________________
ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૬૭
નાગરો –આં ને જાળવવાનું વલણ બતાવે છે, પણ શહેરી અને બિનશહેરી નાગરોની ખાસિયતો સ્પષ્ટપણે જુદી છે. શહેરી નાગરોમાં -આં જાળવવા વિશે વિમાસણ ઓછી છે, ઘણાખરા ભાષકો ઊંચી ફ્રિક્વન્સીવાળા વિભાગમાં આવી ગયા છે. બિનશહેરી નાગરોની આં વિશે વિમાસણ ઘણી છે. લગભગ બધી જ ફ્રિક્વન્સીઓમાં ભાષકો વહેંચાઈ ગયા છે.
-આં ની આટલી તપાસને અંતે આટલાં વિધાનો સ્પષ્ટ રીતે થઈ શકે છે ઃ (૧) પ્રસ્તુત ભાષાસમાજમાં શહેરી-બિનશહેરી, ભણેલાં-અભણ અને નાગરઈતર એવા ભેદો ભાષાભેદો સાથે સંકળાયેલા છે. ભાષાભેદોને આ માળખામાં તપાસવા જોઈએ.
(૨) આ માળખામાં -આં ને તપાસીએ તો અભણ-ભણેલા-નાગર એ ક્રમમાં એને જાળવવાની વિમાસણ ક્રમશઃ ચડતી જોઈ શકાય. આ ત્રણે વર્ગો વચ્ચે સ્પષ્ટ ભેદો છે જ, પણ અભણ અને ભણેલા બંને વર્ગોમાંથી -આં નો અનુસ્વાર જતો રહ્યો છે, અને નાગરોમાં એ સચવાયો છે.
(૩) બિનશહેરી નાગરો અને શહેરી ભણેલાઓ બંનેનાં વલણમાં થોડું સામ્ય છે : -આં જાળવવા વિશે ઓછીવત્તી વિમાસણ.
-આં ની માફક -ઉં ની પણ તપાસ કરી છે અને એનાં પરિણામો પણ -આં ના જેવાં જ રહ્યાં છે. શહેરી ભણેલાઓ અને અભણોના ઉચ્ચારણમાંથી એનો અનુસ્વાર જતો રહ્યો છે. બિનશહેરી નાગરો અને શહેરી નાગરોએ એનો અનુસ્વાર જાળવી રાખ્યો છે, અને એ બન્નેની ખાસિયતોમાં ઓછીવત્તી વિમાસણનો ફરક પણ છે. ઉચ્ચારણભેદો (અને ધ્વનિપરિવર્તન)ની બીજી તપાસ દ અનેડ ની હેરફેરની છે. ગુજરાતી ભાષામાં એવા દસબાર જ શબ્દ છે કે જેના ઉચ્ચારણના આદિમાં દ-હોય અને બીજા અક્ષરમાં મૂર્ધન્યસ્પર્શ વા પાર્થિક હોય (થડકારાવાળા ડ સિવાયના). આ દસબાર શબ્દો છે :
ડ
ઘાટ, દૉટ, ઘઢ, દોઢ, દાઢી, દાળ, દાળિયા, ટ્વીટયું, ઘૂંટી.
આ બધા શબ્દોના ઉચ્ચારણમાં અવારનવા૨ આદિ વ્યંજન ૬-ને સ્થાને ડસાંભળવા મળે છે : ડાટ, ડૉટ, વગેરે. 'આ સારૂપ્ય( દૈત્ય > મૂર્ધન્યનું)ની પ્રક્રિયા સમાજગત વર્ગો સાથે ઉપર ચર્ચેલી રીતે જ જોડાઈ છે. શહેરી ભણેલા અને અભણ બધા જ ડ- વાળા છે. જ્યારે શહેરી અને બિનશહેરી નાગરો દ- વાળા છે. વિમાસણનો ભાવાભાવ પણ એ જ રીતે છે.
આ અને આવી બીજી તપાસોને પરિણામે અમે એટલું તારવી શક્યા છીએ કે આપણા ભાષાસમાજમાં કેળવણી, જાતિ અને નિવાસસ્થાન એ ત્રણ (અને કદાચ