉં', “ચંદ બલિદુ એવી છાપ મળે છે. જયચંદ્રને કહેલા બેઉ છપ્પાઓમાં જલ્ડ કઈ અને સુકવિ બ(જીલ્ડ એવી છાપ છે. એટલે