________________
સાહિત્ય પ્રાચીન કાળ ૯૭
ઉપરાંત સંખ્યાબંધ સ્તોત્રો પણ જાણવામાં આવેલાં છે.
રામચંદ્ર અને ગુણચંદ્ર સાથે મળી સ્વોપલ્લવૃત્તિ સાથે દ્રવ્યાલંકાર' નામનો જૈન તત્ત્વજ્ઞાનને લગતો ગ્રંથ પણ રચ્યો છે. એક બીજા મહેદ્રસૂરિ નામના શિષ્ય ગુરુના અનેકાર્થસંગ્રહ' ઉપર કેરવાકરકૌમુદી સંજ્ઞક ટીકા રચી (ઈ.૧૧૮૫) છે. ૨૫
રામચંદ્રના પ્રતિસ્પર્ધી ગુરુભાઈ બાલચંદ્ર “સ્નાતસ્યા' નામના સ્તુતિગ્રંથની રચના કરેલી જાણવામાં આવી છે. આ સમય આસપાસ એક જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રનું પ્રબુદ્ધરૌહિણેય' નાટક રચાયું હતું.
અજયપાળના રાજ્યકાળમાં ઈ.૧૧૭૩ થી ૧૧૭૬ વચ્ચે એના એક જૈન મંત્રી યશપાલે “મોહરાજપરાજય' નામનું કુમારપાળની વડાઈ કરતું એક સુંદર નાટક થરાદમાં રચ્યું હતું. ઈ.૧૧૭૬માં ધારાનગરીના આ પ્રદેવના પુત્ર નરપતિએ અણહિલપુર પાટણમાં નરપતિજયચર્યા નામનો સ્વરોદય વિશેનો ગ્રંથ રચ્યો હતો.
એક પ્રદ્યુમ્નસૂરિએ આશાવલીના ઉદયવિહારની જૈન પ્રતિમાઓ શ્વેતાંબર વ્યતિથી પ્રતિષ્ઠાપિત હોઈ પૂજનીય નથી એવું બતાવતો “વાદસ્થલ' નામનો ગ્રંથ રચ્યો તેનું ખંડન કરતો “પ્રબોધ્યવાદસ્થલ' નામનો ગ્રંથ જિનપતિસૂરિએ રચ્યો. આ જિનપતિસૂરિની બીજી ત્રણ સંસ્કૃત રચનાઓ – “તીર્થમાલા' (ઈ.૧૧૭૭) અને બે ટીકાગ્રંથો પણ જાણવામાં આવી છે.”
ઈ. ૧૧૭૭માં વાદિદેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃત નેમિનાથચરિત' અને ઇ.૧૧૮રમાં ધર્મદાસકૃત ઉપદેશમાલા' ઉપર વૃત્તિ રચી. એમની
સ્યાદ્વાદરત્નાકર'ની લઘુ ટીકા પણ જાણીતી છે. એમના ગુરુભાઈ મહેશ્વરસૂરિની પાક્ષિક સપ્તતિ” ઉપરની “સુખપ્રબોધિની ટીકા પણ મળે છે. આ પછી હેમપ્રભસૂરિની વિમલસૂરિત પ્રશ્નોત્તરમાલા' ઉપર વૃત્તિ (ઈ.૧૧૮૭) અને પરમાનંદસૂરિનું ખંડનમંડન-ટિપ્પન' રચાયાં હતાં.
રાજગચ્છના માણિજ્યચંદ્રસૂરિએ ઈ.૧૧૯૦ માં “કાવ્યપ્રકાશ-સંકેત' નામની ટીકા રચી. એ મમ્મટના કાવ્યપ્રકાશ' ઉપરની પહેલી સંટીકા કહેવાય છે, પરંતુ કાવ્યદર્શસંકેત' નામની એક સોમેશ્વરની પણ ટીકા મળી છે. બંનેનો તુલનાત્મક અભ્યાસ કરતાં સોમેશ્વરના સંકેતનો આધાર માણિકયચંદ્રસૂરિએ લીધો હોય એવું જણાઈ આવ્યું છે.” એણે પાર્ષચરિત' ઇ.૧૨૨૦) અને શાંતિનાથચરિત' વગેરે પણ રચ્યાં છે. ૫
ઇ.૧૧૯૨માં ચંદ્રગચ્છ-રાજગચ્છના દેવપ્રભસૂરિના શિષ્ય સિદ્ધસેનસૂરિએ નેમિચંદ્રકૃત પ્રવચનસારોદ્ધાર ઉપર વૃત્તિ રચી હતી. આ સૂરિના ગુરુની પણ પ્રમાણપ્રકાશ' અને “શ્રેયાંસ-ચરિત' એ બે રચના મળી આવી છે.”
આ સમયે આસડ નામનો એક જૈન વણિક કવિ થઈ ગયો, જેણે કાલિદાસના મેઘદૂત'ની ટીકા, અનેક જિનસ્તોત્રો, ‘ઉપદેશકંદલી પ્રકરણ” અને “વિવેકમંજરી