________________
૫૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
અને દક્ષિણપશ્ચિમ જૂથોના અળગા પડવા સુધીના વૃત્તાંતને ‘ગુજરાતી' ભાષાનો ઇતિહાસ કહેવાને બદલે ‘ગુજરાતી’નું અસ્તિત્વ સ્થપાયા પૂર્વેની ભૂમિકાઓનું વૃત્તાંત કહેવું જોઈએ. મધ્યદેશના જૂથમાંથી ગુજરાતી અળગી પડે ત્યારથી ગુજરાતીનો ઇતિહાસ શરૂ થયો ગણાય. આ કંઈ ખાસ તાત્ત્વિક મુદ્દાની વાત નથી, માત્ર વ્યવહારુ નિર્ણયનો મુદ્દો છે. આ સમગ્ર વૃત્તાં ને ગુજરાતી ભાષાનો ઇતિહાસ કહીએ તો આ જ વૃત્તાંતને હિંદી ભાષાનો કે મરાઠી ભાષાનો ઇતિહાસ પણ કહી શકાય. માત્ર છેલ્લો તબક્કો જ જરા જુદો પડે! અને એમ કહેવામાં ભાષાઓના પરસ્પર સંબંધો વિશે તારતમ્ય પણ ન જળવાય.
ઉપરના વૃત્તાંતમાં છેલ્લા તબક્કાને (મધ્યદેશથી અળગા પડ્યા બાદની ભૂમિકા) જોઈએ તો એને પ્રાચીન ગુજરાતીના ઉપલબ્ધ સાહિત્ય સાથે સાંકળી શકાય છે. પ્રાચીન ગુજરાતીનું સાહિત્ય અગિયારમા-બારમા સૈકા બાદ રચાયેલું મળી આવે છે, પણ એટલી પ્રાચીન હસ્તપ્રતો નથી મળતી; ચૌદમા સૈકા પહેલાંની પ્રાચીન ગુજરાતીની હસ્તપ્રતો નથી મળતી. આ સમયની ગુજરાતીના ધ્વનિસ્વરૂપ અને વ્યાકરણી સ્વરૂપનો ખ્યાલ આ સાહિત્યમાંથી મળી આવે છે. ત્યારથી માંડીને અત્યાર સુધીનો સમય એટલે લગભગ એક હજાર વર્ષ એ ગુજરાતી ભાષાના ઇતિહાસનો વિસ્તાર છે.
૨ ગુજરાતી ભાષાના ઇતિહાસનાં મુખ્ય સીમાચિહ્નો
ભારતીય આર્યભાષાઓમાં, ઉત્ત૨પશ્ચિમની દરદ ભાષાઓ બાદ કરતાં, જે વ્યાપક ધ્વનિપરિવર્તનો થયાં તેનો પ્રભાવ વ્યાકરણી સ્વરૂપ ઉપર પડ્યો જ હોય અને પરિણામે વ્યાકરણી સ્વરૂપના પલટાઓ થયા હોય એ સ્વાભાવિક જ છે. આમાં, ખાસ કરીને, શબ્દના અંત્યસ્થાનમાં આવતા વ્યંજનોનું સર્વથા વિલીનીકરણ, અંત્યસ્થાનના સ્વરોનું હ્રસ્વીકરણ (અને મધ્યકાલીન ગુજરાતીમાં, સર્વથા વિલીનીકરણ), તે અને ગૌ સંધ્યક્ષરોનું સાદા સ્વરો ર્ અને ઓ માં વિલીનીકરણ; શબ્દના અંત્ય ભાગમાં થયેલા આવા ફેરફારોને લીધે ભારતીય આર્યભાષાના વ્યાકરણનાં રૂપાખ્યાનો, જે સર્વથા શબ્દને અંતે આવતા પ્રત્યયો ઉપર જ આધાર રાખતાં હતાં તે, ધરમૂળથી પલટાયેલાં છે. અર્વાચીન ભારતીય આર્યભાષાઓનાં નામિક અને આખ્યાતિક અંગોનાં રૂપાખ્યાનો અધિકાંશ સાદૃશ્યથી જ સમારાયેલાં છે, એમને મૂળ સંસ્કૃતનાં રૂપાખ્યાનોમાંથી વ્યુત્પન્ન કરી શકાય નહિ.
પ્રાચીન ગુજરાતીની ધ્વનિવ્યવસ્થામાંથી મધ્યગુજરાતીની ધ્વનિવ્યવસ્થાના પરિવર્તનનું પ્રથમ સીમાચિહ્ન તે આ હ્રસ્વ હૈં અને ૩નું અમાં(અને કેટલાક સંજોગોમાં રૂ નું ર્ માં, ઉદા. રિક ર્યું ) વિલીનીકરણ; આને પરિણામે સ્વરવ્યવસ્થામાં
-