________________
સાહિત્ય: પ્રાચીન કાળ ૯૯
આ પકર્મોના ઉપદેશ સંબંધી પદ્યાત્મક ગ્રંથ સાહિત્યકોટિના અપભ્રંશમાં રચાયેલ છે. આ ઉપરાંત અજ્ઞાતકૃત “ચરિંગસંધિ અને જયદેવગણિકૃત ભાવનાસંધિ' એ બેઉ અપભ્રંશ રચનાઓ પણ આ અરસાની છે.
ઉત્કીર્ણ લેખોની પ્રશસ્તિઓ રચવાનો પ્રઘાત જૂનો હતો. ભીમદેવ-બીજાના સમયમાં શ્રીધર નામના અધિકારીએ ઈ.૧૨૧૬ના વર્ષમાં સોમનાથ પાટણમાં બે મંદિર બંધાવેલાં એની પ્રશસ્તિ છે. બેશક, એનો કર્તા પકડાયો નથી."" પરંતુ ઈ.૧૬૩૩ માં નવેસરથી નકલ કરવામાં આવેલી કુમારપાળના સમયની ઈ.૧૧૫રની સિદ્ધરાજ જયસિંહના પ્રતિપન્ન બંધુ' શ્રીપાલ કવિની રચેલી “વડનગપ્રશસ્તિ' સાહિત્યનો એક સારો નમૂનો છે.”
વસ્તુપાળ–તેજપાળનો સમય (ઈ.૧૨૧૯-૧૨૪૭) સોલંકીકાળમાં સંસ્કૃત રચનાઓનું ખૂબ પ્રાબલ્ય જોવા મળે છે; એના પ્રમાણમાં પ્રાકૃત રચનાઓ ઓછી જ ગણાય; પરંતુ અપભ્રંશ-રચનાઓ તો પાંચેકથી વધુ જાણવામાં આવી નથી. આ કાળના ઉત્તર કાળમાં સોલંકી વાઘેલા કુળના રાજવીઓ સત્તા ઉપર આવ્યા અને મંત્રીને સ્થાને વસ્તુપાળ-તેજપાળ નામના બે વણિક બંધુઓ આવ્યા. વસ્તુપાળ મહામાત્ય ઉપરાંત વિદ્વાનોને પ્રબળ ઉત્તેજન આપનાર અને પોતે પણ ઉચ્ચ પ્રતિભાવાળો સાહિત્ય-સ્વામી હતો. એના સમયમાં અણિહલપુર પાટણ અને ધોળકા વિદ્યાનાં કેંદ્ર બની ગયા હતાં. અને અનેક વિદ્વાનો એમની આસપાસ વીંટળાઈ વળ્યા હતા, જેઓએ અનેક સમૃદ્ધ રચનાઓથી એ યુગને વધુ તેજસ્વી બનાવ્યો હતો. વસ્તુપાળને એના સમયમાં કુચલસરસ્વતી'(દાઢીવાળી સરસ્વતી), કવિકુંજર' અને “કવિચક્રવર્તી જેવાં બિરુદ મળ્યાં હતાં. એને “સરસ્વતીકંઠાભરણ' પણ કહેવામાં આવ્યો છે. એણે “આદિનાથસ્તોત્ર' નેમિનાથસ્તોત્ર' અને “અંબિકાસ્તોત્ર' જેવી કાવ્યચમત્કૃતિવાળી નાની રચનાઓ, તો એવી જ એના અવસાન નજીકના દિવસોમાં ‘આરાધના' નામક પદ્યરચના પણ કરેલી, પરંતુ એની ખ્યાત રચના તો ૧૬ સગમાં રચેલું “નરનારાયણ મહાકાવ્ય' છે. એની અન્ય સુભાષિતોના રૂપની અનેક શ્લોકરચનાઓ જાણીતી છે. એના સમકાલીન ભટ્ટ સોમેશ્વર કવિએ એને “શ્રેષ્ઠ કવિ' તરીકે બિરદાવ્યો છે.
વસ્તુપાળના સમાશ્રયે એ કાળમાં ખીલી આવેલા સાહિત્યકારોમાં ભટ્ટ સોમેશ્વર મોખરાનું સ્થાન સાચવી આપે છે. વડનગરના લગભગ દસ પેઢીથી કુળમાં વિદ્વત્તા સાચવી રાખનારા બ્રાહ્મણ કુટુંબમાં એનો જન્મ થયો હતો અને એના દસમાં પૂર્વજ સોલશમાંથી સોલંકીઓના પુરોહિત થવાનો સુભગ યોગ મળ્યો હતો. સોમેશ્વર ભીમદેવ-બીજાનો માન્ય રાજપુરોહિત હતો. એ મહાકવિ પણ હતો; એની સાક્ષી