SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ આવાં કેટલાંય સ્થાન જોવા મળે છે. ચોથું કડવું એનું સારું ઉદાહરણ પૂરું પાડે છે. આ વિજયસેનસૂરિ નાયલાના–દ્ર) ગચ્છના અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિના શિષ્ય હતા અને વસ્તુપાળ-તેજપાળના માર્ગદર્શક ગુરુ હતા. ઈ.૧૨૩રમાં ગિરનાર ઉપરનું નેમિનાથ મંદિર બંધાવવાનો એમણે તેજપાલને ઉપદેશ આપ્યો હતો એટલે એ પછી તરતમાં આ રાસની રચના એમણે કરી સમજાય છે. ૯ ચંદ બરદાઈને નામે ઉલ્લિખિત થયેલો પ્રથીરાજરાસો'પૃથુરાજરાસો) તો લગભગ મહાભારતની શ્લોકસંખ્યાને પહોંચી જાય તેવી મહાન રચના છે. આ સમગ્ર પાઠ જૂનો નથી, પરંતુ પાંચેક હજાર કડીઓની એક લઘુ વાચનામાં કેટલુંક જુનવાણી તત્ત્વ જળવાઈ રહ્યું છે. આ નાની રચના પણ ખરેખર પૃથુરાજ ચૌહાણના સમકાલીન કહેવાતા ચંદ બરદાઈની છે કે પાછળથી આ નામ જોડી દેવામાં આવ્યું છે એ સિદ્ધ કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. ભાટ-ચારણોએ રાજાઓની બિરદાવળીઓ ગાવા પ્રાકૃત-અપભ્રંશનો ભાસ કરાવે તેવી ઊભી કરેલી કૃત્રિમ ભાષાનો – જે પાછળથી ડિંગળ'ના નામે પ્રસિદ્ધ થઈ છે તેનો એક સબળ નમૂનો પૃથુરાજરાસો' છે. આની લઘુવાચના પણ જો ખરેખર પૃથુરાજ ચૌહાણના સમય પછી નજીકમાં જ સધાઈ હોય તો આ કાવ્ય ડિંગળનો સૌથી જૂનો નમૂનો કહી શકાય. પૃથુરાજ ચૌહાણનું મૃત્યુ અંદાજે ઈ. ૧૧૯૩માં થયું તે સમય પછી કોઈએ આ કાવ્યની રચના કરી છે.) જે સમયે ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશમાં મારવાડ અને ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર સાહિત્ય રચાયે જતું હતું તે સમયે ડિંગળમાં આ રચના થઈ હોય તો એ અસંભવિત નથી. અનેક ભિન્નભિન્ન માત્રામેળ છંદોમાં આ ઐતિહ્યમૂલક કાવ્ય રસ અને અલંકારોથી પણ સમૃદ્ધ બની રહ્યું છે. ચંદબલિદ્દ ભટ્ટના કહેલા ચાર છપ્પા સ્વતંત્ર રીતે જાણવામાં આવ્યા છે, જેમાંના બે પૃથુરાજને ઉદ્દેશીને અને બે જયચંદ્ર રાઠોડને ઉદ્દેશીને છે, એ ઉપરથી એટલું સ્પષ્ટ છે કે જૂના(સંસ્કૃત) પ્રબંધલેખકોને પૃથુરાજ જયચંદ્ર-ચંદની સમકાલીનતા અભિપ્રેત છે. આ ચારે છપ્પા એની પ્રથીરાજરાસો' નામની રચનામાં હોવાની શક્યતાને ટાળી શકાય નહિ. પુરાતનપ્રબંધસંગ્રહમાં સંગૃહિત પૃથ્વીરાજપ્રબંધમાં, પૃથુરાજનો મંત્રી બકઈબાસ' દગો ખેલી રહ્યો છે એવું જાણતાં એની હત્યા કરવાનો પૃથુરાજે હુકમ કર્યો, પણ એ બચી જતાં એ વિશે ચંદ બે છપ્પા કહે છે. છપ્પાઓની ભાષા કેટલેક સ્થળે અસ્પષ્ટ છે આ છપ્પાઓમાં ચંદ બલિદ્દિઉં', “ચંદ બલિદુ એવી છાપ મળે છે. જયચંદ્રને કહેલા બેઉ છપ્પાઓમાં જલ્ડ કઈ અને સુકવિ બ(જીલ્ડ એવી છાપ છે. એટલે
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy