________________
૧૩૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
તૂટક વર વરદં સયંવર વીર, આરેણિ સાહસ ધીરા
મંડલીય મિલિયા જાન, હય હીંસ મંગલ ગાના હય હીંસ મંગલ ગાનિ ગાજીય, ગમન ગિરિગુહ ગુમગુમUા. ધમધમીય ધરયલ, સસીય ન સકઈ સેસ, કુલગિરિ કમકમા સામંત સમહરિ સમુ ન લહઈ મંડલીક ન મંડએ ૧૪પ૧ બીજે દિવસે વહેલી સવારે જ અગ્નિનો વેગ ભભૂકી ઊઠ્યો. યુદ્ધભૂમિ ઉપર બાણો સડસડ કરતાં વરસી રહ્યાં છે. છેલછબીલા એકબીજાને થાપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શત્રુઓ એકબીજાની સાથે અંગેઅંગ ભિડાવી રહ્યા છે. રાજપુત્રો રણમાં યુદ્ધખેલ ખેલી રહ્યા છે. વીર લાડાઓ ચતુરંગ સેનામાં આગળ વધી રહ્યા છે. વનદેવીઓ સ્વયંવરમાં વરી રહી છે. માંડલિકોની બનેલી જાન મળી રહી છે. ઘોડાઓના હણહણાટ એ ત્યાં ગીતરૂપે છે. ઘોડાઓના હણહણાટરૂપી મંગલ ગીતોથી આકાશ અને પર્વતોની ગુફાઓમાં પડઘા પડે છે, ધરા ધમધમી ઊઠી છે. શેષનાગ શ્વાસ લઈ શકતો નથી; કુલપર્વતો ધ્રૂજી ઊઠ્યા છે. ધીર વીર યોદ્ધાઓ ધસમસતા દોડી રહ્યા છે અને કાપાકાપી કરી મૂકી છે. યુદ્ધમાં સામંતોને જરાજેટલી નવરાશ નથી.
માંડલિકોને શણગારનોય સમય નથી.] આવાં ચાર આવર્તનો બાદ એક ધવલ આપી આ ઇવણિ પૂરી થાય છે, ત્યાં સુધીમાં વિશિષ્ટ યોદ્ધાઓનાં યુદ્ધ નિરૂપાય છે. ૧૪મી ઇવણિ એવા યુદ્ધ બાદ બંને ભાઈઓનું યુદ્ધનું સૂચક વર્ણન આપે છે, જેમાં ભરતેશ્વરનો પરાભવ બતાવાયો છે. બાહુબલિ પોતાના વિજયથી, ૧૫મી ઇવણિમાં, મોટાભાઈને પોતે અવિચારી અવિવેકી થઈ હરાવ્યાનું દુઃખ કરે છે અને અંતે એ પ્રવ્રયા લે છે.
આ રાસકાવ્ય સંદેશક-રાસકથી જુદો જ પ્રકાર આપી ભવિષ્યનાં આખ્યાનકાવ્યોની માંગણી કરી આપે છે. કવિતાની દૃષ્ટિએ પણ રાસયુગના સમગ્ર રાસસાહિત્યમાં ગણ્ય કોટિનો એક વિશિષ્ટ પ્રયોગ એ સાદર કરે છે. ભાષાની દૃષ્ટિએ પછીથી ડિંગળના પ્રાણભૂત બનેલા અકારણ વ્યંજનદ્ધિત્વનાં ઉદાહરણ પણ સાચવે છે અને એ રીતે ડિંગળની કૃત્રિમ ભાષાની માંડણીનાં બીજ પણ નાખી આપે છે.
આ જ કવિની રચના તરીકે સ્વીકારી શકાય તેવો બુદ્ધિાસ' ચાર ઇવણિનો મળી આવ્યો છે, તેમાં પહેલી ઇવણિના આરંભે એક ધુવાની કડી અને પછી ચૌદ ચરણાકુલની કડીઓ છે; બીજી વણિ દરેક અર્ધને અંતે સામાન્ય રીતે પાદપૂરક ધરાવતા (૧૫-૨૩) નવ સોરઠા છે. ત્રીજી ઠવણિ બે પદ ચરણાકુલનાં + એક દોહરાનું વિષમપદ પ્રકારની દોઢીની (૨૪-૨૫) બાવીસી કડીઓ; ચોથી વણિ (૪૬-૬૩)