________________
૬૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
બીજાં પણ હશે) પરિબળનો ઉચ્ચારણોની હેરફેરમાં મહત્ત્વનો ફાળો છે.
એક તરફથી –
બિનશહેરી અભણ વિ. શહેરી અભણ | બિનશહેરી ભણેલો વિ. શહેરી ભણેલો
બિનશહેરી નાગર વિ. શહેરી નાગર - એવા ભેદો છે, જ્યારે બીજી તરફથી – શહેરી અભણ, વિ. શહેરી ભણેલો વિ. શહેરી નાગર
- એવા ભેદો છે, એ એમ બતાવે છે કે શહેરી વસ્તીમાં ભેદની ભાવના તીવ્ર છે, બિનશહેરી વસ્તીમાં એવી તીવ્ર ભાવના નથી.
ઉચ્ચારણની ખાસિયતોને સામાજિક વ્યવસ્થા સાથે સાંકળવાથી ભાષા અને સમાજના સંબંધોનો ખ્યાલ આવે છે, એટલું જ નહીં, પણ ભાષા ઈતિહાસની ગતિ અને દિશા વિશે અનુમાન કરી શકાય છે. સાનુસ્વાર સ્વરોની અર્વાચીન પરિસ્થિતિને આધારે, ગુજરાતી ભાષાના ઇતિહાસનાં છેલ્લાં એક હજાર વર્ષ દરમ્યાન થયેલાં કેટલાંક ધ્વનિપરિવર્તનો સારી રીતે સમજી શકાય છે.
ગુજરાતી ભાષાનાં છેલ્લાં એક હજાર વર્ષનો ઇતિહાસ તપાસીએ તો એક મહત્ત્વનું ધ્વનિપરિવર્તન આપણું ધ્યાન ખેંચે છે : એકથી વધાર અક્ષરવાળા શબ્દોના અંત્ય સાનુસ્વાર સ્વરો સાદા થઈ ગયા છે. જૂની ગુજરાતીનું ક્રિયાપદનું રૂપાખ્યાન જોઈએ તો – અંગનાં વર્તમાનકાળનાં રૂપોમાં
એ.વ. બ.વ. ૧ પુ. કરઉં કરવું ૨ પુ. કરઈ કરી ૩ પુ. કરઈ કરઇ .
અંત્ય સ્વરો સાદા છે કે સાનુસ્વાર એ ભેદ ઉપર જ આખું રૂપાખ્યાન ટકે છે, કારણ કે રૂપો તો એ જ છેઃ કરઈ અને કરઉ; માત્ર સ્વરો સાદા છે કે સાનુસ્વાર એને આધારે ભેદો પડે છે. પ્રાગુજરાતી ભૂમિકામાં અંત્ય -ઈ અને –ઉં અને -ઈ અને –ઉં ભેદક હશે, ત્યારબાદ મધ્યગુજરાતીકાળમાં આ જ રૂપાખ્યાન
એ.વ.
૧ પુ. ૨, મુ.
કહું કરે
બ.વ. કરું (સાદયથી “કરી-એ). કરો