________________
ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૫૧
(૧) સ્વરાંતર્ગત ૩ અને ૪ એક ધ્વનિઘટક તરીકે વિકસે છે. (૨) આદિસ્થાનના અને અનાદિસ્થાનના ઉષ્મ વર્ણો અનુક્રમે અઘોષ અને ઘોષ
દ થયા બાદ, આસામીમાં ર અને છ એ બે ભિન્ન ધ્વનિઘટકોનો વિકાસ એક ધ્વનિઘટક સ તરીકે અને સ્પર્શસંઘર્ષ ગ અને જ્ઞ નો એક ધ્વનિઘટક
સંઘર્ષ જ્ઞ તરીકે થાય છે. (૩)દંત્ય અને મૂર્ધન્ય સ્પર્શીની ભિન્ન શ્રેણીઓ એક જ શ્રેણી તરીકે વિકસે
છે. આસામીની પડોશી બોલીઓ ચીન-તિબેટન કુળની બોલીઓ છે અને એમાં પણ દંત્ય અને મૂર્ધન્ય સ્પર્શીની ભિન્ન શ્રેણીઓ નથી એ યાદ રાખવું જોઈએ. આ રીતે જેમ પશ્ચિમની દરદ ભાષાઓ તેમ પૂર્વની આસામીમાં
પણ પડોશી બોલીઓના પ્રભાવને લીધે દત્યમૂર્ધન્ય ભેદનો અભાવ છે. બિહારની ભાષાઓ ભોજપુરી, મગહી અને મૈથિલી આ જૂથ સાથે વ- > વ- અને -- > -બ્ધ- જેવાં લક્ષણોથી સંકળાયેલી હોવા છતાં ઉપરનાં અન્ય લક્ષણોથી અળગી પડેલી છે, જો કે આ ભાષાઓના પરસ્પર સંબંધોની તપાસ બાકી છે. સિંહલી વિશે પણ એમ જ. સિંહલીનો વિકાસ ભારતની બહાર થયો છે. એનો કેટલોક ઇતિહાસ દ્રાવિડ ભાષાઓના સંદર્ભમાં પણ આવી જાય છે, જેને લીધે સિંહલીમાં પણ, દ્રવિડ ભાષાઓની જેમ, અપ્રાણ-મહાપ્રાણના ભેદનો અભાવ છે. સિંહલી ભાષા અન્ય જૂથોથી ક્યારે અને કયાં લક્ષણોથી અળગી પડી એ તપાસ બાકી છે.
બાકી રહેલા મધ્યદેશના જૂથમાંથી, સંભવ છે કે, મધ્યદેશની બોલીઓ બઘેલી, બુંદેલખંડી, કનોજી, વ્રજ અને બાંગડુ (અને કદાચ પૂર્વની અવધી પણ?) એક તરફ પશ્ચિમની ગુજરાતી-રાજસ્થાની અને બીજી તરફ દક્ષિણપશ્ચિમની મરાઠી-કોંકણીથી નીચેનાં લક્ષણોથી અળગી પડી:
(૧) પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં અગ્ર સ્વરો અને ૨ પૂર્વે આવેલા આ નો વિકાસ શ માં થતાં પુનઃ આ વિભાગમાં બે ઉષ્મ વર્ગો ધ્વનિઘટકો તરીકે સ્થિર થયા. સંભવ છે કે આ વિભાગમાં આવેલી ગુજરાતીમાં અગ્ર સ્વરો અને ય પૂર્વ આવેલો જૂનો આ જળવાઈ રહેલો અને આ બંને ઘટકો ચાલુ રહેલા જ; નીચેનાં ઉદાહરણો ઉપરથી એમ કહી શકાય કે નવો ધ્વનિઘટક શ તો મરાઠી અને કોંકણીમાં જ શરૂ થયો ગણાય." સંસ્કૃત ગુજરાતી મરાઠ
કોંકણી શિક્ષાશીખ
शिकणे शिकता શીતન- શીળું
शेळा
शेळी શિંશાપ– શીસમ