________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૧૭
‘દાંડિયારસ કહેવામાં આવે છે તે. આ રાસ મંગા નહોતા થતા, એમાં કોઈપણ ગેય ચીજ તાલ-લય સાથે ગાવામાં પણ આવતી હતી. આ ગેય ચીજ તે જ રાસયુગમાં રાસ' તરીકે વિકસી અને અનેક પેટા પ્રકારોમાં ખીલી. રાસ-ફાગુ વગેરે આ પ્રમાણે ત્રિવિધ નૃત્તપ્રકારને માટેનાં જ સર્જન થયે જતાં હતાં, જેમાંથી પછી ઐતિહ્યમૂલક રાસ-કૃતિઓ પાક્યાત્મક કોટિમાં જઈ પડી. “રાસમાંથી વિકસેલાં “આખ્યાનોએ આમ છતાં ગેયતા જાળવી રાખી.
રાસના છંદ અહીં ભરતેશ્વરબાહુબલિરાસમાં ‘રાસઈ ઍદિહિ૪૨ ('દસના છંદોથી) એમ જે કહેવામાં આવ્યું છે તે પણ થોડો વિચાર માગી લે છે. રાસા' છંદ ૨૧ માત્રાનો છે અને એનું લક્ષણ “સ્વયંભૂ-છંદ, હેમચંદ્રના છંદોનુશાસન, અને “કવિદર્પણમાં મળે છે. રત્નશેખરના “છંદડકોશમાં આપેલો “આભાણક છંદ આ જ છે.૪૩ સામાન્ય રીતે ૧૨મી માત્રાએ યતિ રાખતો અને છેલ્લી ત્રણ માત્રા ત્રણ લઘુના રૂપોમાં આપતો છંદ “સંદેશક-રાસક' ઉપરાંત સંખ્યાબંધ ફાગુઓમાં પણ પ્રયોજાયેલો છે. પરંતુ જૂનામાં જૂનો થયેલો પ્રયોગ જિનદત્તસૂરિએ (જન્મ ઈ.૧૦૭૬, દીક્ષા ઈ.૧૦૮૫) અપભ્રંશ ભાષામાં રચેલી ૪૭ કડીની જિનવલ્લભ-ગુણસ્તુતિનો “ચર્ચરી છે. ટીકાકાર જિનપાલ (રચના-સમય ઈ.૧૨૩૮) છંદનું નામ “કુન્દ કહે છે અને આખી રચનાને વરી(વવરી) કહે છે. ટીકાકાર ખાસ ધ્યાન દોરે છે કે મંજરી ભાષા()થી નાચનારા આ ગાય છે. આ જિનદત્તસૂરિના ઉપદેશરસાયનને આ જ ટીકાકાર રાસલ' કહે છે અને કહે છે કે કુશળ ગાયકો બધા રાગોમાં આ ગાય છે, આ રાસક પેલા “કુન્દ' છંદ – હકીકતે છંદ:પરંપરાના “આબાણક' કે “રાસક છંદમાં નથી, પરંતુ “પદ્ધટિકા' બંધ – પદ્ધડી છંદમાં છે, જે છેલ્લી બે માત્રા બે લઘુના રૂપમાં હોય તેવો ૧૬ માત્રાનો છંદ છે." ટીકાકાર એને ગેય રચના કહે છે.
મીર અબ્દુર રહેમાનનો સ્પષ્ટ સમય ભલે તદ્દન નિશ્ચિત થતો ન હોય, પરંતુ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશની લાક્ષણિકતાનાં બીજ નખાઈ ગયાં છે તેવી સંદેશક-રાસક' નામની સુમધુર રાસરચના, આ પૂર્વે બતાવાયું છે તેમ, નામ પાડીને એ આપે જ છે. એ કવિ ગીતવિષયક પ્રાકૃત કાવ્યો રચનારા તરીકે સુપ્રસિદ્ધ હતો; એણે રચના કરી હોઈ સ્વાભાવિક રીતે જ આ રચના ગેય હોવી જોઈએ. અને આ કવિએ “રાસા નામક છંદમાં પણ કેટલીક કડીઓ રચી છે. આ રાસા છંદ ઉપર બતાવ્યો તે ૨૧ માત્રાનો “આભાણક' છંદ છે પણ આનાથી આ સાહિત્યપ્રકાર તરીકે સ્પષ્ટ ન જ થાય, કારણકે એમાં આ સહિત ભિન્નભિન્ન ૨૨ છંદ વપરાયા છે. એમાં માલિની નંદિણિ” “ભમરાવલિ' જેવાં વર્ણવત્તો તેમજ ડુમિલા' જેવાં માત્રાવૃત્ત' – “વર્ણવૃત્ત'