________________
૭૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
આ પછી એક તરફ ધારામાં, તો બીજી તરફ અણહિલ્લ પાટકમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યક્ષેત્ર નવાં ચેતન અને બળથી ધમધમતું થાય છે. આમાં ભોજ અને હેમચંદ્રનું કાર્ય સીને મોખરે છે. કથા, કાવ્ય આદિ સાહિત્ય ઉપરાંત વિશેષે તો તેમણે લાખો શ્લોક પ્રમાણ આકરગ્રંથોની રચના કરી અને વ્યાકરણ, કોશ, અલંકાર, છંદ, પુરાણ, દર્શન, ધર્મશાસ્ત્ર વગેરે ક્ષેત્રોના જાણે કે જ્ઞાનકોશો બનાવ્યા. તેમના નિકટવર્તીઓ અને અનુગામીઓનો ફાળો પણ જેવોતેવો ન હતો. મોદ દેસાઈના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ભો. જ. સાંડેસરાના “લિટરરી સર્કલ ઓવ મહામાત્ય વસ્તુપાલમાં તેમજ અન્યત્ર આ કાળના જે સેંકડો કર્તાઓ અને કૃતિઓની માહિતી સંચિત કરાઈ છે તે ઉપરથી જોઈ શકાશે કે ઈસવી બીજી સહસાબ્દીના આરંભના સૈકાઓમાં ગુજરાત-રાજસ્થાનમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યોના જબ્બર પ્રવાહો વેગે વહી રહ્યા હતા અને તેમને પડખે પ્રાચીન ગુર્જર સાહિત્યની પણ એક નાની-શી સરવાણી પ્રગટીને વહેવા લાગી હતી.
લગભગ પાંચમી શતાબ્દીથી અપભ્રંશ સાહિત્ય સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યની સાથોસાથ ખેડાવા લાગ્યું હતું. ગુજરાત, રાજસ્થાન, મધ્યદેશ, માળવા, વિદર્ભ વગેરેમાં તેનાં મુખ્ય કેંદ્રો હતાં. અપભ્રંશ વ્યાકરણ અને છંદોરચનાને લગતો જે અમુક પ્રમાણભૂત અને વ્યાપક વૃત્તાંત આપણી પાસે છે, તે મોટેભાગે તો ગુજરાતના હેમચંદ્રાચાર્યના ગ્રંથોમાંથી જ મળે છે. જળવાયેલા અપભ્રંશ સાહિત્યમાં ઘણો મોટો ભાગ દિગંબર જૈન સાહિત્યનો અને ગુજરાતની બહારનો છે. શ્વેતાંબર જૈનોનું અને ગુજરાત, રાજસ્થાન અને માળવામાં રચાયેલું અપભ્રંશ સાહિત્ય પણ તેવું જ વિપુલ હોવાનું જણાય છે, પણ સાધારણની ‘વિલાસવઈકહા,' હરિભદ્રસૂરિની નેમિનાહચરિય’ અને ધાહિલની ઉપમિસિરિચરિત' જેવી થોડીક કૃતિઓ જ બચી છે.
૩) પ્રશિષ્ટ સાહિત્યોનો વારસો ભાષાદૃષ્ટિએ અપભ્રંશને સહેજે પ્રાકૃતોનો જ એક પ્રકાર ગણી શકાય છે, પણ સાહિત્યદૃષ્ટિએ અપભ્રંશનું વ્યક્તિત્વ ગણનાપાત્ર પ્રમાણમાં પ્રાકૃતથી નિરાળું છે. અપભ્રંશનાં કેટલાંક આગવાં સાહિત્યસ્વરૂપો છે, અને પ્રાકૃત છંદોગ્રંથોમાં અપભ્રંશ છંદોનો એક અલગ વિભાગ કરેલો છે. - અપભ્રંશ મહાકાવ્યનું સ્વરૂપ સંસ્કૃત અને પ્રાકૃત મહાકાવ્યથી જુદું હતું. જેમ સંસ્કૃતમાં સર્ગબંધ છે અને પ્રાકૃતમાં આશ્વાસકબંધ છે તેમ અપભ્રંશમાં સંધિબંધ છે. વૃત્તાંતકથનાત્મક અપભ્રંશ કાવ્યો – પછી તે મહાકાવ્યની શૈલીએ રચાયેલાં પૌરાણિક કે ચરિતકાવ્યો હોય અથવા તો કોઈ નાનો પ્રસંગ કે ઘટના લઈને રચાયેલ ટૂંકાં કાવ્યો હોય – સંધિબંધ સ્વરૂપનાં હતાં. આ વર્ગનાં કાવ્યોમાં આખી કૃતિ અમુક