________________
રાસ અને ફગુ સાહિત્ય ૧૨૫
ચરિતો કહી શકાય. “સમરોરાસુ પેથડરાસુ “વસ્તુપાલ-તેજપાલરાસ' વીસલદેવરાસો” “પૃથુરાજરાસો' ખુમાણરાસો' વગેરે જેવી રચનાઓને આ વર્ગ મળે.
પરંતુ આટલેથી પતતું નથી; “રેવંતગિરિરાસુ કે “કછૂલીરાસ' કે ગિરનાર-શત્રુંજય વગેરે તીર્થોને કેંદ્રમાં રાખીને નિરૂપાતા રાસ પોતાનો એક આગવો વર્ગ સ્થાપી રહે છે. આ પ્રકારના રાસોમાં કવિતાતત્ત્વ પણ ઉપસાવવાનો કર્તાનો પ્રયત્ન હોય છે. આપણે ‘ઉપદેશરસાયન' કે “ચર્ચરીને “રાસમાં સ્વીકારીએ તેમ બુદ્ધિરાસ’ ‘જીવદયારાસ' વગેરે ઉપદેશમૂલક રાસોને લઈએ તો એને ઉપદેશાત્મક યા “બોધાત્મક' રચનાઓ કહેવી જોઈએ. આગળ વધી જૈન સાહિત્યકારોએ ‘તાત્ત્વિક સ્તુત્યાત્મક પ્રતિભપ્રતિષ્ઠા પૂજાત્મક' જેવી રચનાઓ પણ પ્રમાણમાં આપી છે. આમ રાસકૃતિઓના વર્ગીકરણનો નીચે મુજબનો વિસ્તાર સહજ રીતે આવી મળે છે :
રાસ
કથાત્મક
તીર્થાત્મક
ઉપદેશાત્મક
પ્રકીર્ણ
ધાર્મિકકથાત્મક
ચરિતાત્મક
લૌકિક
પૌરાણિક ઐતિહાસિક
તાત્ત્વિક સ્તુત્યાત્મક પ્રતિમાપ્રતિષ્ઠ પૂજાત્મક
નરસિંહ મહેતાની પૂર્વેના આ રાસયુગમાં નીચેની રચનાઓ તે તે વિભાગમાં મેળવી શકાય છે :
રાસલેખકો અને એમની રાસરચનાઓ ઉત્તર ગૌર્જર અપભ્રંશ કિંવા ‘રાસયુગનો મોટા ભાગનો સમય એવો છે કે જેમાં ગૌર્જર અપભ્રંશની વિકસિત ઉત્તરકાલીન ભૂમિકા ઉત્તરોત્તર વિકાસ સાધે જતી હતી. હકીકતે તો ગુજરાતી, મારવાડી-મેવાડી, મેવાતી-અહીરવટી, ટૂંઢાળી-હાડૌતી અને માળવી-નિમાડી ભાષાઓનાં મધ્યકાલીન રૂપ જેમાંથી નીકળી આવ્યાં તે આ જ ભૂમિકા. “રાસયુગના અંતભાગમાં આવતાં એ મધ્યકાલીન રૂપો પ્રાંતીયતામાં સરી જાય છે અને આપણને ગૂર્જર ભાખા' કિવા મધ્યકાલીન ગુજરાતી, “મરુ ભાખા' કિંવા મધ્યકાલીન મારવાડી, અને ટૂંઢાળી કિંવા મધ્યકાલીન જયપુરી વગેરે