________________
૧૨૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
‘તાલ' પણ નોંધાયેલ છે જ. સંસ્કૃત ‘ગીતગોવિંદ' આમ “રાગકાવ્ય જ છે અને રાસ રચનાઓ કથાત્મક છે તે બધી જ રાગકાવ્ય' છે, આખ્યાનયુગમાં ખેડાયેલાં આખ્યાન પણ એ રીતે “રાગકાવ્ય' જ છે. પરંતુ “રાસ' સંજ્ઞા ધરાવતી કે “
રાપ્રકારમાં સમાવેશ પામતી બધી જ પદ્યરચનાઓ “કથાત્મક' નથી. એમાં ઊર્મિતત્ત્વ પણ નથી હોતું, છતાં અનેક જૈન સાહિત્યકારોને હાથે વિપુલ પ્રમાણમાં રચનાઓ તો થઈ જ છે, તેથી આવી બધી જ રચનાઓનું પૃથક્કરણ કરવું અનિવાર્ય બની રહે છે.
રાસ-કૃતિઓનું વર્ગીકરણ ‘રાસ' મથાળે રચનાઓ ૧૨મી સદીના “સંદેશક-રાસક જેવી ઉત્તમોત્તમ કોટિની દૂતકાવ્યાત્મક કૃતિથી લઈ છેક ૧૯મી સદી સુધી વિપુલતાથી થયા જ કરી છે. ભરતેશ્વર-બાહુબલિ-રાસ' જેવી રચનાઓ કાવ્યગુણયુક્ત “રાકાવ્ય' બની રહે છે, પરંતુ “બુદ્ધિરાસ' જીવદયારાસ' “સપ્તક્ષેત્રિરાસુ જેવી રચનાઓ કથાતત્ત્વને બદલે કોઈ બીજું જ વસ્તુ નિરૂપતી જોવા મળે છે. કાવ્યતત્ત્વરહિત બીજા કેટલાય સાહિત્યપ્રકારોની જેમ આ રચનાઓ પણ કોઈ અને કોઈ પ્રકારનું સાહિત્ય તો છે જ એટલે વર્ગીકરણ માગી લે છે. બરાસ’ અને ‘કાવ્યનો વિષય એક નથી: એક ઊર્મિમય ગીત છે, તો બીજું કથાત્મક ગીત છે. આપણને સંસ્કૃત ગીતગોવિંદાને ભુલાવી દે તેવી રચનાઓ મળી નથી, તેથી જે કોઈ પ્રકર ખેડાયો હોય તેમાંથી આપણે આ વર્ગીકરણ મેળવવાનું રહે છે. આ રીતે પ્રાણરૂપ પ્રકાર તે કથાત્મક છે. આમાં મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે તે (૧) ધાર્મિક કથાત્મક અને (૨) ચરિતકથાત્મક, ધાર્મિક કથાત્મકમાં કોઈ એક જ પાત્ર “નાયક-પદે નથી હોતું; ભરતેશ્વર-બાહુબલિરાસ' લગભગ આ વર્ગમાં સમાવેશ પામી રહે છે, જ્યારે નમિરાસ' જેવાં પ્રાચીન ધર્મપુરુષોનાં ચરિત કે “સમરારાસ' જેવાં તત્કાલીન ધર્મપરુષનાં ચરિત એ બીજા વર્ગમાં સમાવેશ પામી રહે છે. આ પાછલા વર્ગમાં મોટાભાગનાં ફાગુ' કાવ્યોનો પણ સમાવેશ થઈ જાય છે, આમ છતાં લલિત કાવ્યનો એક સ્વતંત્ર વિભાગ ગણીને એને જુદો રાખવામાં આવ્યો છે, જ્યારે વિવાહલાઓને આ ચરિતકથાઓમાં જ સમાવવા પડે. “સંદેશક-રાસક' જેવા દૂતકાવ્યનો પણ આ ચરિતકથામાં જ સમાવેશ કરવો ઉચિત થઈ પડે છે, ભલે એ માત્ર કાલ્પનિક હોય. એટલે “ચરિતકથાત્મક'ના લૌકિક, પૌરાણિક અને ઐતિહાસિક એવા સ્પષ્ટ ત્રણ પેટાપ્રકાર સાંપડશે. લૌકિક' એ કાલ્પનિક સંદેશક-રાસક' જેવાં, પૌરાણિક એ નેમિનાથ સ્થૂલિભદ્ર જબૂસ્વામી ગૌતમ જેવાં પ્રાચીન ધર્મપુરુષોનાં ચરિત સાચવતાં, અને ઐતિહાસિકમાં છેલ્લાં હજાર વર્ષોમાં વ્યક્તિવિશેષને કેન્દ્રમાં રાખી નિરૂપાયેલાં