________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૨૧
સમચરણ
એવા મિશ્રણનું બની એવાં ચાર ચરણોથી બને છે. આ ઘડત નીચે ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૧૫૧ એ ચારને ત્રૂટ કહ્યાં છે, જેમાં પહેલાં ચાર ચરણ છેલ્લે લઘુ અક્ષરની એક માત્રા સાચવતાં ૧૨ માત્રાનાં છે. અને છેલ્લું ચરણ પછી આવૃત્ત થતાં ત્યાં શુદ્ધ હરિગીત છંદ પ્રયોજવામાં આવેલ છે. ઉપરાંત વિશિષ્ટતા એ છે કે પહેલું ‘ધવલ' પૂરું થતાં છેલ્લા શબ્દોનું સ્થાન-પરિવર્તનથી ‘છૂટક’માં આવર્તન થાય છે; સમગ્ર ત્રૂટક પૂરો થતાં એ રીતે ધવલમાં શબ્દોનું આવર્તન થાય છે. સ્વરૂપ ઉપરથી જ સ્પષ્ટ થાય છે કે સમૂહનૃત્તમાં ત્રણ ઠપ્પ જુદાજુદા રાહથી ગાવામાં આ ‘સરસ્વતી ધઉલ’ ઉપયુક્ત થતું હશે. લગભગ આને મળતો પ્રકાર પછી તો છેક નરસિંહ મહેતાની ચાતુરીઓમાં જોવા મળે છે.
--
કાવ્યતત્ત્વહીન, માત્ર કથાતત્ત્વ સાચવતું ભરતેશ્વર-બાહુબલિ-ઘોર' સ્વરૂપ ઉપરથી બે ણિવાળી રચના છે, તેથી જ માત્ર રાસ'ના સાહિત્યપ્રકારમાં આવી શકે એમ છે. શાલિભદ્રસૂરિની બીજી રચના બુદ્ધિરાસ' જાણવામાં આવી છે; બેશક, કૃતિના અંતભાગમાં કર્તાના નામ સિવાય બીજું કાંઈ મળતું નથી; આ રચનાનું નામ તેથી જ ‘બુદ્ધિરાસ’ સ્વીકારવું પણ મુશ્કેલ છે; આ માત્ર દેશસંગ્રહ છે. ગ્રંથકારે ૪ ખંડો (‘વણિઓ’)માં કડીઓ ભિન્નભિન્ન ગેય દેશીઓમાં રચી છે (કડીઓ૨-૧૪ ચરણાકુળમાં, ૧૫-૨૩ સોરઠા, ૨૪-૪૫ ભ. બા. રાસ’ના આરંભની ‘દોઢી’ના રૂપમાં, અને ૪૬-૬૩ દોહરામાં—વિષમ ચરણોને અંતે હૈં ગેયતાપૂરકથી), આટલા માત્રથી
ઉપલક દષ્ટિથી જ ‘રાસ' બની છે. આ બુદ્ધિરાસ'ના જેવી ઉપદેશમૂલક ‘જીવદયારાસ’ નામની રચના કોઈ આસિગની કરેલી (ઈ.૧૨૦૧ની) મળે છે. કડી ૨-૫૩માં ષટ્પદી ચરણાકુળ આપતી આ રચનાને કર્તા આરંભમાં ઉપર સરસિત આસિગ ભણઈ નવઉ રાસુ જીવદયારાસુ' તેમજ અંતમાં પણ ‘રયઉ ૨ાસુ ભવિયહ મણમોહણું’૫૪ એમ ‘રાસ’ કહે છે. આસિગે ‘ચંદનબાલારાસ'ની જાલોરમાં જે ટૂંકી સાદી રચના કરી છે તે ભરતેશ્વર-બાહુબલિ-રાસ'ની જેમ ધાર્મિક કથાનક છે.૫૫ મહેંદ્રસૂરિશિષ્ય ધર્મનું જંબૂસામિચરિય’– ર્કિવા ‘જંબૂસામિરાસ' – પુષ્પિકામાં જણાવ્યા પ્રમાણે) ૪૧ ‘રોળા' છંદની રચના છે. એમાં ત્રણે સ્થળે ‘નિ’ શબ્દ લખ્યો છે, પણ ત્યાં વિભાગ પડતો પકડાતો નથી. આ કથાત્મક સામાન્ય નિરૂપણ જ આપે છે (૨ચ્યાવર્ષ ઈ.૧૨૧૦). ત’ ‘ઓ’TM જેવા પાદાંતે તેમજ વ્ ' કોઈ કડીઓમાં પહેલા શબ્દ પછી આવે છે તે આ કૃતિ ગવાતી હશે એટલું કહી જાય છે. બંધની દૃષ્ટિએ થોડુંક વૈવિધ્ય ‘આબુરાસ’ (ઈ.૧૨૩૦ લગભગ)માં ‘ભાસ’ મથાળે ‘ચરણાકુલ’ અને નળિ મથાળે સામાન્ય રીતે દોહરા’ મળે છે, જોકે ૨૮મી કડી દોહરા'ની નથી અને ૪૧-૫૦ રોળા’નાં અડધિયાં છે. ‘આબૂરાસ' ક્યો છે, પણ એ ભણઉ નૈમિજિણંદહ રાસો'(૧) એમ ‘નૈમિજિવેંદ્રરાસ' છે.