________________
૩ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો
પ્રબોધ પંડિત
ગુજરાતી ભાષાની ઐતિહાસિક ભૂમિકાઓના આ વિહંગાવલોકનને નીચેના ત્રણ ખંડોમાં પ્રસ્તુત કરેલું છે :
(૧) ભારતીય આર્યભાષાઓમાં ગુજરાતીનું સ્થાન, (૨) ગુજરાતી ભાષાના ઇતિહાસનાં મુખ્ય સીમાચિલો અને (૩) સામાજિક પરિબળોનો ભાષાપરિવર્તન ઉપર પ્રભાવ.
(૧) ભારતીય ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન : ઐતિહાસિક રીતે ભારતવર્ષની બધી ભારતીય આર્ષભાષાઓનો એક માત્ર પ્રાચીનતમ નમૂનો તે વૃંદ; ઋગ્વદમાં સચવાયેલી ભાષા બોલનાર એક ભાષાસમાજ કાળક્રમે જે અનેક ભાષાસમાજોમાં પરિવર્તિત અને પરિવર્ધિત થયો તે બધા અત્યારની ભારતીય આર્યભાષાઓના ભાષાસમાજ. આ એક પ્રાચીન ભાષાનાં અનુગામી અર્વાચીન સ્વરૂપ નીચે પ્રમાણે છે :
યુરોપ અને એશિયામાં બોલાતી જિપ્સી ભાષાઓ, હિંદુકુશ પહાડોની વસ્તીઓમાં બોલાતી દરદ ભાષાઓ અને કાશ્મીરી (એ પણ દરદ ભાષા જ છે), પશ્ચિમ પહાડી (જનસરી, ભદ્રવાહી ઈ.), મધ્ય પહાડી (કુમાવની, ગઢવાલી, ઇ.), પૂર્વીપહાડી (નેપાળી), પંજાબી, લહંદા, સિંધી, કચ્છી, આસામી, બંગાળી, ઉડિયા, મગહી, મૈથિલી, ભોજપુરી, અવધી, હિંદી, વ્રજ, બુંદેલખંડી, બાંગડુ, ગુજરાતી, રાજસ્થાની, મરાઠી, કોંકણી અને લંકામાં બોલતી સિંહલી અને આ ભાષાઓની પેટાભાષાઓ – ભાષાઓનાં આ ભિન્નભિન્ન અભિધાન કોઈ ભૌગોલિક સીમાઓનાં સૂચક નથી, આ અભિધાનો ભાષાસ્વરૂપની સંકુલ ભાતનાં ભિન્નભિન્ન લક્ષણો ( ભિન્નભિન્ન કાળે ભિન્નભિન્ન સ્થળોમાં ઉપસ્થિત થતાં લક્ષણો)ને પરિણામે એક ભાષાસ્વરૂપ અનેક ભાષાસ્વરૂપોમાં કેવી રીતે પલટાયું એ સ્વરૂપોનાં સૂચક છે.