________________
૫૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
ઉત્તરપશ્ચિમ જૂથના અળગા પડ્યા બાદ વિશિષ્ટ રીતે અળગું પડે છે. પૂર્વનું જૂથ. આ જૂથને પાકુ-બંગાળી-આસામી-ઊડિયા જૂથ તરીકે ઓળખાવી શકાય. એનાં લક્ષણો નીચે પ્રમાણે છે: - (૧)હસ્વ અને દીર્ઘ ધ્વનિઘટકો ઈ-ઈ અને ઉ-ઊ અનુક્રમે એક ઈ અને ઉ
ધ્વનિઘટક બન્યા. આ જૂથની પશ્ચિમે આવેલી બધી બોલીઓમાં અર્થાત્ ભોજપુરી, મૈથિલી, મગહી અને અવધીમાં આ હસ્વ અને દીર્ઘ ધ્વનિઘટકોનો
ભેદ ચાલુ રહે છે. (૨)શબ્દના આદિ અક્ષરમાં આવેલો અથવા વિવૃત અક્ષરમાં આવેલો
* > માઁ થાય છે. મૈથિલીમાં પણ આ લક્ષણ જોવા મળે છે. (૩)આ જૂથની ત્રણેય ભાષાઓમાં એક વિશિષ્ટ પ્રકારના સ્વરસારૂપ્યને પરિણામે, ઉચ્ચ સ્થાનના સ્વરો બાદ બીજા અક્ષરમાં નિમ્ન સ્થાનના સ્વરો આવે તો એ ઉચ્ચ સ્વરો નિગ્ન થાય છે. આ ઉપરાંત આ જૂથની દરેક ભાષાને પોતાના આગવા સ્વરસારૂપ્યના કેટલાક નિયમો છે, જેમાં આસામીબંગાળીનું એક પેટા જૂથ અનુમાની શકાય છે. ઊડિયામાં મધ્યસ્થાનના
સ્વરો બાદ બીજા અક્ષરમાં નિમ્નસ્થાનના સ્વરો આવે તો એ મધ્ય સ્વરો નિમ્ન થાય છે. જો નિમ્ન સ્થાનના સ્વરો બાદ બીજા અક્ષરમાં ઉચ્ચ સ્થાનના
સ્વરો આવે તો એ નિમ્ન સ્વરો ઉચ્ચ થાય છે. તદુપરાંત મૂર્ધન્ય વ્યંજનોની પૂર્વે આવેલા સ્વરોને નિમ્ન કરવામાં આવે છે. આ જૂથમાંથી પ્રાક-બંગાળી-આસામી પેટા જૂથ નીચેનાં લક્ષણોથી અળગું પડે છે : (૧) અને , અને એ ચાર ભિન્નભિન્ન ધ્વનિઘટકો અનુક્રમે
અને ન એમ બે ધ્વનિઘટકો તરીકે વિકસે છે. (૨) અનાદિસ્થાનમાં ૩ અને ઢ એ બે ભિન્ન ધ્વનિઘટકો એક ટુ ધ્વનિઘટક
તરીકે વિકસે છે. ત્યારબાદ, આસામીમાં, સ્વરાંતર્ગત ૩ અને ૪ બંને
ધ્વનિઘટકો એક ? ધ્વનિઘટક તરીકે વિકસે છે. (૩) બંગાળીમાં ઉષ્મ વર્ણો એક ગ ધ્વનિઘટક તરીકે વિકસે છે; આસામીમાં,
ઉષ્મવર્ણો આદિસ્થાનમાં ૪ (અઘોષ દ તરીકે, આપણા ગુજરાતમાં સુરતમાં બોલાતા હવાકાનું હાકના હ જેવો) અને અનાદિસ્થાનમાં ઘોષ દૃ તરીકે (આપણા ગુજરાતમાં બોલાતા હાથીના હ જેવો વિકસે છે. ઊડિયામાં ઉષ્મ વણ સ તરીકે વિકસે છે. એ જ રીતે બિહારી બોલીઓમાં, મધ્યપ્રદેશ અને પશ્ચિમમાં લગભગ બધે જ – થોડા અપવાદ બાદ કરતાં – ઉખ વર્ષો સ તરીકે વિકસે છે) પ્રાકુ-બંગાળી-આસામીમાંથી આસામી નીચેનાં લક્ષણોથી અળગી પડે છે :