________________
૪૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
અઘોષ અલ્પપ્રાણ સ્પર્શો મહાપ્રાણ થાય છે. અને આથી એનાં નામનાં રૂપાખ્યાનોમાં પ્રથમા એકવચનના રૂપમાં સ્પર્શવ્યંજનાંત નામિક અંગ મહાપ્રાણવાળું હોય છે. અને એ જ અંગનું ચતુર્થી એકવચનનું રૂપ ચતુર્થીના –અસ પ્રત્યયને લીધે સ્પર્શવ્યંજનાંત ન રહેતું હોવાથી અલ્પપ્રાણવાળું હોય છે. ઉદા. : નામિક અંગ -તાર્ (તડકો) પ્રથમા એ. વ. તા, ચતુર્થી એ. વ. તાપસ્; નામિક અંગ રત્← (લોહી) પ્રથમા એ. વ. રોથ, ચતુર્થી એ. વ. રત),
(૫) દંત્ય-મૂર્ધન્યના ભેદના અભાવથી.
એમ અનુમાન કરી શકાય કે આ લક્ષણોમાંથી ૪ અને ૫ નો વિકાસ થવામાં દદ ભાષાઓ ઉપ૨ ઈરાની બોલીઓનો પ્રભાવ પડ્યો હશે. ઈરાની બોલીઓમાં મહાપ્રાણ સ્પર્શોનો અભાવ તેમજ દંત્યમૂર્ધન્યનો અભાવ છે અને ઈરાની બોલીઓના ભૌગોલિક સંદર્ભમાં જ દરદ ભાષાઓ વિકસી છે. દરદ ભાષાઓમાં એક કાશ્મીરી જ એવી ભાષા છે કે જે એના ઇતિહાસના ઉત્તરકાળમાં, કાશ્મીર સંસ્કૃતના અભ્યાસનું મહત્ત્વનું કેંદ્ર બનવાથી, સંસ્કૃત-પ્રાકૃત પરંપરાની બીજી ભારતીય આર્ય ભાષાઓના સંપર્કમાં આવી.
પહાડી ભાષાઓનો ઇતિહાસ (એ જૂથ કેવી રીતે અને ક્યારે અન્યોથી અળગું પડ્યું) હજી ઝીણવટથી તપાસાયો નથી; પહાડી પ્રજાઓ એમનાં પોતાનાં ઉત્તરપૂર્વનાં નિવાસસ્થાનોમાંથી ખસતીખસતી દૂર પૂર્વની ખીણોમાં પથરાઈ જવાથી એનાં ઉત્તરકાલીન પરિવર્તનો ઉપર બીજી અનેક ભાષાઓનો પ્રભાવ પડ્યો છે.
બાકી રહેલ ઉત્તર-પશ્ચિમ જૂથની પ્રાક્-પંજાબી-લહંદા-સિંધીમાંથી સિંધી (અને કેટલેક અંશે દક્ષિણ લહંદાની કેટલીક બોલીઓ) નીચેનાં લક્ષણોથી અળગી પડે છે ઃ
(૧)આદિસ્થાનમાં અને સ્વરાંતર્ગત સ્થાનમાં આવેલા ઘોષ દંત્યો > અંતઃપ્રાણિત મૂર્ધન્યો થાય છે. સ્વરાંતર્ગત સ્થાનમાં આવેલા -૬- માંનો દંત્ય ૬ ટકી રહે છે એ ઉપરના નિયમનો એક પેટા નિયમ ગણવો.
તદુપરાંત, ર્ પહેલાં આવેલા અઘોષ દંત્ય સ્પર્શ ત નો મૂર્ધન્ય ટ થાય છે.
(આ પરિવર્તનોને લીધે, સિંધીમાં દંત્ય સ્પર્શોની વસ્તી ઘણી ઓછી થઈ ગઈ એ જોઈ શકાય છે.)
(૨)આદિસ્થાનમાં આવેલા અસંયુક્ત TM, ન, ડ અને વ તથા સ્વાંતર્ગત સ્થાનમાં આવેલા સંયુક્ત -૧ - ન ड्ड બ (તથા ન > ) > અંત:પ્રાણિત T, ૬, ૬, અને વ થાય છે. (અંતઃપ્રાણિત સંકેત માટે
-