________________
ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
લખાયાં. ચંદ્રમુનિનો ‘કથાકોશ', જિનેશ્વરસૂરિનો ‘કથાનકકોશ’ અને ગુણચંદ્રગણિનો ‘કથારત્નકોશ' જેવા કથાસંગ્રહ પણ લખાયા.
૨૨
સોલંકી કાળના સાહિત્યમાં હેમચંદ્ર અને એમના શિષ્યમંડળની જેમ વસ્તુપાળ અને એના સાહિત્યમંડલે પણ વિપુલ અને અમૂલ્ય ફાળો આપેલો છે. વસ્તુપાળ પોતે કવિકુંજર, કવિચક્રવર્તી, કૂર્ચાલ-સરસ્વતી અને સરસ્વતીકંઠાભરણ તરીકે ખ્યાતિ પામ્યો હતો. એણે નરનારાયણાનંદ' નામે મહાકાવ્ય રચ્યું છે. એ સ્તોત્રો તથા સૂક્તિઓ પણ રચતો.
વસ્તુપાળની આસપાસ અનેક કવિઓ તથા વિદ્વાનોનું સાહિત્યમંડળ જામ્યું હતું એ એમની રચનાઓની કદર કરતો ને એમની સાહિત્યપ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતો. એમાંના કેટલાકે તો વસ્તુપાળના ચરિત વિશે સુંદર પ્રશસ્તિઓ રચી છે. એમાં ચૌલુક્યરાજ પુરોહિત સોમેશ્વર અગ્રિમ સ્થાન ધરાવે છે. એણે ‘સુરથોત્સવ’ અને ‘કીર્તિકૌમુદી’ નામે બે મહાકાવ્ય, ‘ઉલ્લાઘરાઘવ’ નામે નાટક, ‘રામશતક’ નામે શતકકાવ્ય, ‘કર્ણામૃતપ્રપા' નામે સુભાષિતાવલી, અનેક પૂર્વકાર્યોને લગતી પ્રશસ્તિઓ ઇત્યાદિની રચના કરી છે. ગૌડ કિવ હિરહર દ્વારા અહીં ‘નૈષધીયચરત’ પ્રચલિત થયું. એ મહાકાવ્ય પ૨ તેરમી સદીમાં અહીં બે ટીકા લખાઈ, જેમાં એકનો કર્તા વિદ્યાધર અને બીજીનો કર્તા ધોળકાનો ચંડૂ પંડિત હતો."હરિહરે ‘શંખપરાભવ’ નામે નાટક તથા સંખ્યાબંધ સુભાષિત રચ્યાં છે. વીસલદેવનો માનીતો વિદ્વાન નાનાક ઋગ્વેદ, મહાભારત, રામાયણ, પુરાણો, સ્મૃતિઓ, કાવ્ય, નાટક, અલંકાર અને વ્યાકરણમાં નિપુણ હતો. એ મૂળ આનંદપુર(વડનગર)નો નાગર બ્રાહ્મણ હતો ને પ્રભાસમાં રહેતો. જ્યાં તેણે સરસ્વતીતીરે સરસ્વતીસદન સ્થાપ્યું હતું. કવિ સુભટે રચેલું દૂતાંગદ’ ત્રિભુવનપાળની આજ્ઞાથી અણહિલવાડમાં ભજવાયું હતું.
અમરચંદ્રસૂરિએ ‘બાલભારત’, ‘કાવ્યકલ્પલતા’, ‘અલંકારપ્રબોધ’, છન્દોરત્નાવલી', ‘સ્યાદિશબ્દસમુચ્ચય’, ‘સૂક્તાવલિ’, ‘કલાકલાપ’, ‘જિવેંદ્રચરિત’ ઇત્યાદિ અનેક ગ્રંથ રચી વિવિધ વિષયોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. કવિ તરીકે એ વેણીકૃપાણ' તરીકે પ્રસિદ્ધ છે. અરિસિંહની કૃતિઓમાં વસ્તુપાળ વિશેનું ‘સુકૃતસંકીર્તન’ સુપ્રસિદ્ધ છે. ઉદયપ્રભસૂરિ-કૃત ‘સુકૃતકીર્તિકલ્લોલિની' પણ વસ્તુપાલની પ્રશસ્તિનું કાવ્ય છે. આ કવિએ ‘ધર્માભ્યુદય’ નામે મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાળનું ચરિત આલેખ્યું છે. વળી ‘આરંભસિદ્ધિ' નામે જ્યોતિષગ્રંથ લખ્યો છે. ન૨ચંદ્રસૂરિ, જેમણે વસ્તુપાલને ન્યાય, વ્યાકરણ અને સાહિત્યનું શિક્ષણ આપેલું તેમણે પ્રાકૃત વ્યાકરણ વિશે પ્રાકૃતબોધ’ નામે તેમજ જ્યોતિષ વિશે જ્યોતિસાર' નામે ગ્રંથ લખ્યો. વળી ‘ન્યાયકંદલી' પર ટિપ્પણ લખ્યું તેમજ ‘કથારત્નાકર’ નામે કથાસંગ્રહ લખ્યો. એ સંગીતશાસ્ત્રમાં પણ કુશળ હતા. નરેંદ્રપ્રભસૂરિએ વસ્તુપાળની વિનંતીથી ‘અલંકારમહોદધિ’ નામે સુબોધ