________________
૬ રાસ અને ફાગુ સાહિત્ય
કેશવરામ કા. શાસ્ત્રી
૧. રાસ સાહિત્ય પ્રાસ્તાવિક ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની સાહિત્યિક તેમજ વ્યવહારની ભાષાનું નામ “ગુજરાતી ભાષા’ વ્યાપક બન્યું તે પૂર્વે, જે સ્વરૂપમાં અ-ગુજરાતીપણાનો લેશ પણ રહ્યો નહોતો તેવું સ્વરૂપ આપણને કુલમંડનગણિના તત્કાલીન લોકભાષાના માધ્યમમાં લખાયેલા મુગ્ધાવબોધ ઔક્તિક' (ઈ.૧૩૯૪) નામના સંસ્કૃત બાલવ્યાકરણમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. અહીંથી લઈને પ્રેમાનંદે સંશિત કરેલી ગુજરાતી ભાષાના સ્વરૂપ સુધી પહોંચતી અવાંતર ભાષાભૂમિકાની સંજ્ઞા ભાલણે “ગુજર ભાખા એવી સ્વીકારી છે. જુદીજુદી અવાંતર ભૂમિકાઓનું સાહિત્યિક જૂનું સ્વરૂપ “મુગ્ધાવબોધ ઔક્તિકના ગદ્યનું છે, તો ચાર ભૂમિકા વટાવી અર્વાચીન આદ્ય સ્વરૂપ એ પ્રેમાનંદ નામ સ્વીકારેલું છે તે “ગુજરાતી ભાષા' છે, એટલે એ પૂર્વેની ચારે ભૂમિકાઓનું એક નામ “ગુર્જર ભાખા' ઇતિહાસપુષ્ટ છે. ડો. તેસ્ટિોરિએ જૂની પશ્ચિમી રાજસ્થાની' કહી છે તે હકીકતે તો આ “ગુજર ભાખા” જ છે. એમણે જે સ્વરૂપની ચર્ચા કરી છે તે સ્વરૂપના સમયમાં ગુજરાત મારવાડ અને જયપુરના પ્રદેશમાં પ્રાંતીય સ્વરૂપો લેખે વિકસેલાં સ્વરૂપ સાચવતી સંખ્યાબંધ હાથપ્રતો સુલભ છે, એટલે ગુજર ભાખા' મરુ ભાખા' ટૂંઢાળી એ ત્રણે જેમાંથી નીકળી આવી તે ભૂમિકામાં જે સાહિત્ય સરજાયું છે તેમાં મધ્યકાલીન આ ત્રણ ભાષાનાં મૂળ ઉપરાંત, ગુજરાતી સાથે સંબંધ ધરાવતી ડુંગરપુર-વાંસવાડાના “વાગડ પ્રદેશની “વાગડી', મારવાડી સાથે સંબંધ ધરાવતી મેવાડી', ટૂંઢાળી સાથે સંબંધ ધરાવતી “હાડૌતી', એવી બીજી “મેવાતી' - “અહીરવાટી” અને “માળવી' - “નિમાડીનાં પણ મૂળ સચવાયેલાં હોવાના વિષયમાં શંકાને કોઈ કારણ નથી રહ્યું. એ એવું સ્વરૂપ છે