________________
સાહિત્ય: પ્રાચીન કાળ ૮૯
છે. આશ્ચર્ય માત્ર એ છે કે છેલ્લાં દોઢસો વર્ષથી સાહિત્યનું વાહન બનેલી અને દિલ્હી-મીરના પ્રદેશમાં જ સીમિત હતી તેવી હિંદી ભાષા અને એના સાહિત્યનો ઈતિહાસ લખનારા હિંદીના વિદ્વાનોએ રાજસ્થાનીને હિંદીની જ એક શાખા માની લઈને રાસયુગના મુખ્યત્વે ગુજરાતમાં વિકસેલા સાહિત્યને હિંદી સાહિત્યના ઈતિહાસના આદિકાળ તરીકે બિરદાવ્યું છે. પરંતુ હવે હિંદી વિદ્વાનોનો પણ એક વર્ગ સ્પષ્ટ રીતે માની રહ્યો છે કે રાજસ્થાની બોલીઓનો નિકટનો સંબંધ ગુજરાતી સાથે છે અને તેથી હિંદી સાહિત્યના ઈતિહાસમાં એના વિવરણની કોઈ જરૂર નથી.
ભાષાવિકાસની દૃષ્ટિએ આ યુગ ‘ઉત્તર અપભ્રંશનો છે. આ યુગમાં મળતી રચનાઓ – ઘણી હજી અપ્રસિદ્ધ પણ છે – જૈન સાહિત્યકારોને હાથે વિકસેલી છે. “રાસયુગના અંત પાસે અસાઈત અને ભીમ જેવા લૌકિક કથાઓના સર્જકો પણ જૈન સાહિત્યકારોની પ્રણાલીમાં જ સાહિત્યપ્રદાન કરી ગયા છે એટલે નરસિંહ મહેતાથી શરૂ થતા “આદિભક્તિયુગ'ની પહેલાં, સાહિત્યપ્રકારોમાં વૈવિધ્ય છતાં પ્રવાહમાં વૈવિધ્ય ખાસ જોવા મળતું નથી.
સાંસ્કૃતિક પરિસ્થિતિ આજ સુધી ઊતરી આવેલા ગુજરાતના સંસ્કારોના મૂળમાં સોલંકીકાળનો સંસ્કારપ્રવાહ સૂચક કોટિનો જોવા મળે છે. બ્રાહ્મણો અને ક્ષત્રિય-રાજપૂતોના સમાજની સૂચકતા સાથે વૈશ્યોનો – માત્ર કૃષિ ઉપર જીવનારા ખેડૂતો નહીં, પરંતુ વેપાર-વણજ ઉપર જીવનારાઓનો – પણ એક ચોક્કસ વર્ગ આ યુગમાં ગુજરાતને મળ્યો. સ્થાનિક મોઢ વણિકો ગુજરાતમાં મોઢેરાથી જ પ્રસરેલા હતા. અને આચાર્ય હેમચંદ્રનો જન્મ ધંધુકામાં મોઢજ્ઞાતિમાં થયો હતો. મોઢ વણિકોમાં એ સમયે માહેશ્વરી અને જૈન એવા ધાર્મિક દષ્ટિએ બે વિભાગ હતા, પરંતુ સામાજિક સ્વરૂપે એમનો અલગ વર્ગ નહોતો. મધ્યગુજરાતમાં ખડાયતા વણિકો સૂર્યોપાસક હતા, તો લાટ પ્રદેશના લાટ વણિકો માહેશ્વરી હતા. ઓસવાળ અને પોરવાડ વણિકો મૂળમાં રાજપૂતોમાંથી વિકસેલાઓ)નો પ્રવાહ ચાવડા શાસનથી શરૂ થયેલો જોવા મળે છે. આબુના દેવાલય-સમૂહમાંથી વિમલવસહીનો વિકાસ કરનાર વિમલ મંત્રીના પૂર્વજો ગંભૂતામાંથી નીકળેલા જોવા મળે છે, પણ એ મારવાડથી આવેલા પ્રવાહમાંના હતા. એ કાળમાં ત્રણ કોમ ઉત્તર ગુજરાતમાં, એક મધ્યગુજરાતમાં અને એક લાટદક્ષિણ ગુજરાતમાં ભારતીય સંસ્કૃતિની પ્રણાલીમાં રહી એ સમયની તેજસ્વિતાને ભારે રોનક અર્પે છે.
ભારતવર્ષ પાસે એની નગરસંસ્કૃતિનો આરંભ મોહેજો-દડો અને હડપ્પાની કહેવાતી સિંધુ સંસ્કૃતિ અને જેની અવિચ્છિન્ન પરંપરા કચ્છ-સૌરાષ્ટ્ર અને તળ