________________
૧૨૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
પોતાના વિપ્રલંભનું સ્વરૂપ ઉચ્ચ પ્રકારની કવિતામાં નિરૂપ્યું. એનાથી પથિકને લાગણી થઈ અને એનો સંદેશો સાંભળવા તૈયારી બતાવી ત્યારે યુવતિએ એક પછી એક છયે ઋતુઓમાં પોતે કેવી ઝૂરી રહી હતી એનો રસિક બાનીમાં ખ્યાલ આપ્યો છે. પ્રિયને વિદાય આપી તે જ વખતે પોતાનું સુખ પણ એની સાથે વિદાય લઈ ગયું અને -
તહ અણાઈ રણરણી અસુહુ અસહંતિયહં, દુસ્સહુ મલયસમીરણ મયણાકંતિમહં ! વિસમ ઝાલ ઝલકત જયંતિય તિવયર, મહિયલિ વસતિણ દહણ તવંતિ ય તરણિકર ||. ૧૩૧ ૩૦ કામદેવથી પીડાયેલી એવી મને ક્યાંય નિરાંત નથી, અને ભારે દુઃખ સહન કરતી એવી મને દક્ષિણનો ગ્રીષ્મ ઋતુનો શીતલ પવન સહ્ય થતો નથી. સૂર્યનાં કિરણ વનના ઘાસને સળગાવી મૂકતાં વિષમ હવાલાથી ઝાળઝાળ
થતાં તપી રહ્યાં છે.] સંદેશો લઈને પથિક ઘરથી દૂર થાય છે અને ભારે નિરાશામાં યુવતિ ઘરમાં વળે છે ત્યાં જ દક્ષિણ દિશા બાજુએથી આવતા પતિ ઉપર એની નજર પડે છે અને તરત જ આનંદઆનંદ થઈ રહે છે. આમ કાવ્ય સુખાંત બની રહે છે. કવિ પણ ભરતવાક્ય' જેવી છટાથી છેલ્લી કડી મૂકે છે :
જેમ અચિંતિક કક્ તસુ સિદ્ધ ખણદ્ધિ મહંતુ ! તેમ પઢતા સુગંતહ, જયઈ અણાઈ આરંતુ ૨૨૩ ૦૩ [ક્ષણાર્ધમાં જેમ એનું મહાન કાર્ય અણચિંતવ્યું સિદ્ધ થઈ ચૂક્યું તે પ્રમાણે આ કાવ્યનો પાઠ કરનારા અને સાંભળનારાનાં કાર્ય સિદ્ધ થાઓ – અનાદિ
અનંત પરતત્ત્વનો વિજય થાઓ.] કવિ આરંભમાં પણ પ્રાકૃત ભાષામાં મંગલ કરતાં “સાગર-પૃથ્વી-પર્વતો-વૃક્ષો તેમજ આકાશમાં નક્ષત્રો જેણે સરજ્યાં છે તે કલ્યાણ કરો' એવી નિરપેક્ષ ભાવના સેવે છે. આમ એ કોઈ વિશિષ્ટ દેવ-દેવી અવતારનું મંગલ કરતો નથી તેમજ અંતે પણ એવું વિશિષ્ટ ઈષ્ટ રજૂ કરતો નથી તેથી જ એ મુસ્લિમ છે એમ કહી શકાય એમ છે. સંદેશક-રાસકકાર મુસ્લિમ નથી એવું બતાવવાનો પ્રયત્ન પણ થયો છે, પણ એ તર્કનિષ્ઠ નથી જ.૦૪
‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ' કિવા ‘રાસયુગના સમયમાં આ એક જ એવો સબળ પ્રયત્ન છે, જેમાં ભારોભાર કાવ્યતત્ત્વ ભરેલું છે; વિપ્રલંભ શૃંગાર એની ઉચ્ચ માત્રાએ વ્યક્ત થયો છે. આ પ્રકારની ઉત્કટ પ્રતિભા કેટલાક ફાગુઓમાં અને પછી નરસિંહ