________________
૭૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
લેખકોમાં રેવંતગિરિરાસુના કર્તા વિજયસેનસૂરિ, નેમિનાથ ચતુષ્પાદિકાના કર્તા વિનયચંદ્ર, નેમિનાથ ફાગુના કર્તા રાજશેખરસૂરિ, જયસિંહસૂરિ, રત્નમંડનગણિ, તરુપ્રભ, સોમસુંદર, મુનિસુંદર, માણિક્યસુંદર, મેરુસુંદર, કુલમંડન, લાવણ્યસમય, સમયસુંદર, યશોવિજય, વસંતવિલાસકાર, શ્રીધર વ્યાસ, અસાઈત, ભીમ, કેશવદાસ, ભાલણ, હરિવિલાસકાર, રત્નેશ્વર, ચતુર્ભુજ, વિશ્વનાથ જાની, દયારામ – એમ કોડીબંધ નામો ગણાવી શકાય.
જૂની ગુજરાતીનાં આખ્યાન, ચરિત, રાસ અને કથા એ પ્રકારો સ્વરૂપની દષ્ટિએ અપભ્રંશ સાહિત્યનો વારસો છે. પઠન, બાન અને અભિનય સાથે ગ્રંથિક કે કથક વડે રજૂ કરાતા પૌરાણિક ઉપાખ્યાનને ભોજ અને હેમચંદ્ર આખ્યાન નામના એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર તરીકે સ્વીકાર્યું છે, અને એનાં ઉદાહરણ તરીકે સંસ્કૃત મારાખ્યાન’, ‘સામ્બાખાન અને ગોવિન્દાખ્યાનનો નિર્દેશ કરેલ છે. પણ આ આખ્યાનો મિશ્ર ગદ્ય અને પદ્યમાં હોવાનું જણાય છે. પ્રાકૃતમાં પણ હરિભદ્રસૂરિકૃત ધૂખ્યાન' કટાક્ષાત્મક પ્રતિરચના છે, જેમાં પૌરાણિક સામગ્રીની અનુકૃતિવાળાં પાંચ ગાથાબદ્ધ આખ્યાનો આપેલાં છે. અપભ્રંશમાં જૈન ‘સુલસફખાણ(સુલાસાખ્યાન) મળે છે, અને એ પ્રકારના કડવાબદ્ધ અપભ્રંશ આખ્યાનની જ પ્રણાલિક પ્રાચીન ગુજરાતી આખ્યાનમાં આગળ ચાલી છે. ઉપર નિર્દેશ કર્યો છે તેમ અપભ્રંશમાં પાછળના સમયમાં “સંધિ' નામક કેટલીક લઘુ રચનાઓ મળે છે જેમ કે કેસીગોયમ સંધિ,” સીલ સંધિ', “અંતરંગ સંધિ વગેરે), તેમાં મર્યાદિત સંખ્યાનાં કડવકોની બનેલી એક સંધિ જેટલો જ કૃતિબાપ હોય છે. સંધિબંધનું આ એક લઘુતમ સ્વરૂપ છે. આવા સંધિકાવ્યનું વિસ્તરણ થઈને જૂની ગુજરાતીનું આખ્યાનસ્વરૂપ ઉદ્ભવ્યું હોવાની સંભાવનાનો પણ ઉપર ઉલ્લેખ કર્યો છે.
આખ્યાનની જેમ અપભ્રંશ સાહિત્યની જે બીજી મહત્ત્વની દેણ છે તે ‘રાસાબંધના સ્વરૂપને સ્વયંભૂ, હેમચંદ્ર વગેરેએ વ્યાખ્યાબદ્ધ કર્યું છે. “રાસકમાં વપરાતા વિશિષ્ટ છંદોનું પણ અપભ્રંશ પિંગળોમાં વ્યવસ્થિત અને સવિસ્તર વર્ણન છે. સમગ્ર અપભ્રંશ યુગ દરમ્યાન ખંડકાવ્યકોટિની રચનાઓ તરીકે રાસકનો પ્રચાર હતો. સ્વરૂપદષ્ટિએ તેના જ બે કે ત્રણ પ્રકારો હતા તેમાંથી એકાદ-બે પ્રકાર પ્રાચીન ગુજરાતીમાં કેટલાક પરિવર્તન સાથે ચાલુ રહે છે. પણ આ અંગે હજી સંશોધન થયું નથી. વળી અપભ્રંશ ચરિતકાવ્ય પણ પ્રાચીન ગુજરાતીમાં પ્રબંધ' “પવાડુ' વગેરે નામ નીચે બદલાયેલા “રાસો' સ્વરૂપમાં જળવાયું હોવાનું ગણી શકાય. આ ઉપરાંત લૌકિક કથા, ધર્મકથા અને દૃષ્ટાંત કથાની પણ પ્રાકૃત અને અપભ્રંશની પરંપરા ગુજરાતીમાં આગળ ચાલતી રહી છે.
માત્રિક છંદોના પાયા પર રચાયેલી ગેય દેશીઓ તથા શાસ્ત્રીય રાગોનો