________________
ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૬૧
કરવું. આ તપાસ શા હેતુથી કરવામાં આવે છે એની સામી વ્યક્તિને જરાપણ ખબર ન પડવી જોઈએ એ મહત્ત્વનું હતું.
શહેરી વિસ્તારમાં, એટલે કે અમદાવાદમાંથી સો વ્યક્તિઓ ઉપર આ પ્રશ્નાવલિ અજમાવવામાં આવી. આમાંથી પચાસ અભણ (એટલે કે જેને છાપાં વાંચવા જેટલું અક્ષરજ્ઞાન ન હોય) અને પચાસ ભણેલા (આમાં કેળવાયેલી ગૃહિણીઓથી માંડીને વેપારીઓ, અધ્યાપકો બધાયનો સમાવેશ થઈ ગયો). આ સહુ અમદાવાદમાં છેલ્લા દસકા કે તેથી વધુ સમયથી સ્થિર થયેલા હતા. આ સો પ્રશ્નોની પ્રશ્નાવલિમાં વાક્યને અંતે આવેલા (અર્થાતુ છેલ્લા શબ્દને અંતે આવેલા) સાનુસ્વાર અને સાદા સ્વરવાળા શબ્દો હતા. તેમ જ વાક્યની વચ્ચે (અલબત્ત, શબ્દને અંતે આવેલા છે સાનુસ્વાર અને સાદા સ્વરોવાળા શબ્દો હતા.
ઉદાહરણ તરીકે પ્રશ્નાવલિનાં થોડાં વાક્યો : ૧. વનિતાબહેન તો બહુ પોચાં! ૨. અત્યારે કેરી કાપું ? ૩. કોઈ છાપાં રાખે છે?
૪. ના, છાપું જોયા પછી.
આ માહિતી મેળવ્યા પછી સરાસરી કાઢવાની અને મર્યાદિત નિરીક્ષણ ઉપરથી વ્યાપક સંગતિઓ સાધવાની ગાણિતિક અને કલનની પદ્ધતિઓ દ્વારા આ સામગ્રીમાંથી કેટલાંક એવાં વિધાનો તારવી શકાય છે કે જેને આધારે સમાજના કયા થરો કયા પરિવર્તન સાથે કેવી રીતે સંકળાયા છે એ જાણી શકાય છે. આ વિધાનોમાંથી કેટલાંક અહીં રજૂ કરવામાં આવ્યાં છે.
સામાન્ય રીતે એ વિધાન કરી શકાય કે ભણેલા અને અભણ બન્નેના ઉચ્ચારણમાંથી પદાંતે આવતા અને શબ્દાંતે આવતા -ઉં અને - ઉચ્ચારણમાંથી જતા રહ્યા છે અને એને સ્થાને સાદા સ્વરો આવી ગયા છે, છતાં ભણેલાની અને અભણની ખાસિયતો જુદી છે અને બંને વચ્ચે ભેદ સ્પષ્ટ જળવાઈ રહે છે.
ઉદાહરણ તરીકે પૃ. ૬ ૨ ઉપરના ગ્રાફ-૧ અને ગ્રાફ-૨માં, શબ્દાંતે આવતા અનુસ્વારની ('-'ની) ભણેલા અને અભણોએ કેવી જાળવણી કરી છે એનો હવાલો મળી શકે.