________________
૧૩૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
સંયમવ્રત લેવાનો નિ૨ધા૨ કરે છે. એની માતા સંમતિ આપતી નથી તેથી એ મૌનવ્રત ધારણ કરી રહે છે. રાણી એને સમજાવવાને માટે દૃઢધર્મા નામના શ્રાવકને પ્રેરણા કરે છે. એની સમજાવટથી શિવકુમાર નિયમવ્રતોનું પાલન કરતો સંસારનાં કર્મબંધન તોડી, બાર વર્ષને અંતે આયુ પૂર્ણ કરી દેવલોક સિધાવે છે. એવી ભવિષ્યવાણી પણ થાય છે કે શિવકુમારનો આત્મા ઋષભદત્ત શ્રેષ્ઠીની ધારિણી નામની પત્નીમાં જંબુકુમા૨ તરીકે અવત૨શે. એ પ્રમાણે જંબુકુમારનો જન્મ થાય છે, પણ પૂર્વ ભવના સંસ્કારને લઈ બચપણથી જ એ બ્રહ્મચર્યવ્રતને વળગી રહે છે. ઉંમરલાયક થતાં માતા-પિતાના આગ્રહથી કુમારને લગ્ન તો કરવાં પડે છે, પરંતુ લગ્ન પછી પોતાની આઠે પત્નીઓને એ પહેલી રાતે જ ઉપદેશ આપે છે. બરોબર એ જ સમયે પ્રભવ નામનો ચો૨ મકાનમાં ખાતર પાડવા દાખલ થાય છે. સાથેના પાંચસો સાથીદારો સાથે પ્રવેશ કરતાં જ પેલો ઉપદેશ સાંભળી સ્થિર થઈ રહે છે. પ્રભવ જંબુકુમાર પાસે પોતાની વિદ્યાઓના બદલામાં થંભણી' વિદ્યા માગે છે. બંને વચ્ચે ચર્ચા થાય છે, પછી પત્નીઓની સાથે પણ ચર્ચા થાય છે. અંતે આઠે પત્ની અને માબાપ જંબુકુમાર સાથે દીક્ષા લેવાનું નક્કી કરી સ્વજનોની રજા લેવા ઘર ભણી જાય છે. બધાં આવી જતાં અંતે આ બધાં દીક્ષા લઈ સંયમવ્રતથી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાની પછી પ્રભવને પટ્ટધર બનાવી જંબુસ્વામી સિદ્ધિ પ્રાપ્ત કરે
છે.
‘આબુરાસ’ – કવિ સૂચવે છે તે પ્રમાણે નેમિજિણંદહ રાસો'/ નેમિનેિંદ્રરાસ' · માત્ર પંચાવન કડીઓની નાની રાસકૃતિ છે. કાવ્યકર્તાનું નામ પાલ્હણ' કે “પાલ્હણપુત' સમજાય છે અને ૨ચના ઈ.૧૨૩૩ની છે, જે (સં.૧૨૮૯ના)વસંત માસ' એટલે ચૈત્ર માસમાં ‘રંભાઉલુદીહ' – પહેલે દિવસે – પૂરી થઈ છે. ‘ઠવર્ણિ’ અને ‘ભાસા’ એવા એક પછી એક ટુકડા - એવી રીતે કે ઠણિ ‘ચરણાકુલ-ચોપાઇ’માં તો ‘ભાસા’ દોહરા વગેરે અન્ય છંદોમાં આ રચના થયેલી છે. ૯૨ વણીઓ – કડી ૧-૯, ૧૪-૧૯, ૨૪-૨૭, ૨૯-૩૧, ૩૬-૪૦, ૫૧-૫૫... ૧૦-૧૩, ૨૦૨૩, ૨૮(આ કડી અશાત છંદની), ૩૩-૩૫, ૪૧
ભાસા
૫૦ (આ દસ કડીઓ ‘રોળા’નાં અર્ધ છે.)
ગ્રંથકાર આરંભમાં જણાવે છે તે પ્રમાણે આ નેમિજિવેંદ્રરાસ’ છે, પરંતુ એમાં નેમિનાથનું કથાનક નથી, પરંતુ આબુ ઉપર નેમિનાથનું દેરાસર કરવામાં આવેલું એનો માત્ર આછો ઇતિહાસ છે. ગુર્જર દેશમાં ચંદ્રાવતી નામે નગરી છે, જ્યાં સોમ રાજા રાજ્ય કરે છે. એના રાજ્યમાં આબુ પર્વત છે, જેના ઉપર બાર ગામ વસેલાં છે. ત્યાં અચલેશ્વર અને બાલકુમારી શ્રીનાં સ્થાન છે. આ સ્થલ નજીક વિમલશાએ બંધાવેલું ઋષભજિનેંદ્રનું દેવાલય છે. નજીકમાં જ અંબાદેવીનું સ્થાન છે, જ્યાં અનેક
-
-