________________
૬૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
Population 50 Frequency 11
n = Sample size = 50
1/11
"1-1 = Population Correction Factor
s? = Variance Vs? = Variance = Standard deviation
ભણેલાં અને અભણની ખાસિયતો કેવી રીતે જુદી છે એ હવે જોઈ શકાય: અભણ શહેરીઓમાં – ની સરેરાશ(mean) જ નીચી છે, અને આં/-આની વિમાસણ (variance) જ ઓછી છે, કારણકે મોટા ભાગના ભાષકો એકી સાથે ઓછી ફ્રિક્વન્સીવાળા વિભાગમાં જ આવી જાય છે (શૂન્ય ૧ અને ર ફ્રિક્વન્સીમાં જ ૩૫ ભાષકો આવી ગયા છે. ભણેલા શહેરીઓમાં – ની સરેરાશ ઊંચી છે, ભાષકો ઓછી ફ્રિક્વન્સીવાળા અને મધ્યમ ફ્રિક્વન્સીવાળા વિભાગોમાં વહેંચાઈ ગયા છે એટલે – જાળવવાની વિમાસણ અભણો કરતાં થોડીક વધારે છે. આંકડાશાસ્ત્રીઓના તારણ મુજબ આ કિસ્સામાં ભણેલા-અભણનો ભેદ સોએ પંચાણું ટકા જળવાઈ રહે તેટલો સાબૂત છે (5% confidence level).
અમદાવાદ શહેરમાં –ઉં અને -આં ની આ પ્રમાણે તપાસ કર્યા બાદ આવી જ તપાસ સુરેંદ્રનગરમાં કરી (આને શહેર પણ ન કહી શકાય તેમ ગામડું પણ ન કહેવાય, અંગ્રેજીમાં Town કહે તે વિભાગમાં આ આવે. આપણે એમને ગામડિયા નહીં કહીએ, પણ બિન-શહેરી કહીશું) અને ભણેલા-અભણ ઉપરાંત, નાગર એમ એક ઉચ્ચ જ્ઞાતિના ભાષકો ઉમેર્યા. આ જ્ઞાતિમાં અભણ જડ્યા નહિ એટલે નાગર = ભણેલા નાગર એમ સમજવું). ત્યારબાદ અમદાવાદમાં પણ નાગરો ઉપર એક નાની પ્રશ્નાવલિ અજમાવી જેથી નાગરો અને બિનશહેરી નાગરોની તુલના થઈ શકે.
શહેરી અને બિનશહેરી નાગરોની –'ની વપરાશના ગ્રાફ-૩ તથા ગ્રાફ-૪ પૃ. ૬૫ ઉપર આપ્યા છે અને એની સમજૂતી આપતી તાલિકાઓ એ પછી આપી છે. એ ખ્યાલમાં રાખવાનું છે કે શહેરી નાગરોની પ્રશ્નાવલિમાં કુલ પાંચ –આંની જ અપેક્ષા હતી અને બિનશહેરી નાગરોની પ્રશ્નાવલિમાં કુલ દસ – ની અપેક્ષા હતી. (જુદે જુદે વખતે ક્ષેત્રકાર્ય કરવાને લીધે આવી પરિસ્થિતિ થઈ છે). અલબત્ત, સરેરાશ વગેરેના આંકડાઓથી આ ભેદ બાધક નહીં થઈ પડે.