________________
૬૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
નથી કરતા શબ્દોની પસંદગી, વાક્યરચનાની પસંદગી, આરોહ અવરોહની પસંદગી, આ પસંદગીઓનો આધાર ભાષકનો પોતાનો મોભો, સંભાષણનો વિષય, સાંભળનારનો મોભો આ બધા ઉપર રહેલો છેકોઈ પણ વાસ્વરૂપની પસંદગી કોણ, કોની સાથે. ક્યારે, કયા વિષય ઉપર બોલે છે એની ઉપર રહેલી હોય છે આપણે એમ કહી શકીએ કે સમાજરચના જ ભાષકની આ પસંદગીનું નિયમન કરે છે. બાળકો ભિન્નભિન્ન સંદર્ભમાં વાસ્વરૂપો સાંભળે છે અને વાસ્વરૂપોની પસંદગીની રચના(સ્ટ્રકચર)ને આત્મસાત્ કરે છે, અર્થાત્ વાપ્રયોગમાં અનુસ્મૃત એવા સમાજરચનાના માળખાને એ સમાજમાં ઊછરતાં બાળકો આત્મસાત્ કરે છે. સમાજરચના સાથે વણાયેલી વાફસ્વરૂપની પસંદગીઓની નિયમાવલિ પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. પરિવર્તનો પણ આ રીતે જ પેઢી-દર-પેઢી ઊતરી આવે છે.
ભાષાપરિવર્તનના આ પરિમાણને અનુલક્ષીને, અહીં વર્તમાન ગુજરાતી સમાજરચના સાથે કેટલાંક ધ્વનિપરિવર્તનોને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. પરિમિત ક્ષેત્રકાર્ય અને પરિમિત નિરીક્ષણને આધારે કેટલીક વ્યાપક સંગતિઓ નીચે રજૂ કરેલી
અર્વાચીન ગુજરાતીમાં એક કરતાં વધારે અક્ષરવાળા શબ્દોને અંતે બે જ સ્વરો સાનુસ્વાર આવી શકે છે : છે અને આં. એકાક્ષરી શબ્દોમાં તો બીજા સ્વરો પણ સાનુસ્વાર આવી શકે છે : ઉદા.
સાચું સાચા તણખલું તણખલાં
શબ્દોને અંતે બે જ સ્વરો સાનુસ્વાર આવી શકે છે એ પરિસ્થિતિની બીજી વિશેષતા એ પણ છે કે આ બે સાનુસ્વાર સ્વરો પણ ઘણા ભાષકોના ઉચ્ચારણમાં પ્રયોજાતા જ નથી. અંત્યસ્થાનના સાનુસ્વાર સ્વરોના ભાવાભાવને સામાજિક મોભા સાથે કઈ રીતે સાંકળી શકાય એ તપાસવા માટે સૌ પ્રશ્નોની એક પ્રશ્નાવલિ તૈયાર કરવામાં આવી. આમાં ભિન્નભિન્ન વ્યંજનો સાથે અંત્યસ્થાનમાં સાનુસ્વાર અને સાદા સ્વરો આવે એવાં વાક્યો પ્રયોજ્યાં અને ક્ષેત્રકાર્ય કરનારને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રશ્નાવલિ લઈને જે વ્યક્તિના ઉચ્ચારણની તપાસ કરવાની હોય તેની આગળ એક પછી એક વાક્ય પોતાની સ્વાભાવિક ઢબે બોલવું અને સામી વ્યક્તિને એ વાક્ય ફરીથી બોલવા કહેવું. સામી વ્યક્તિનું એ વાક્ય સાંભળતાં જ પાસે રાખેલી તાલિકામાં, જો ધારેલો સ્વર સાનુસ્વાર હોય તો જ અને સાદો હોય તો x નિશાન