________________
ગુજરાતી ભાષાનો કુળક્રમ ૩૩
સાહિત્યિક પ્રાકૃતો અને લોકબોલીઓ સાહિત્યિક પ્રાકૃતો ઘણુંખરું તો અત્યંત રૂઢ સ્વરૂપની, અને સ્થાનિક છાયાવાળા સંસ્કૃતના પાઠભેદો' જેવી હોવાથી તેમાં સમકાલીન પ્રાદેશિક બોલીઓનું તત્ત્વ બહુ ઓછું મળે છે. કૃત્રિમાણે તેમને એક જ ઢાંચામાં ઢાળી દીધેલી છે એટલે ક્વચિત્ કળાતા આછાપાતળા સંકેતો ઉપરથી અટકળો કરવાની રહે છે. ઈસવી સનની બીજી શતાબ્દી લગભગનો કેવળ એક જ શબ્દનો પુરાવો એ સમયની ગુજરાતીની બોલી કેટલીક બાબતમાં તો આજની ગુજરાતીની પરંપરાએ પૂર્વજ હશે એવું આપણને કહી જાય છે.
ઈસવી સન બીજી શતાબ્દીમાં ગ્રીક ભાષામાં લખાયેલો દરિયાઈ પ્રવાસનોંધનો ગ્રંથ પેરિપ્લસ” એ સમયના ભરૂચના બારાનું વર્ણન કરતાં કહે છે કે એ પરદેશી વહાણો માટે જોખમી હોવાથી નર્મદાના મુખ આગળ ત્યાંના રાજાએ ભોમિયા તરીકે કામ કરતા માછીમારોને રોકેલા હોય છે, જે “ત્રપ્પગ અને કોટિબ' નામથી ઓળખાતાં વહાણોમાં ઠેઠ સૌરાષ્ટ્રના કાંઠા સુધી જઈને પરદેશી વહાણોને સંભાળપૂર્વક ભરૂચના બંદરે લઈ આવે છે. પેરિપ્લસમાં ભરૂચનું એ સમયની ખારવાઓની ભાષામાં જે નામસ્વરૂપ હતું – “ભરુગઝ' – તે જ ગ્રીક ઉચ્ચારણમાં “બરુગઝ' એવે રૂપે રજૂ કર્યું છે. આ સાથે પાલિ “ભરુકચ્છ' સરખાવી શકાય. પણ ખાસ ધ્યાનપાત્ર તો છે સમુદ્રી પથ-પ્રદર્શકો જે વિશિષ્ટ પ્રકારનાં વહાણ વાપરતા તે – “ત્રપ્પગ અને કોટિંબ' – અત્યારે “ત્રાપો’ અને ‘કોટિયું નામે જાણીતાં છે. ઈસવી ચોથી શતાબ્દીમાં પ્રાકૃતમાં રચાયેલા જૈન શાસ્ત્રગ્રંથ “અંગવિજ્જામાં “તપ્રક' અને “કોટિંબનો મધ્યમ કદનાં જળ-વાનો તરીકે ઉલ્લેખ છે, અને પ્રાકૃત સાહિત્યમાં ‘તમ્પય', તો હેમચંદ્રની દેશીનમાલામાં “કોટિંબ' મળે છે. પણ પેરિપ્લસમાં રકારને જાળવી રાખતું, સ્થાનિક પ્રાકૃત સ્વરૂપ “ત્રપગી આપેલું છે, “તપગ' નહિ, અને એ અચૂકપણે પુરવાર કરે છે કે તત્કાલીન વ્યવહારભાષામાં એ શબ્દ લાક્ષણિક રીતે “ત્રથી શરૂ થયો હતો, અને એ અત્યારના ગુજરાતી “બાપા” શબ્દનો સીધી રેખાએ વડવો હતો.
આમ ઈસવી સનના આરંભની આસપાસની શતાબ્દીઓની સૌરાષ્ટ્ર અને લાટની બોલીનાં કોઈકોઈ લક્ષણોનો જે સહેજસાજ અણસાર મળે છે તે પછી આપણને પાંચમી-છઠ્ઠી શતાબ્દી સુધી ગુજરાતની કે એની સાથે ભાષાદષ્ટિએ સંબદ્ધ પ્રદેશની વિશિષ્ટ ભાષા વિશે કશું જાણવા મળતું નથી. સમયના વીતવા સાથે પ્રાદેશિક વિશિષ્ટતાનું પ્રમાણ વધતું જાય છે અને બોલીઓનો આકાર બંધાતો જાય છે. ઈસવી ત્રીજી-ચોથી શતાબ્દીની ભાષાવિષયક પરિસ્થિતિનો કાંઈક ખ્યાલ આપણને ભરતના 'નાટ્યશાસ્ત્ર ઉપરથી મળે છે. નાટકના ઉપયોગની દષ્ટિએ એમાં ગણાવેલી સાત બોલીઓ તે માગધી ને પ્રાચ્યા પૂર્વની), શૌરસેની મધ્યની), આવંતી મધ્ય અને