________________
૯૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથઃ ૧
રચેલું સુપાર્શ્વનાથ ચરિત' નામનું પ્રાકૃત કાવ્ય મળી આવ્યું છે.
- જિનભદ્રની ઉપદેશમાલા-કથા (ઇ.૧૧૫૧), ચંદ્રસેનનું ઉત્પાદસિદ્ધિ (વ્યાકરણવિષયક), ચંદ્રસૂરિનું પ્રાકૃત સનસ્કુમાર-ચરિત (ઈ. ૧૧૫૮, પ્રાગ્વાટ વણિક દુર્લભરાજનો સામુદ્રિક-તિલક' નામનો એના પુત્ર જગદેવે સમર્થિત કરેલો ગ્રંથ (ઇ.૧૧૬), એક વિજયસિંહસૂરિએ “જબૂદ્વીપસમાસની વિનેયજનહિતા ટકા (ઇ.૧૧૫૯), અન્ય વિજયસિંહસૂરિની “ક્ષેત્ર-સમાસ-વૃત્તિ (ઈ.૧૧૫૯), નેમિચંદ્રનું પ્રાકૃત અનંતનાથ ચરિત (ઈ.૧૧૬૦, કનકચંદ્રનું “પૃથ્વીચંદ્રટિપ્પણ' (ઈ.૧૧૭૭), રવિપ્રભની શીલભાવનાવૃત્તિ' (ઈ.૧૧૭૩) આ રચનાઓ કુમારપાળના રાજ્યકાળની છે.”
એ સમયે પાટણમાં જ હરિભદ્રસૂરિ નામના આચાર્ય હતા, જેમણે મહામાત્ય પૃથીપાલની પ્રાર્થનાથી પ્રાકૃતમાં ચોવીસ તીર્થંકરોનાં ચરિત પદ્યમાં બાંધવાનો ભગીરથ પ્રયત્ન કર્યો હતો. ઈ.૧૧૬૦માં રચેલું એમનું નેમિનાથ ચરિત' અપભ્રંશ ભાષાનું એક નમૂનેદાર કાવ્ય પોતાના સમયના ગૌર્જર અપભ્રંશનો પરિચય સુલભ કરી આપે છે. “સનકુમારચરિત' એનો જ એક ખંડ છે.
કુમારપાળના રાજ્યકાળના અંતભાગ નજીક આચાર્ય હેમચંદ્રના શિષ્ય દેવચંદ્ર મુનિનાં “ચંદ્રલેખા વિજય પ્રકરણ અને માનમુદ્રાભંજન એ બે નાટક રચેલાં જાણવામાં આવ્યાં છે. મલધારી હેમચંદ્રસૂરિની આવશ્યકસૂત્રની પ્રદેશવ્યાખ્યા' ઉપર ચંદ્રસૂરિનું ટિપ્પણ ઈ.૧૧૬૬માં રચાયેલું. ઈ.૧૧૬૯માં ચંદ્રપૂર્ણિમાગચ્છના મુનિરત્નસૂરિના અમમ સ્વામિ-ચરિત' નામક કાવ્યની રચના થયેલી મળી આવી છે. આ સૂરિનાં અંબડચરિત' અને “મુનિસુવ્રતચરિત' એ બે કાવ્ય પણ મળ્યાં છે.'
એ પછીના સમયમાં સોમપ્રભસૂરિ એમના કુમારપાલપ્રતિબોધ (ઈ.૧૧૮૫) નામના પ્રાકૃત ગદ્યગ્રંથથી જાણીતા હતા, જેમની પ્રાકૃત “સુમતિનાથચરિત', સં. “સોમશતક' સૂક્તમુક્તાવલી') અને “શતાર્થ સં. કાવ્ય) એ ત્રણ રચનાઓ પણ જાણવામાં આવી છે.
આચાર્ય હેમચંદ્રના બીજા બે વિદ્વાન શિષ્યો રામચંદ્ર અને ગુણચંદ્ર હતા. રામચંદ્ર ગુરુનો સાહિત્ય-રચનાનો વારસો જાળવી લીધો હતો. “નાટયશાસ્ત્ર' અને ધનંજયના દશરૂપક' પછી સ્થાન પામતો “નાટયદર્પણ” એ એમનો નોંધપાત્ર ગ્રંથ છે. પોતે પોતાને પ્રબંધશતક' કહે છે. અને એ વિશેષણ નાટયદર્પણ'માં આપેલાં લક્ષણોને મૂર્ત કરી આપતી અનેક નાટયકૃતિઓની રચના કરી આપી સાર્થક કરી આપ્યું હતું. સત્ય હરિશ્ચંદ્ર કૌમુદી-મિત્રાણંદ નિર્ભયભીમ વ્યાયોગ' રાઘવાળ્યુદય' યાદવાબ્યુદય ભદુવિલાસ' “નલવિલાસ મલ્લિકા-મકરંદ પ્રકરણ “રોહિણીમૃગાંક પ્રકરણ વનમાલા નાટિકા' એ જાણવામાં આવેલી નાટ્ય-રચનાઓ છે. કુમારપાળે બંધાવેલા ‘કુમારપાલવિહારને લગતું શતકકાવ્ય અને “સુધાકલશ' નામનો ‘સુભાષિત-કોશ',