________________
થયું છે.
ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૫૩
ઉદા.: પાઁચ > પાત્ર, આઁત > આત
જો અનુગામી વ્યંજન ઘોષ હોય તો અનુસ્વાર એ વ્યંજનના વર્ગના અનુનાસિક તરીકે ટકે છે.
ઉદાઃ ચંદ્ર > ચાન્દ્ર
આ જૂથમાંથી ગુજરાતી નીચેનાં કારણોથી અળગી પડે છે :
(૧) ઞફ અને અક જેવાં સ્વરયુગ્મો અનુક્રમે ઍ અને ઑમાં વિકસે છે. સંવૃત અને વિસ્તૃત એ-ઍ અને ઓ-ઑ આગવા ધ્વનિઘટકો તરીકે વિકસે છે. આ ધ્વનિઘટકો વચ્ચેનો ભેદ અધિકાંશ અંત્ય સ્થાન સિવાયનાં સ્થાનોએ જળવાઈ રહે છે. તદુપરાંત સાનુસ્વાર અને વર્ગીય અનુનાસિક પૂર્વે આવેલા જૂના ૬ અને ઞોનું વિવૃત્ત ઉચ્ચારણ હવે એમને વિવૃત્ત ઍ અને ઑ ઘટકો તરીકે સ્થાન અપાવે છે. (૨) સ્વાંતર્ગત TM - > સમર્મર સ્વરો(murmured vowels) અર્થાત્ ઈષદ્ઘોષ સ્વરો થાય છે અને ગુજરાતીમાં સમર્મર એ અને ઓ વિસ્તૃત સ્વરો તરીકે વિકસે છે.
(૩) વિવૃત્ત અક્ષરમાં રહેલા હ્રસ્વ હૈં અને ૩ > ગ થાય છે, અને શબ્દમાં રહેલો એ ઞ અમુક સ્થાનોમાંથી વિલીન થાય છે; ઉદા. : ગુજરાતી-મરાઠીમાંના નીચેના શબ્દો :
ગુજરાતી
મળવું
ખરવું
ગણવું
છરી
મરાઠી
मिळणें
खिरणें
गुण
सुरा
આમાંના ગુજરાતી-રાજસ્થાની જૂથની ભિન્નભિન્ન બોલીઓ, કયા ક્રમમાં છૂટી પડી એ તપાસ બાકી છે. મારવાડી, મેવાડી, હાડોતી, જયપુરી, માળવી, ભીલી અને ગુજરાતીના ઝીણવટભર્યા અભ્યાસથી આ ક્રમનો ખ્યાલ આવી શકે.
જેમાં ધ્વનિઘટકોનું વિભક્તીકરણ હોય યા વિલીનીકરણ હોય એવા ધ્વનિઘટકગત ફેરફારને ભાષાભેદના સૂચક ફેરફાર તરીકે ઓળખીએ તો ઉપરના ક્રમશઃ ફેરફારોને આધારે આપણે ભારતીય આર્યભાષાઓના પરસ્પરના સંબંધો અને એ સંબંધોમાં ગુજરાતી ભાષાનું શું સ્થાન છે એની આછી રૂપરેખા તારવી શકીએ છીએ. ભારતીય આર્યભાષામાં પ્રથમ જે જૂથ જુદાં પડ્યાં ત્યારથી માંડીને પશ્ચિમ