________________
સોમસુંદરસૂરિનાં ‘ચઉશરણ-પયન્ના-અવસૂરિ' અને કલ્યાણાદિ વિવિધ સ્તવો, ‘અષ્ટાદશસ્તવી’ (ઈ.૧૪૪૧), ‘સપ્તતિ-અવચૂર્ણિ’, ‘આતુરપ્રત્યાખ્યાન-અવચૂર્ણિ’, જિનસાગરસૂરિનાં હૈમવ્યાકરણ-ઢુંઢિકા વૃત્તિ’ અને ‘કપૂર-પ્રકરણ-અવસૂરિ’ અને ધર્મચંદ્રની રાજશેખરકૃત ‘કર્પૂરમંજરી'ની ટીકા આ રચનાઓ જાણવામાં આવી છે.૧
રચનાવર્ષોનો નિર્દેશ નથી તેવી અપભ્રંશ-રચનાઓ જાણવામાં આવી છે તેમાં જયશેખરશિષ્યની શીલસંધિ' હેમસાકૃત ‘ઉપદેશસંધિ’,વિશાલસૂરિના શિષ્યની ‘તપ:સંધિ’, ‘ગોયમસંધિ’, ‘મહાવિરચરિત’, ‘મૃગાપુત્રકુલક’, ‘ઋષભધવલ’, ‘ઋષભપંચકલ્યાણ' વગેરે સ્તોત્રોનો સમાવેશ થાય છે.
-
સંદર્ભનોંધ
૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૮૫
૨. એ જ, પૃ. ૨૮૯
૩. અલ્બી.રૂની, (સખાઉની અંગ્રેજી આવૃત્તિ), પૃ. ૨૦૨
૪. ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર, પૃ. ૫૭
જૈનેતરોમાં સિંહાસનન્દ્વાત્રિંશિકા’ ‘વૈતાલપંચવિંશી' જેવી રચનાઓ મળે છે, જેના કર્તાઓ જાણવામાં આવ્યા નથી; એ બધી રચનાઓ આ યુગની છે. આમ ઈ. ૧૧૫૦થી ૧૪૫૦ સુધીનાં ત્રણસો વર્ષોના ગાળામાં ઉત્તરગૌર્જર અપભ્રંશ'ની વિકસતી ભાષાભૂમિકાની રચનાઓ કરતાં અનેક વિષયોની સંસ્કૃત રચનાઓ અસ્તિત્વમાં આવી હતી, જેમાં સંખ્યાબંધ કાવ્યો અને થોડી સંખ્યામાં મહાકાવ્યો પણ રચાયાં હતાં. નાટ્યકૃતિઓની રચના પ્રમાણમાં ઘણી ઓછી. આમ એ કાળ ગુજરાતી ભૂમિ ઉપર જૈન સાહિત્યકારોને હાથે, મુખ્યત્વે, સજીવ રહ્યો છે. મુસ્લિમ શાસન આવતાં પણ એ હટ્યો નહોતો, જેની પાછળ બળ હોય તો એ ધાર્મિક બળ હતું.
૫.
સાહિત્ય : પ્રાચીન કાળ
૭.
૧૦૭
ભીમદેવ-બીજાના સમયમાં લાટ દેશમાં દંડનાયક સોભનદેવ હોવાનું મળે છે. (જૈસાસંઇતિહાસ, પૃ. ૩૩૭) : ડભોઈને લાટ દેશમાં કહ્યું છે (એ જ, પૃ. ૩૩૮).
૬. સરસ્વતીનામ, ૨-૧૩
આપણા કવિઓ, પૃ. ૧૪૩
હિન્દી સાહિત્યા ફતિહાસ, પૃ. ૨
૮.
૯. સીતારામ ચતુર્વેડી, રાષ્ટ્રમાષાપ્રવાર સમિતિ, વર્ષા; રત્નતનયંતી-ગ્રંથમાંનો હિન્દી સાહિત્ય વિશેનો વિસ્તૃત લેખ.
n