________________
૧૩૬ - ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
કડીનાં બેઉ અડધિયાં દોહરાના વિષમપાદ + ચરણાકુલના ચરણ(૧૩+૧૬)નાં, અડધિયાંને અંતે બેઉ અડધિયાંના પ્રાસ મળે એમ અપાયાં છે. આ રચના જરૂર ગેય પ્રકારની છે, પરંતુ દરેક કડીએ ચરણાકુલનાં પ્રથમનાં બેઉ ચરણ ધ્રુવાનું કામ સારતાં હોય અને પછીનાં બે અડધિયાંને અંતે બેઉ અડધિયાં તાલ પલટે ગવાતાં હોય. આવી છંદોરચના આ પૂર્વે હજી જોવામાં આવી નથી. કાવ્યની દૃષ્ટિએ આમાં કશું જ નથી. નર્યો ઉપદેશ જોવા મળે છે, જેમાં ભિન્નભિન્ન પ્રકારની માનવ-પ્રકૃતિ અને ભિન્નભિન્ન પ્રકારનાં સારાંમાઠાં ફળોનો ખ્યાલ મળે છે. એ અંગે બલિરાજા, બાહુબલિ, હરિશ્ચંદ્ર રાજા, દશરથ, લક્ષ્મણ, રામ, રાવણ, ભરતેશ્વર, માંધાતા, નલ, સાગર, કૌરવ-પાંડવો, કૃષ્ણ વગેરે સૌ ગયા, એ બતાવી તીર્થંકરોની આરાધના કરવાનું કવિ જણાવે છે. ઐતિહાસિક પુરુષોમાં વિક્રમ, જ્યસિંહ(જેસલ) સિદ્ધરાજનો પણ નિર્દેશ કરે છે, તો શહેરોમાં પાટલિપુત્ર, અણહિલપુર, ઉજેણી, વારાણસી, થંબણ(ખંભાત), સંખેસર, ચારોપપુર, નાગદ્રહ, લવર્ધી(લોદી), જાલોર, અને સેજકપુર એ નગરો-ગામો-સ્થાનોનો પણ ઉલ્લેખ થયેલો છે. આટલી રાસની ઐતિહાસિક ઉપયોગિત ખરી.
કવિનો ‘આસગુ’ છાપવાળો બીજો ૩૫ કડીનો નાનો ચંદનબાલા૨ાસ' છે. છંદઃપદ્ધતિ જીવદયારાસ'ના પ્રકારની જ છે; પહેલી કડી બે અડધિયાંની, જ્યારે બાકીની ૩૪ કડીઓમાં પ્રથમ ચરણાકુલનાં બે ચરણો અને પછી પૂર્વના પ્રકારનાં જ અડધિયાં. ધર્મકથાનકનો પ્રકાર આપતા આ પદ્યગ્રંથમાં આ પ્રકારનું વસ્તુ સચવાયેલું છે. ભરતક્ષેત્રમાં આવેલી ચંપાનગરીમાં દધિવાહન રાજા અને ધારિણી રાણી છે, જેમને એક પુત્રી જન્મે છે. એના સમયમાં કૌશાંબીમાં શ્રેણિક નામનો રાજા હતો. આ શ્રેણિકે એકવાર ચંપાનગરી ઉપર ચડાઈ કરી. બંને વચ્ચે યુદ્ધ થયું એમાં આ શ્રેણિકનો વિજય થતાં દધિવાહન નાસી છૂટે છે, જ્યારે શ્રેણિકનો એક સૈનિક રાણી ધારિણી અને બાલકુંવરીને રથમાં નાખી સાથે લે છે. એ સૈનિક માર્ગમાં રાણીને પોતાની પત્ની થવા સમજાવે છે, પરંતુ રાણી તો રાજાની અને બીજી ચિંતાઓમાં કરુણ આક્રંદ કરતીક૨તી જ મૃત્યુ પામે છે. ચંદનનાં લાકડાં લાવી સૈનિકો એને અગ્નિદાહ આપી, બાલકુંવરીને ત્યાં જ મૂકી દઈ ચાલ્યા જાય છે. એ જ અરસામાં ધનપતિ નામનો એક ગૃહસ્થ ત્યાંથી પસાર થતાં પેલી અનાથ બાળકીને જુએ છે. આવી સુંદર બાળકી મળતાં એને ઘેર લઈ જઈ પત્નીને ઉછેરવા સોંપે છે; બાલાનું નામ ‘ચંદનબાલા' પાડે છે. ચંદનબાલા ઉંમરલાયક થઈ ત્યારે ધનપતિ પરદેશ સિધાવે છે. શેઠાણીને થાય છે કે શેઠ મને કાઢી મૂકશે અને આ છોકરીને પરણી જશે. આવો વિચાર આવતાં એ ચંદનબાલાનું મુંડન કરી, સાંકળથી બાંધી પાછળના મકાનમાં એને પૂરી દે છે. એ બિચારી ત્યાં પડીપડી રુદન કર્યાં