________________
૯૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
પ્રકરણની રચના કરી હતી. એક ઉદયપ્રભસૂરિની પણ નેમિચંદ્રકૃત પ્રવચનસારોદ્ધાર’ ઉપર ટીકા મળી આવી છે. તો શિવશર્મસૂરિના કર્મગ્રંથના ટુકડાઓ પર વિવૃત્તિઓ મળી છે, જ્યારે એક પૃથ્વીચંદ્રસૂરિનું ‘કલ્પ-ટિપ્પનક પણ જાણવામાં આવ્યું છે. - ઈ.૧૧૯૩માં શ્રીપ્રભસૂરિના ધર્મવિધિ ઉપરની ઉદયસિંહની રચેલી ટીકા,
.૧૧૯૮માં કોઈ દેવસૂરિનું પપ્રભચરિત' પ્રાકૃતમાં) અને ઈ.૧૧૯૯માં જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિનું સંશુદ્ધ કરેલું પંચોપાખ્યાન પંચતંત્રની આવૃત્તિ) જાણવામાં આવેલ છે. ૩૯
આ અરસામાં નેમિચંદ્ર ભંડારીએ રચેલો “ષષ્ટિશતક' નામનો પ્રકૃતિ ઉપદેશમય પ્રકરણગ્રંથ રચાયેલો મળી આવ્યો છે.”
ઈ.૧૨૦૪માં વડગચ્છના મલયપ્રભની રચેલી માનતુંગસૂરિકૃત જયંતી પ્રશ્નોત્તરસંગ્રહની વૃત્તિ, ઈ.૧૨૦૫નું તિલકાચાયત પ્રત્યેકબુદ્ધચરિત', ઈ. ૧૨૦૬ની જિનેશ્વરના “ષટ્રસ્થાનક ઉપર જિનપાલની વૃત્તિ, ઈ.૧૨૦૦ની ધર્મઘોષસૂરિકત શતપદી-પ્રશ્નોત્તરપદ્ધતિ પ્રાકૃતમાં) અને ઈ.૧૨૦૮નું સોમનાથ પાટણમાં રચાયેલું નાગૅદ્રગચ્છના દેવચંદ્રસૂરિનું “ચંદ્રપ્રભચરિત જાણવામાં આવ્યાં છે. ઈ.૧૨૦૯ આસપાસ રચેલો વાયડગચ્છના જિનદત્તસૂરિનો વિવેકવિલાસ' નામનો ગ્રંથ પણ મળી આવ્યો છે. ૨
ઈ.૧૨૧૫ની ગુણવલ્લભની વ્યાકરણ-ચતુષ્કની અવચૂરી, ઇ.૧૨૧૭નો અજિતદેવનો યોગવિધિ.” અને હરિભદ્રસૂરિ બીજા)નું “મુનિપતિચરિત’ પ્રાકૃતમાં), ઈ.૧૨૧૮ની તિલકાચાર્યની જીતકલ્પ-વૃત્તિ અને ઈ.૧૨૧૯ની પંચોપાખ્યાનવાળા પૂર્ણભદ્રની ‘આનંદાદિદશ-ઉપાસકકથા' મળે છે."
સિદ્ધરાજના ધર્મબંધુ કવિ શ્રીપાલના પૌત્ર કવિ વિશ્વપાલનું ભીમદેવ-બીજાની આજ્ઞાથી રચાયેલ દ્રૌપદીસ્વયંવર' નામનું દ્વિઅંકી નાટક આ સમય આસપાસનું છે." એ અરસામાં કુમારપાળના મહાસામંત થશોધવલના પુત્ર અને આબુના સામંત રાજા ધારાવર્ષના ભાઈ પ્રહલાદનદેવે, પ્રહૂલાદનપુરની નવી વસાહત કરી તે સમય આસપાસ પાર્થપરાક્રમ-વ્યાયોગ' નામની નાટ્યકૃતિ પણ રચેલી. આ જ પ્રહલાદનદેવે સોમેશ્વરે જણાવ્યા પ્રમાણે, ભોજ અને મુંજ સંબધી એક કરુણરસનું કાવ્ય બનાવ્યું હતું, જેનો હજુ સુધી પત્તો લાગ્યો નથી."
આ પૂર્વે અણહિલપુર પાટણના હરિભદ્રસૂરિના નેમિનાથચરિત' અપભ્રંશકાવ્યગ્રંથ વિશે નિર્દેશ કરવામાં આવ્યો છે. એને સ્પર્શ કરી શકે તેવો આ યુગનો બીજો ગ્રંથ “છક્કમુવએસો’ નામનો જાણવામાં આવ્યો છે, જેની રચના અમરકીર્તિએ ગોધરામાં કોઈ કર્ણ(કાન્હા)ના રાજ્યમાં ઈ.૧૧૯૧ કે ૧૨૧૮માં કરેલી.