________________
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
છે તે એ કાળની લાક્ષણિકતા છે. આવી પરિસ્થિતિઓ સોલંકી-વાઘેલાકાળમાં સરજાતી રહી હતી અને તેથી બીજી કળાઓની જેમ સાહિત્યકળા પણ વિકસી હતી. સાહિત્યકારોએ વિપુલતાથી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય-રચનાઓ કરી હતી. એમની પાસે માનસિક સ્વસ્થતા હતી, રાજકીય અને પ્રજાકીય પ્રોત્સાહન હતું, અભ્યાસ અને અનુભવ માટે મુક્ત વાતાવરણ હતું. એક બાબત જરૂર અનુભવાય છે કે તત્કાલીન સમાજને જ લક્ષ્યમાં રાખી રચનાઓ થઈ હોય એવું સĚશે માલૂમ પડી આવતું નથી. એનું કારણ શાસ્ત્રરૂઢિ છે. વાગ્ભટ, આચાર્ય હેમચંદ્ર, એમના શિષ્ય રામચંદ્ર વગેરે શાસ્ત્રકારોએ પ્રાચીન પરંપરામાં રહી સાહિત્યશાસ્ત્રના ગ્રંથોની રચના કરી હતી તેમાં જે પ્રણાલી હતી તે જ એમના પછીના સાહિત્યકારોમાં જોવા મળે છે, એટલે નવીનતા ન પણ લાગે, એમ છતાં ‘હ્રયાશ્રય’ કાવ્ય અને એની પરંપરામાં તત્કાલીન રાજવીઓ અને અમાત્યોની પ્રશસ્તિરૂપે લખાયેલા કાવ્યાદિ ગ્રંથોમાં તત્કાલીન પુરુષોનાં ચિરચિત્રણો સાથે તત્કાલીન વાતાવરણનો પણ અનુભવ કરી શકાય; પણ એમાં નિરૂપણ-પદ્ધતિ તો કાવ્યશાસ્ત્રના ગ્રંથોએ સ્થાપી આપેલ કવિ-સંપ્રદાયની જ રહી છે.
૯૨
શુદ્ધ સાહિત્યગ્રંથોને બાદ કરતાં જૈન સાહિત્યકારોને હાથે પ્રાકૃત અપભ્રંશ અને વિકસતા ઉત્તર અપભ્રંશની રચનાઓમાં આપણને ધર્મચરિતોનાં અને તેથી ધાર્મિક વાતાવરણનાં દર્શન થાય છે. આ ધાર્મિક પરિબળ આ સાહિત્યકારોની રચનામાં અનુભવાય છે અને એને કારણે કવિમાં હોવી જોઈએ તેવી ઉચ્ચ પ્રતિભાનાં દર્શન આમાં ભાગ્યે જ થાય છે. આ કાળના સંસ્કૃત ભાષાના સાહિત્યકારોમાં પણ ભવભૂતિ માઘ કે ભાતિ યા બાણની પ્રતિભાનાં આપણને દર્શન નથી થતાં.
સાહિત્યનાં પ્રેરક અને વિધાયક બળોનો વિચાર કરીએ છીએ ત્યારે તત્કાલીન યુગભાવનાનું બળ અનુભવાય છે. સાહિત્યરચનાઓને કાં તો રાજા અને અમાત્યો તરફનું બળ હતું અથવા તો ધર્મનું બળ હતું, આ સિવાય બીજાં બળ એ કાળમાં અનુભવવામાં આવતાં નથી. આ રચનાઓમાં આપણે ભારતીય સંસ્કૃતિનાં દર્શન ક૨વા ડોકિયું કરીએ છીએ ત્યારે ઉપર બતાવ્યું તેમ, ચીલાચાલુ પ્રકારનો અનુભવ થતો હોય છે, ઊડીને આંખે ચડે તેવું કોઈ આગવું તત્ત્વ જોવા મળતું નથી. ‘ઉત્તર અપભ્રંશ'માં તો ધાર્મિક તત્ત્વ જ ભારોભાર ભરેલું હોઈ ભારતીય સંસ્કૃતિની જે પ્રણાલી વિશાળ સંસ્કૃત સાહિત્યમાં અનુભવાય છે તેનું જ આમાં અનુસરણ જોવા મળે છે. તત્કાલીન ભારતીય સંસ્કૃતિને કોઈ આગવું તત્ત્વ હતું એમ કહી શકવાની સ્થિતિમાં આપણે નથી.
એ ખરું છે કે ‘રાસયુગ'ના અંતભાગ નજીક આપણને જૈન સાહિત્યકારો તેમજ જૈનેતર સાહિત્યકારોને હાથે લૌકિક કથાઓ સંગ્રથિત થયેલી જોવા મળે છે. હંસ