________________
રાસ અને શગુ સાહિત્ય ૧૧૩
છંદોથી પોતાનું કાવ્ય કહેવા પ્રતિજ્ઞા કરે છે, પઆ તેથી એક સાહિત્યિક પ્રકાર તરીકે એના હૃદયમાં ‘રાસ' હોય. પછીનો પ્રયોગ જાલોરથી સહજિગ(સેજકપુરમાં આવીને આસિગે રચેલા જીવદયારાસનો છે, જ્યાં પોતાની કૃતિને એ ‘નવો રાસ કહે છે.૧૫ઈ
“સંદેશક-રાસક' કાવ્યગુણોથી સભર દૂતકાવ્ય છે, “ભરતેશ્વરબાહુબલિરાસ' ખંડકાવ્યના સ્વરૂપની પૌરાણિક આખ્યાનપ્રકારની ગેય પદ્યરચના છે, જ્યારે
જીવદયારાસ’માં શ્રાવકધર્મનું ઉપદેશગર્ભ નિરૂપણ માત્ર મળે છે. એમાં કોઈ કથાવસ્તુ સર્વથા નથી. આ પ્રકારનો ઉપદેશાત્મક “બુદ્ધિરાસ' શાલિભદ્રસૂરિની રચના જાણવામાં આવી જ છે, ૬૩ કડીઓની, પણ એમાં ‘પાસ’ જેવી સંજ્ઞા કોઈ નથી મળી. વળી, ઈ.૧૧૬૯ આસપાસની દેવસૂરિના શિષ્ય વજસેનસૂરિની ૪૮ કડીઓની ભરતેશ્વરબાહુબલિ-ઘોર' નામની કથાત્મક પદ્યરચનાની પણ કોઈ સંજ્ઞા મળતી નથી; બંધની દૃષ્ટિએ જ એને “રાસ’ કહી શકાય." ખાસ તો અબ્દુર રહેમાનના દૂતકાવ્ય સંદેશક રાસક'ની રચના “રાસકનો સાહિત્યપ્રકાર તરીકે સ્પષ્ટ નિર્દેશ કરે છે એ ધ્યાનમાં રાખવા જેવું છે. •
રાસ સાહિત્યપ્રકારનું મૂળ ઈ.૧૨૩રમાં રચાયેલા રેવંતગિરિરાસુને અંતે એના કર્તા વિજયસેનસૂરિ “રંગિહિ એ રમતું જો રાસુ' (૪-૨૦૦૭ એમ રાસ નામનો આ સાહિત્યપ્રકાર રંગપૂર્વક રમવાની-સમૂહમાં ગાવાની ચીજ તરીકે હોવાનો ખ્યાલ આપે છે એ ઉપરથી એટલું સ્પષ્ટ છે કે આ પ્રકારની રચનાઓના મૂળમાં નૃત્તપ્રકાર પડેલો છે. અને પુરાણસાહિત્યમાં કૃષ્ણની ‘રાસલીલા' સુવિદિત છે. ઐતિહાસિક દષ્ટિએ “રાસ' શબ્દ કેટલો જૂનો છે એની ભાળ મેળવવા જતાં ઈ.ની બીજી સદી આસપાસ જેની રચના થયેલી સ્વીકારવામાં આવી છે તે “હરિવંશ પુરાણમાં મળી આવે છે, જ્યાં બલદેવની આજ્ઞાથી એ બલદેવનાં અને એની પત્ની રેવતીનાં દર્શન કરવા આવેલી અપ્સરાઓએ હાથથી તાળીઓ આપતાં આપતાં કૃષ્ણ અને બલદેવે કરેલાં બાલક્રીડનકોને વસ્તુ તરીકે લઈ હસતાં હસતાં “રાસ કર્યો. જ્યારે અપ્સરાઓનો આ “રાસ' જોયો ત્યારે બલદેવ પોતાની પત્ની રેવતી સાથે, કૃષ્ણ પોતાની એક પત્ની સત્ય સાથે, અર્જુન પોતાની પત્ની સુભદ્રા સાથે રહી કૃષ્ણ સાથે, અને બીજા પણ ત્યાં હાજર હતા તે પુત્રો અને બીજા યાદવો “રા' ખેલતા એટલા તલ્લીન થઈ ગયા કે જેને લઈ જગત હર્ષાન્વિત થયું અને નિષ્પાપ બની ગયું. આ સ્થળે અતિથિ તરીકે આવેલા રાસપ્રણેતા નારદ મુનિ પણ કૂદવા લાગ્યા. સ્ત્રીઓ-સ્ત્રીઓ અને પુરુષો-સ્ત્રીઓ એમ બેઉ પ્રકારે આ ‘રાસ' ખેલાતા હોવા વિશેનો નિર્દેશ છે. આગળ જતાં “છાલિક્ય'